રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૦.૧૧.૨૦૨૨ ના રોજ…..
BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૬૧૦૩૩.૫૫ સામે ૬૦૫૨૪.૨૭ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૬૦૪૨૫.૪૭ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૪૨૩.૨૬ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૪૧૯.૮૫ પોઈન્ટના ઘટાડા સાથે ૬૦૬૧૩.૭૦ પોઈન્ટ બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૮૨૧૬.૮૦ સામે ૧૮૧૧૦.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૮૦૩૦.૦૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૧૯.૯૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૧૮.૯૫ પોઈન્ટના ઘટાડા સાથે ૧૮૦૯૭.૮૫ પોઈન્ટ બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
વૈશ્વિક મોરચે એક તરફ ચાઈનામાં કોવિડ ઝીરો પોલીસીમાંથી રી – ઓપનીંગના અહેવાલ તો ક્યારેક ફરી કેસો વધી રહ્યા હોઈ અંકુશ લાગુ રહેવાના અહેવાલોની અનિશ્ચિતતા અને બીજી તરફ અમેરિકામાં સેનેટ ચૂંટણી રસાકસીભરી બનતાં વૈશ્વિક બજારોમાં સાવચેતી સાથે ભારતીય શેરબજારમાં પણ ફોરેન ફંડોની સક્રિયતા ઘટતાં આજે સતત બીજા દિવસે પ્રોફિટ બુકિંગ થયું હતું. ભારતમાં મોંઘવારી અને વધતાં વ્યાજ દરોને લઈ લોકોની ખર્ચ શક્તિમાં ઘટાડાની નેગેટીવ અસર દેખાવાની શરૂ થવાના અહેવાલ અને ગુજરાત, હિમાચલ પ્રદેશમાં વિધાન સભા ચૂંટણી ફોક્સને લઈ માનસ ખરડાયું હતું. ફૂગાવો – મોંઘવારીનું જોખમ સતત વધી રહ્યું હોઈ અમેરિકી ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં વધુ તીવ્ર વધારો થવાની અને હજુ બે વખત યુ.એસ. ફેડરલ રિઝર્વ ૦.૭૫%નો વ્યાજ દર વધારો કરશે એવા અહેવાલ વચ્ચે આજે વૈશ્વિક બજારોમાં સાવચેતી સાથે ભારતીય શેરબજારોમાં ઉછાળે નફારૂપી વેચવાલી જોવા મળી હતી.
વૈશ્વિક શેરબજારમાં આજે એશીયા, યુરોપના બજારોમાં એકંદર નરમાઈ રહેતાં ભારતીય બજારોમાં ઉછાળે સાવચેતી જોવાઈ હતી. કોર્પોરેટ પરિણામોની સપ્ટેમ્બર ૨૦૨૨ના અંતના ત્રિમાસિકની સીઝનમાં અપેક્ષિત સારા પરિણામ છતાં ફંડોના પ્રોફિટ બુકિંગે બીએસઇ સેન્સેક્સ ૪૧૯ પોઈન્ટ અને નિફટી ફ્યુચર ૧૧૮ પોઈન્ટ ઘટીને બંધ રહ્યા હતા. ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટીમાં ઘટાડા સાથે સ્મોલ, મિડ કેપ શેરોમાં વેચવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૨.૩૬ લાખ કરોડ ઘટીને રૂ.૨૮૧.૫૯ લાખ કરોડ રહ્યું હતું.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૦૨% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૦૫% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર ઓટો, કંઝ્યુમર ડ્યુરેબલ્સ, કંઝ્યુમર ડિક્રિશનરી, કમોડિટીઝ, મેટલ, ઈન્ડસ્ટ્રિયલ્સ, કેપિટલ ગુડ્સ, એનર્જી, યુટિલિટીઝ, અને હેલ્થકેર શેરોમાં ભારે વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ પણ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૫૯૨ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૨૦૩ અને વધનારની સંખ્યા ૧૨૬૧ રહી હતી, ૧૨૮ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.
બજારની ભાવિ દિશા….
મિત્રો, દેશના ઉત્પાદન ક્ષેત્રમાં તાજેતરમાં આવેલી ગતિ હજુ બીજા ૬થી ૯ મહિના સુધી જળવાઈ રહેવાની ધારણાં હોવાનું ઉત્પાદન ક્ષેત્ર પર ફિક્કીના ત્રિમાસિક સર્વે રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે. ગયા નાણાં વર્ષમાં દેશના અર્થતંત્રમાં જોવા મળેલી રિકવરી ત્યારબાદ વર્તમાન નાણાં વર્ષના પહેલા અને બીજા ત્રિમાસિક ગાળામાં આ રિકવરી જળવાઈ રહી છે ત્યારે ફિક્કી દ્વારા હાથ ધરાયેલા સર્વેમાં ભાગ લેનારામાંથી ૬૧% લોકોએ નાણાં વર્ષ ૨૦૨૨-૨૩ના બીજા ત્રિમાસિક ગાળામાં ઉત્પાદનમાં વધારો થયાનું જણાવ્યું હતું. સપ્ટેમ્બર ત્રિમાસિક ગાળામાં ઓર્ડરો મેળવવાની માત્રા પણ ઊંચી રહી હોવાનું ૫૪% હિસ્સેદારોએ જણાવ્યું હતું. કેપિટલ ગુડસ, સિમેન્ટ, કેમિકલ્સ, ફર્ટિલાઈઝર્સ, ઈલેકટ્રોનિકસ, ટેકસટાઈલ સહિતના દસ મોટા ઉદ્યોગોના માનસનો ફિક્કીએ અંદાજ મેળવ્યો હતો.
ઉત્પાદન ક્ષેત્રમાં ક્ષમતા ઉપયોગીતા હાલમાં સરેરાશ ૭૦%થી વધુ છે જે આર્થિક રિકવરીના સંકેત આપે છે. વર્તમાન નાણાં વર્ષના જુન ત્રિમાસિક ગાળાની સરખામણીએ સપ્ટેમ્બર ત્રિમાસિકમાં ઈન્વેસ્ટમેન્ટ આઉટલુકમાં પણ સુધારો જોવા મળ્યો છે. ૪૦% એકમોએ આગામી ૬ મહિનામાં ક્ષમતામાં સરેરાશ ૧૫% વધારો કરવાની યોજના હોવાનું જણાવ્યું હતું. કાચા માલના ઊંચા ભાવ, વ્યાજ દરમાં વધારો, વર્કિંગ કેપિટલની અછત, નબળી વૈશ્વિક માગ તથા પૂરવઠા સાંકળમાં ખલેલ જેવા મુદ્દા વિસ્તરણ યોજનાઓ સામે અવરોધક પરિબળ બની રહ્યાનું પણ સર્વનું તારણ રહ્યું હતું. સપ્ટેમ્બર ત્રિમાસિકમાં ઉત્પાદન ખર્ચમાં વધારો થયાનું ૯૪% હિસ્સેદારોએ જણાવ્યું હોવાનું પણ રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.