Home વ્યાપાર જગત - BUSINESS વૈશ્વિક શેરબજારોમાં સતત ધોવાણને કારણે ભારતીય શેરબજારમાં પણ ફંડોની દરેક ઉછાળે નફારૂપી...

વૈશ્વિક શેરબજારોમાં સતત ધોવાણને કારણે ભારતીય શેરબજારમાં પણ ફંડોની દરેક ઉછાળે નફારૂપી વેચવાલી યથાવત્…!!!

57
0

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૩.૧૦.૨૦૨૨ ના રોજ…..

BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૫૭૪૨૬.૯૨ સામે ૫૭૪૦૩.૯૨ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૫૬૬૮૩.૪૦ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૭૭૧.૪૪ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૬૩૮.૧૧ પોઈન્ટના ઘટાડા સાથે ૫૬૭૮૮.૮૧ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૭૧૦૩.૨૦ સામે ૧૭૨૦૧.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૬૮૫૮.૦૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૪૭.૦૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૨૧૪.૯૫ પોઈન્ટના ઘટાડા સાથે ૧૬૮૮૮.૨૫ પોઈન્ટ બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

અમેરિકી શેરબજારમાં ગત સપ્તાહના અંતે ડાઉ જોન્સ ૫૦૦ પોઈન્ટ અને નાસ્દાકમાં ૧૬૧ પોઈન્ટના સતત ધોવાણને કારણે આજે સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત ઘટાડા સાથે થઈ હતી. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ધિરાણ નીતિ સમીક્ષા બાદ રેપો રેટમાં અપેક્ષિત અડધા ટકાનો વધારો કરી ૫.૯% કર્યા સાથે જીડીપી વૃદ્વિનો અંદાજ ૭.૨%થી ઘટાડીને ૭% કર્યા સામે ફુગાવાનો અંદાજ જાળવી રાખતાં અને હવે રેપો રેટમાં વધારાની તીવ્રતા રિઝર્વ બેંક દ્વારા ઘટાડવાની શકયતાએ ફંડોએ ગત સપ્તાહના અંતે શોર્ટ કવરિંગની તેજી કર્યા બાદ આજે ફંડોની ઉછાળે નફારૂપી વેચવાલી નોંધાતા ભારતીય શેરબજાર નોંધપાત્ર ઘટાડા સાથે બંધ રહ્યું હતું.

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા રેપો રેટમાં અપેક્ષિત અડધા ટકાનો વધારો કરીને આગામી દિવસોમાં વ્યાજ દરમાં વધારાની તીવ્રતા ઘટવાના સંકેત છતાં રશીયા – યુક્રેન મામલો ફરી ઉકળતાં વૈશ્વિક બજારોની સાથે ભારતીય બજારમાં હજુ આંચકા આવતાં રહેવાની શકયતા સાથે હેલ્થકેર અને ટેલિકોમ્યુનિકેશન શેરોમાં ફંડોની લેવાલી સામે પાવર, યુટિલિટીઝ, ઓટો, એફએમસીજી અને કોમોડિટીઝ શેરોમાં પ્રોફિટ બુકિંગે બીએસઇ સેન્સેક્સ ૬૩૮ પોઈન્ટ અને નિફટી ફ્યુચર ૨૧૪ પોઈન્ટ ઘટીને બંધ રહ્યા હતા. ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટીમાં ઘટાડા સાથે સ્મોલ, મિડ કેપ શેરોમાં વેચવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશનમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો હતો.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૨૪% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૫૪% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર હેલ્થકેર અને ટેલિકોમ્યુનિકેશન શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૭૦૪ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૧૨૦ અને વધનારની સંખ્યા ૧૪૩૧ રહી હતી, ૧૫૩ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.

બજારની ભાવિ દિશા….

મિત્રો, વિદેશી હૂંડિયામણ અનામતની દ્રષ્ટિએ ભારત વિશ્વના પ્રથમ પાંચ દેશોની યાદીમાંથી બહાર ફેંકાઈ ગયું છે. ભારતને પાછળ મૂકી તાઈવાન પાંચમા સ્થાને આવી ગયાનું પ્રાપ્ત માહિતી પરથી જણાય છે. વર્તમાન વર્ષના ૨૩ સપ્ટેમ્બરના સમાપ્ત થયેલા સપ્તાહના અંતે દેશનું ફોરેકસ રિઝર્વ વધુ ઘટી ૫૩૭.૫૧ અબજ ડોલર રહ્યું હતું. આની સામે તાઈવાનનું ફોરેકસ રિઝર્વ ૫૪૫.૪૮ અબજ ડોલર રહ્યું છે. જો કે તાઈવાનના આંક ઓગસ્ટ અંત સુધીના છે. ૧૬ સપ્ટેમ્બરના સમાપ્ત થયેલા સપ્તાહના અંતે ભારતનું ફોરેકસ રિઝર્વ ૫૪૫.૬૫ અબજ ડોલર  રહ્યું હતું. ફોરેકસ રિઝર્વની દ્રષ્ટિએ ૩૨૨૩.૭૬ અબજ ડોલર સાથે ચીન પ્રથમ ક્રમે છે. ૧૬ સપ્ટેમ્બરના રોજ રશિયાનું ફોરેકસ રિઝર્વ ૫૫૭.૭૦ અબજ ડોલર રહ્યું હતું. ૨૩ સપ્ટેમ્બરના સપ્તાહમાં રશિયાનું રિઝર્વ ઘટી ૫૪૯.૭૦ અબજ ડોલર રહ્યું હતું.

ગત સપ્તાહે નાણાં નીતિની સમીક્ષા બાદ જારી કરેલા એક નિવેદનમાં રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે, બજારોમાં અનિશ્ચિતતા છતાં, રિઝર્વ બેન્ક પાસે ફોરેકસ રિઝર્વની સ્થિતિ મજબૂત છે. પ્રવર્તી રહેલી સ્થિતિને ધ્યાનમાં રાખી રિઝર્વ બેન્ક ફોરેકસ બજારમાં દરમિયાનગીરી કરે છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા અનુસાર વૈશ્વિક અનિશ્ચિત્તા અને અસ્થિરતા વચ્ચે સેન્ટ્રલ બેંક દ્વારા રૂપિયાને બચાવવા માટે વિદેશી અનામતનો ઉપયોગ થતા કુલ અનામતો ઘટી રહી છે. અગાઉના રિપોર્ટિંગ સપ્તાહમાં કુલ અનામત ૫.૨ અબજ ડોલરથી વધુ ઘટીને ૫૪૫.૫૪ અબજ ડોલર થયું હતુ. આરબીઆઈના સાપ્તાહિક આંકડાકીય અનુસાર ૨૩ સપ્ટેમ્બરના રોજ પૂરા થયેલા સપ્તાહ માટે ફોરેન કરન્સી એસેટ ૭.૬૮૮ અબજ ડોલર ઘટીને ૪૭૭.૨૧૨ અબજ ડોલર થયું છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field