રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૨.૦૧.૨૦૨૩ ના રોજ…..
BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૬૦૧૦૫.૫૦ સામે ૬૦૦૮૩.૦૩ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૫૯૬૩૨.૩૨ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૬૫૮.૦૩ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૪૭.૪૭ પોઈન્ટના ઘટાડા સાથે ૫૯૯૫૮.૦૩ પોઈન્ટ બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૭૯૬૨.૯૫ સામે ૧૭૯૮૨.૫૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૭૮૨૦.૦૫ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૯૯.૯૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૪૪.૩૦ પોઈન્ટના ઘટાડા સાથે ૧૭૯૧૮.૬૫ પોઈન્ટ બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
અમેરિકામાં ફુગાવાના રીટેલ આંક જાહેર થતાં પૂર્વે યુ.એસ. ફેડરલ રિઝર્વના ચેરમેન જેરોમ પોવેલે વ્યાજ દર મામલે કોઈ સંકેત આપવાનું ટાળતાં અટકળો વચ્ચે વૈશ્વિક બજારોમાં સાવચેતી સાથે ભારતીય શેરબજારમાં પણ આજે સતત બીજા દિવસે ઈન્ડેક્સ બેઝડ બે – તરફી અનિશ્ચિત ચાલના અંતે બજાર નેગેટીવ ઝોનમાં બંધ રહ્યું હતું. અલબત ચાઈના ઝીરો કોવિડ પોલીસીમાંથી બહાર આવીને ઝડપી રી-ઓપન થઈ રહ્યું હોઈ વૈશ્વિક અર્થતંત્ર ખાસ એશીયાના દેશોમાં રિકવરીને વેગ મળવાની અપેક્ષાએ આજે એશીયાના દેશોના બજારોમાં રિકવરી જોવાઈ હતી. યુરોપના બજારોમાં પણ મજબૂતી રહી હતી. સ્થાનિક સ્તરે ફોરેન ફંડોની શેરોમાં સતત વેચવાલી થઈ રહી હોવા સામે લોકલ ફંડો, મ્યુચ્યુઅલ ફંડોની સતત ખરીદી છતાં મ્યુચ્યુઅલ ફંડોમાં રોકાણકારોનો રોકાણ પ્રવાહ ધીમો પડી રહ્યો હોઈ આગામી દિવસોમાં રોકાણ પ્રવાહ વધુ ધીમો પડવાના જોખમે શેરોમાં નવી ખરીદી અટકતી જોવાઈ હતી.
સિલેક્ટીવ શેરોમાં લેવાલી સામે ઓઈલ એન્ડ ગેસ, એનર્જી, ટેલિકોમ્યુનિકેશન, બેન્કેક્સ, એફએમસીજી, મેટલ, ફાઈનાન્સિયલ સર્વિસિસ, કંઝ્યુમર ડ્યુરેબલ્સ, સર્વિસીસ, કંઝ્યુમર ડિસ્ક્રિશનરી અને હેલ્થકેર શેરોમાં ફંડોના પ્રોફિટ બુકિંગે બીએસઇ સેન્સેક્સ ૧૪૭ પોઈન્ટ અને નિફટી ફ્યુચર ૪૪ પોઈન્ટ ઘટીને બંધ રહ્યા હતા. ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટીમાં ઘટાડા સાથે સ્મોલ, મિડ કેપ શેરોમાં વેચવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૦.૪૦ લાખ કરોડ ઘટીને રૂ.૨૭૯.૯૫ લાખ કરોડ રહ્યું હતું.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૨૪% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૦૨% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર કેપિટલ ગુડ્સ, ઈન્ડસ્ટ્રિયલ્સ,આઈટી, પાવર, કમોડિટીઝ, યુટિલિટીઝ, ટેક, ઓટો અને રિયલ્ટી શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૬૫૨ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૯૯૨ અને વધનારની સંખ્યા ૧૫૧૪ રહી હતી, ૧૪૬ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.
બજારની ભાવિ દિશા….
મિત્રો, સ્થાનિક કંપનીઓમાં પ્રાઈવેટ ઈક્વિટી ઈન્વેસ્ટમેન્ટ વાર્ષિક ધોરણે ૪૨% ઘટીને ૨૦૨૨માં ૨૩.૩ બિલિયન ડોલર થઈ ગયું છે. ઈન્ડસ્ટ્રીના એક રિપોર્ટમાં આ જાણકારી આપવામાં આવી છે. અહેવાલ મુજબ, ૨૦૧૯ પછી આ સૌથી ઓછું પીઈ રોકાણ છે. કેલેન્ડર વર્ષ ૨૦૧૯માં તે ૧૫.૮ અબજ ડોલર હતું. લંડન સ્ટોક એક્સચેન્જ ગ્રૂપના વિશ્લેષકના જણાવ્યા અનુસાર, દેશમાં પીઈ ઇક્વિટી રોકાણ કેલેન્ડર વર્ષ ૨૦૨૧ની સરખામણીમાં ગયા વર્ષે ૪૨% ઘટીને ૨૩.૩ બિલિયન ડોલર થયું હતું. કેલેન્ડર વર્ષ ૨૦૧૯ના ૧૫.૮ અબજ ડોલર પછીનું આ સૌથી ઓછું રોકાણ હતું.
વર્ષ દરમિયાન કેટલા પ્રાઈવેટ ઈક્વિટી સોદા કરવામાં આવ્યા હતા તે રિપોર્ટમાં સ્પષ્ટ કરવામાં આવ્યું નથી. ડેટા અનુસાર, કેલેન્ડર વર્ષ ૨૦૨૨ના ડિસેમ્બર ક્વાર્ટરમાં પીઈ રોકાણ કુલ ૩.૬૧ બિલિયન ડોલર હતું. આ અગાઉના ક્વાર્ટરના ૩.૯૩ બિલિયન ડોલરની સરખામણીએ ૮.૧% નીચું હતું, જ્યારે તે વાર્ષિક ધોરણે ૬૭.૨% ઓછું હતું. રિપોર્ટ અનુસાર, ચોથા ક્વાર્ટરમાં કુલ સોદા અગાઉના ક્વાર્ટરમાં ૪૪૩થી ૨૪.૮% ઘટીને ૩૩૩ થઈ ગયા છે. કેલેન્ડર વર્ષ ૨૦૨૧ના ચોથા ક્વાર્ટરમાં ૪૧૧ની સરખામણીએ સોદામાં ૧૯%નો ઘટાડો થયો છે. આ માટે ભૌગોલિક રાજકીય તણાવ, પશ્ચિમી અર્થવ્યવસ્થાઓમાં વધતા વ્યાજ દરો અને મંદીના ભયને જવાબદાર છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.