રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૪.૧૨.૨૦૨૨ ના રોજ…..
BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૬૨૫૩૩.૩૦ સામે ૬૨૬૮૫.૯૪ પોઈન્ટના મથાળેથી ખુલીને ૬૨૫૯૧.૨૮ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૪૩.૮૩ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૪૪.૬૧ પોઈન્ટના ઉછાળા સાથે ૬૨૬૭૭.૯૧ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૮૭૦૩.૮૫ સામે ૧૮૭૭૫.૫૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૮૭૨૦.૦૫ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૮૭.૫૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૩૪.૫૫ પોઈન્ટના ઉછાળા સાથે ૧૮૭૩૮.૪૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
ચાઈનામાં કોવિડ કેસોના ફરી વિસ્ફોટના પરિણામે ચાઈનાએ મહત્વની આર્થિક નીતિ સમીક્ષા માટેની મીટિંગ મોકૂફ રાખતાં અને બીજી તરફ ચાઈના સાથે ભારતના અરૂણાચલ સરહદે થયેલા છમકલાં છતાં અમેરિકામાં નવેમ્બર ૨૦૨૨ માસમાં કન્ઝયુમર પ્રાઈસ ઈન્ડેક્સ – ફુગાવાનો આંક ૭.૩%ની અપેક્ષાથી પણ ઓછો ૧૨ મહિનાનો સૌથી ઓછો વધારો નોંધાવી ૭.૧% જાહેર થતાં યુ.એસ. ફેડરલ રિઝર્વ વ્યાજ દરમાં મામૂલી વધારો કરે એવી શકયતાએ અમેરિકી શેરબજારમાં ડાઉ જોન્સની ૫૨૯ પોઈન્ટ અને નાસ્દાકની ૧૩૯ પોઈન્ટની તેજી પાછળ આજે વૈશ્વિક બજારોમાં મજબૂતી સાથે ભારતીય શેરબજારમાં તેજી જોવા મળી હતી. ભારતમાં હવે આર્થિક સુધારાને ઝડપી આગળ વધારવાના સંકેત સાથે પીએસયુ બેંકોમાં ડિસઈન્વેસ્ટમેન્ટને વેગ આપવાના નિર્દેશ અને મેટલ અને રિયલ્ટી શેરોમાં ફંડોની આગેવાનીમાં તેજી કરી હતી.
તાઈવાન મામલે ચાઈનાનું વલણ કૂણું પડતાં જીઓપોલિટીકલ ટેન્શન હળવું થતાં અને એફએમસીજી અને એનર્જી શેરોમાં ફંડોના પ્રોફિટ બુકિંગ સામે મેટલ, રિયલ્ટી, કેપિટલ ગુડ્સ, આઇટી, કંઝ્યુમર ડ્યુરેબલ્સ, યુટિલિટીઝ અને ટેક શેરોમાં ફંડોની ખરીદીએ બીએસઇ સેન્સેક્સ ૧૪૪ પોઈન્ટ અને નિફટી ફ્યુચર ૩૫ પોઈન્ટ વધીને બંધ રહ્યા હતા. ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટીમાં ઉછાળા સાથે સ્મોલ, મિડ કેપ શેરોમાં લેવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૧.૨૩ લાખ કરોડ વધીને રૂ.૨૯૧.૨૫ લાખ કરોડ રહ્યું હતું.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૫૯% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૬૮% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર એફએમસીજી અને એનર્જી શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૬૭૭ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૪૯૮ અને વધનારની સંખ્યા ૨૦૩૪ રહી હતી, ૧૪૫ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.
બજારની ભાવિ દિશા….
મિત્રો, વૈશ્વિક ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડકટસથી દેવાનું પ્રમાણ ૨૦૨૧માં છેલ્લા સાત દાયકામાં સૌથી વધુ ઘટયું છે. આમ છતાં દેવાનું પ્રમાણ કોરોના પહેલાના સ્તર કરતા હજુપણ ઊંચુ છે જે વિશ્વના વિવિધ દેશોના નીતિવિષયકો માટે ચિંતાનો વિષય કહી શકાય. વર્ષ ૨૦૨૦ની સરખામણીએ ૨૦૨૧માં વૈશ્વિક દેવાનું જીડીપીથી પ્રમાણ ૧૦% નીચું રહીને ૨૪૭% રહ્યું છે. વર્ષ ૨૦૨૧માં ખાનગી તથા સરકારી દેવાનો આંક ૨૩૫ ટ્રિલિયન ડોલર સાથે વૈશ્વિક જીડીપીના ૨૪૭% રહ્યું હતું. કોરોનાને કારણે વર્ષ ૨૦૨૦માં નબળી પડેલી વૈશ્વિક આર્થિક સ્થિતિ ૨૦૨૧માં જોરદાર સુધરી હતી, એમ ઈન્ટરનેશનલ મોનિટરી ફન્ડ દ્વારા એક બ્લોગમાં જણાવાયું હતું. આઈએમએફના ગ્લોબલ ડેટા બેઝમાં કોરોનાને કારણે કેટલા દેશો હજુપણ દબાણ હેઠળ છે તેની માહિતી પૂરી પાડવામાં આવી છે.
વૈશ્વિક અર્થતંત્રો ખૂલી ગયા બાદ માંગ પ્રમાણે પૂરવઠો નહીં થતાં વિશ્વભરમાં ફુગાવાએ માથું ઊંચકયું છે. આ ઉપરાંત રશિયા – યુક્રેન યુદ્ધને પરિણામે ખાધાખોરાકી તથા ઊર્જાના ભાવ ઊંચે ગયા છે. આર્થિક રિકવરી તથા ફુગાવાને કારણે વર્ષ ૨૦૨૧માં બ્રાઝિલ, કેનેડા, ભારત તથા અમેરિકામાં દેવાના પ્રમાણમાં ૧૦%થી વધુનો ઘટાડો થયો છે. આઈએમએફની ગણતરી પ્રમાણે, વર્તમાન તથા આગામી વર્ષમાં સતત બે ત્રિમાસિક ગાળા સુધી વિશ્વના ૩૪% દેશોના જીડીપીમાં ઘટાડો જોવા મળશે અને વર્ષ ૨૦૨૬ સુધીમાં જીડીપીને ૪ ટ્રિલિયન ડોલર સુધીનું નુકસાનનું અનુમાન છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.