રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૩.૦૯.૨૦૨૨ ના રોજ…..
BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૬૦૧૧૫.૧૩ સામે ૬૦૪૦૮.૨૯ પોઈન્ટના મથાળેથી ખુલીને ૬૦૩૮૧.૦૨ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૫૪.૨૬ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૪૫૫.૯૫ પોઈન્ટના ઉછાળા સાથે ૬૦૫૭૧.૦૮ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૭૯૬૪.૩૫ સામે ૧૮૦૪૫.૧૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૮૦૩૨.૬૫ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૯૦.૭૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૪૩.૧૫ પોઈન્ટના ઉછાળા સાથે ૧૮૧૦૭.૫૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
સપ્તાહના બીજા દિવસે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત ઉછાળા સાથે થઈ હતી. અમેરિકાના ફુગાવાના આંકડા પૂર્વે વૈશ્વિક આર્થિક મંદીના ફફડાટમાં હવે યુ.એસ.ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં વધારો અટકાવવામાં આવે એવી શકયતા વચ્ચે અમેરિકી ડોલર મજબૂત થતો અટકતાં અમેરિકી શેરબજારમાં તેજી સાથે ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવમાં સાધારણ વૃદ્વિ વચ્ચે આજે ભારતીય શેરબજારમાં ફોરેન ફંડોની ખરીદી જળવાઈ રહેતા અને ચોમાસાની સારી પ્રગતિએ એફએમસીજી, બેંકિંગ – ફાઈનાન્સ શેરોમાં આકર્ષણે બીએસઇ સેન્સેક્સે ૬૦૫૦૦ પોઈન્ટની અને નિફટી ફ્યુચરે ૧૮૧૦૦ પોઈન્ટની સપાટી પાર કરી હતી.
વિદેશી ફંડો દ્વારા ભારતીય શેરબજારમાં સતત નવી લેવાલી ચાલુ રહેતાં બજાર પોઝીટીવ ઝોનમાં બંધ રહ્યું હતું. આજે વૈશ્વિક બજારોના સુધારા પાછળ ફોરેન ફંડો દ્વારા નવી લેવાલી હાથ ધરાતા ભારતીય શેરબજારમાં મક્કમ સુધારો જોવા મળ્યો હતો. જીઓપોલિટીકલ ટેન્શન પણ હળવું થતાં સાથે ઓઇલ એન્ડ ગેસ, રિયલ્ટી, એનર્જી, યુટિલિટીઝ અને ઓટો શેરોમાં ફંડોના પ્રોફિટ બુકિંગ સામે ફાઇનાન્સ, એફએમસીજી, ઈન્ડસ્ટ્રીયલ, મેટલ, કેપિટલ ગુડ્સ અને કંઝ્યુમર ડ્યુરેબલ્સ શેરોમાં ફંડોની ભારે લેવાલીએ ભારતીય શેરબજાર નોંધપાત્ર ઉછાળા સાથે બંધ રહ્યું હતું. ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટીમાં ઉછાળા સાથે સ્મોલ, મિડ કેપ શેરોમાં લેવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૧.૪૫ લાખ કરોડ વધીને રૂ.૨૮૬.૭૧ લાખ કરોડ રહ્યું હતું.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૩૨% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૨૪% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર ઓઇલ એન્ડ ગેસ, રિયલ્ટી, એનર્જી, યુટિલિટીઝ અને ઓટો શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૬૦૦ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૬૭૭ અને વધનારની સંખ્યા ૧૮૧૮ રહી હતી, ૧૦૫ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.
બજારની ભાવિ દિશા….
મિત્રો, નાના રોકાણકારો દ્વારા મ્યુચ્યુઅલ ફંડ્સની વિવિધ સ્કીમમાં કરેલું રોકાણ પહેલીવાર ઓગસ્ટ માસમાં રૂ.૨૦ લાખ કરોડને ટોચે પહોંચ્યુ છે. નાના રોકાણકારો હજી પણ મ્યુ. ફંડ રૂટ મારફતે ઇક્વિટી માર્કેટમાં રોકાણ કરવાનું વધારે પસંદ કરી રહ્યા હોવાનું આ આંકડાથી સ્પષ્ટ થાય છે. રિટેલ રોકાણકારોમાં મ્યુ. ફંડ્સ પ્રત્યેના વિશ્વાસ અને આકર્ષણ હજી પણ અકબંધ છે અને સમગ્ર મ્યુચ્યુઅલ ફંડ્સ ઇન્ડસ્ટ્રીઝની કુલ એસેટસ અંડર મેનેજમેન્ટ (એયુએમ)માં તેની ભાગીદારી ૫૦%થી વધારે થઇ ગઇ છે. એસોસિએશન ઓફ મ્યુ. ફંડ્સ ઇન ઇન્ડિયાના આંકડા અનુસાર ઓગસ્ટ માસના અંતે મ્યુ. ફંડ્સ ઇન્ડસ્ટ્રીઝની એયુએમ રૂ.૩૯.૫ લાખ કરોડ નોંધાઇ હતી. માર્ચ ૨૦૨૦માં કોરોના મહામારી ફેલાઇ ત્યારે મ્યુ. ફંડ્સની કુલ સંપત્તિમાં રિટેલ રોકાણકારોનો હિસ્સો ૪૦%થી ઓછો હતો.
જો કે કોરોના કટોકટી દરમિયાન ભારતના શેરબજારમાં આવેલી અભૂતપૂર્વ તેજીથી આકર્ષાઇ મોટી સંખ્યામાં નવા રોકાણકારોના પ્રવેશ સાથે મ્યુચ્યુઅલ ફંડ્સની વિવિધ સ્કીમમાં રોકાણ પણ વધ્યુ હતુ. એપ્રિલ ૨૦૨૦થી વ્યક્તિગત રોકાણકારોની એસેટ્સમાં ૨.૨ ગણો વધારો થયો છે, તેમ છતાં એકંદર ઉદ્યોગની કુલ એસેટ્સ ૬૮% જ વધી છે. મોટાભાગના રિટેલ રોકાણકારો હવે સીધા રોકાણને બદલે મ્યુ. ફંડ્સ રૂટથી રોકાણ કરવાનો માર્ગ અપનાવે છે. પ્રાઇમ ડેટાબેઝ મુજબ જૂન ૨૦૨૨ ક્વાર્ટરના અંતે રિટેલ રોકાણકારો પાસે રહેલા શેરહોલ્ડિંગનું મૂલ્ય રૂ૧૭.૫૮ લાખ કરોડ હતું. જેની સરખામણીમાં જૂન મહિનામાં સરેરાશ રિટેલ એયુએમ રૂ.૧૮.૧ લાખ કરોડ હતી.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.