રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૦.૧૦.૨૦૨૨ ના રોજ…..
BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૫૮૧૯૧.૨૯ સામે ૫૭૪૨૪.૦૭ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૫૭૩૬૫.૬૮ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૭૫૯.૩૩ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૨૦૦.૧૮ પોઈન્ટના ઘટાડા સાથે ૫૭૯૯૧.૧૧ પોઈન્ટ બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૭૩૨૮.૮૫ સામે ૧૭૧૦૦.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૭૦૫૦.૦૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૨૮.૮૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૯૮.૮૫ પોઈન્ટના ઘટાડા સાથે ૧૭૨૩૦.૦૦ પોઈન્ટ બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
વૈશ્વિક મોરચે હજુ મહામંદીના ફફડાટમાં આઈએમએફ દ્વારા ચાર ટ્રીલિયન ડોલરના વૈશ્વિક અર્થતંત્રમાં ધોવાણની આગાહી અને વિશ્વ બેંક દ્વારા ભારત સહિતની આર્થિક વૃદ્વિના અંદાજને ઘટાડીને મૂકાતાં તેમજ યુ.કે. સહિત યુરોપના દેશોના નેગેટીવ આઉટલૂક સાથે નબળા આંક અને અમેરિકા – ચાઈના વચ્ચે જીઓપોલિટીકલ ટેન્શનને લઈ વૈશ્વિક બજારોમાં સાવચેતી સાથે ભારતીય શેરબજારમાં પણ આજે સપ્તાહના પ્રથમ દિવસે સાવચેતી રહી હતી. અમેરિકી ડોલર સામે વૈશ્વિક દેશોના ચલણોના મૂલ્યમાં ધોવાણનો નવો રાઉન્ડ શરૂ થવા સાથે ભારતીય રૂપિયો પણ પતનના માર્ગે આગળ વધી આગામી સમય પડકારરૂપ બની રહેવાની શકયતાએ નવી મોટી ખરીદીમાં ફંડો સાવેચત રહ્યા હતા. અલબત આરંભિક ઈન્ડેક્સ બેઝડ આંચકા પચાવીને ઘટાડે ફંડોએ સારા શેરોમાં વેલ્યુબાઈંગની તક ઝડપી હતી.
યુ.એસ. ફેડરલ રિઝર્વ દ્વારા તીવ્ર વ્યાજ દરમાં વધારાની નીતિને બ્રેક લાગવાના સંકેત સામે વૈશ્વિક મંદીના સંકેત વચ્ચે ક્રુડ ઓઈલ ઉત્પાદક દેશો દ્વારા ક્રુડના ઘટતાં ભાવ અટકાવવા ઉત્પાદનમાં દૈનિક ૨૦ લાખ બેરલ કાપ મૂકવાના નિર્ણયે ક્રુડ ઓઈલના ભાવ વધી આવતા અને સ્થાનિક સ્તરે સપ્ટેમ્બર મહિનાનો સર્વિસિઝ ક્ષેત્રની વૃદ્વિ છ મહિનાની નીચી સપાટીએ આવતા સેન્સેક્સ, નિફટી બેઝડ ફંડોએ આજે આરંભમાં ઉછાળે સાવચેતીમાં તેજીનો વેપાર હળવો કર્યો હતો, જો કે છતાં ઊભરતાં ઈક્વિટી બજારો બોટમની નજીક હોવાના મોર્ગન સ્ટેનલીના રીપોર્ટના પગલે ઘટાડો અંતે મર્યાદિત બન્યો હતો. ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટીમાં ઘટાડા સાથે સ્મોલ, મિડ કેપ શેરોમાં વેચવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૧.૨૪ લાખ કરોડ ઘટીને રૂ.૨૭૫.૬૧ લાખ કરોડ રહ્યું હતું.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૮૭% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૫૮% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર આઇટી અને ટેક શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૭૨૯ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૨૦૭ અને વધનારની સંખ્યા ૧૩૬૦ રહી હતી, ૧૬૨ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.
બજારની ભાવિ દિશા….
મિત્રો, દેશની ફોરેન કરન્સી એસેટમાં ફરી ઘટાડો નોંધાયો છે. આ સતત નવમું સપ્તાહ છે જ્યારે ફોરેન એક્સચેન્જ રિઝર્વમાં ઘટાડો થયો છે. ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૨ના રોજ પૂરા થયેલા સપ્તાહ દરમિયાન ભારતના વિદેશી મુદ્રા ભંડારમાં ૪.૮૫૪ અબજ ડોલરનો ઘટાડો થયો છે અને તે જુલાઈ ૨૦૨૦ બાદના સૌથી નીચલા સ્તરે પહોંચ્યું છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા જાહેર કરવામાં આવેલ સાપ્તાહિક રિપોર્ટ અનુસાર સપ્ટેમ્બરના છેલ્લા શુક્રવારે પૂરા થતા સપ્તાહમાં વિદેશી હૂંડિયામણ અનામત ૪.૮૫૪ અબજ ડોલર ઘટીને ૫૩૨.૬૬૪ અબજ ડોલર થયું છે. અગાઉ ૨૩ સપ્ટેમ્બર, ૨૦૨૨ના રોજ સમાપ્ત થયેલા સપ્તાહ દરમિયાન દેશનું કુલ વિદેશી મુદ્રા ભંડાર ૮.૧૩૪ અબજ ડોલર ઘટીને ૫૩૭.૫૧૮ અબજ ડોલર થયું હતુ. ગયા મહિને ૫ ઓગસ્ટના રોજ પૂરા થયેલા સપ્તાહથી સતત તેમાં ઘટાડો થઈ રહ્યો છે.
૨૯ જુલાઈના રોજ પૂરા થયેલા સપ્તાહ દરમિયાન વિદેશી મુદ્રા ભંડાર ૨.૪ બિલિયન વધીને ૫૭૩.૮૭૫ અબજ ડોલર થયું હતુ. તે અગાઉના સતત ચાર સપ્તાહ સુધી દેશના વિદેશી મુદ્રા ભંડારમાં ઘટાડો થયો હતો. જાહેર કરેલ રિપોર્ટ અનુસાર ફોરેન કરન્સી એસેટમાં ઘટાડાને કારણે ગત સપ્તાહે કુલ વિદેશી મુદ્રા ભંડારમાં ઘટાડો થયો છે. સમીક્ષા હેઠળના સપ્તાહ દરમિયાન એફસીએ ૪.૪૦૬ અબજ ડોલર ઘટીને ૪૭૨.૮૦૭ અબજ ડોલર થયા છે. માહિતી અનુસાર સમીક્ષા હેઠળના સપ્તાહમાં ગોલ્ડ રિઝર્વમાં પણ ઘટાડો થયો છે. ગોલ્ડ રિઝર્વનું મૂલ્ય ૨૮.૧ કરોડ ડોલર ઘટીને ૩૭.૬૦૫ અબજ ડોલર થયું છે. ગયા અઠવાડિયે પણ તેમાં ૩૦ કરોડ ડોલરનો ઘટાડો થયો હતો અને તે ઘટીને ૩૭.૮૮૬ અબજ ડોલર પર આવી ગયું હતુ. રિપોર્ટિંગ સપ્તાહમાં ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ પાસે રહેલ સ્પેશિયલ ડ્રોઈંગ રાઈટ્સ ડિપોઝિટ ૧૬.૭ કરોડ ડોલર વધીને ૧૭.૪૨૭ અબજ ડોલર થયું છે. આરબીઆઈના ડેટા દર્શાવે છે કે રિપોર્ટિંગ સપ્તાહમાં આઈએમએફ પાસે રહેલ અનામત ૪.૮૨૬ અબજ ડોલર પર યથાવત છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.