રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૧.૦૯.૨૦૨૨ ના રોજ…..
BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૫૯૫૩૭.૦૭ સામે ૫૮૭૧૦.૫૩ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૫૮૫૨૨.૫૭ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૭૮૭.૨૨ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૭૭૦.૪૮ પોઈન્ટના ઘટાડા સાથે ૫૮૭૬૬.૫૯ પોઈન્ટ બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૭૮૨૭.૫૦ સામે ૧૭૫૫૨.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૭૪૮૨.૦૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૫૨.૯૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૨૧૬.૩૫ પોઈન્ટના ઘટાડા સાથે ૧૭૬૧૧.૧૫ પોઈન્ટ બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
સપ્તાહના ચોથા દિવસે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત ઘટાડા સાથે થઈ હતી. નબળા વૈશ્વિક શેરબજારોની અસર આજે ભારતીય શેરબજાર ઉપર પણ જોવા મળી હતી. યુએસ ફેડના ચેરમેને વ્યાજ દરમાં ફરી એક વખત વધારો કરવાના સંકેત આપતા વિશ્વના મોટા ભાગના શેરબજારોમાં ઘટાડો જોવા મળ્યો હતો જેની અસર ભારતીય શેરબજાર ઉપર પણ જોવા મળી હતી. અમેરિકન અર્થતંત્ર ધીમું પડી રહ્યું છે એવી ચિંતા વચ્ચે પણ ફેડરલ રિઝર્વ સપ્ટેમ્બર મહિનાની બેઠકમાં વ્યાજદરમાં આક્રમકતાથી વૃદ્ધિ કરશે એા સંકેત વચ્ચે વૈશ્વિક ચલણો સામે પોતાની સર્વોપરિતા ફરી કાયમ કરી અમેરિકી ડોલર સતત મોંઘો બની રહ્યો હોઈ અનેક દેશોની આયાતો મોંઘી બનવાના અને દેશોની આર્થિક હાલત કફોડી બનવાના સંકેત સાથે આર્થિક મંદીના ફફડાટે વૈશ્વિક બજારોની સાથે ભારતીય શેરબજારોમાં આજે સાર્વત્રિક ઘટાડો નોંધાયો હતો.
આ સાથે તાઈવાન મામલે ચાઈના દ્વારા ડ્રોન હુમલાના અહેવાલે જીઓપોલિટીકલ ટેન્શન વધતાં અને ટેલિકોમ, રિયલ્ટી, ઈન્ડસ્ટ્રીયલ, કેપિટલ ગુડ્સ શેરોમાં ફંડોની લેવાલી સામે એનર્જી, ઓઇલ એન્ડ ગેસ, આઇટી, મેટલ, ટેક અને રિયલ્ટી પ્રોફિટ બુકિંગે બીએસઇ સેન્સેક્સ ૭૭૦ પોઈન્ટ અને નિફટી ફ્યુચર ૨૧૬ પોઈન્ટ ઘટીને બંધ રહ્યા હતા. વિશ્વમાં ફરી મંદીનો ફફડાટ ફેલાઈ જવા સાથે હજુ મોંઘવારી નવા રેકોર્ડ સર્જતી રહી વૈશ્વિક બજારોમાં લિક્વિડિટી – નાણા પ્રવાહિતા વધુ ઘટવાની શકયતા અને ચાઈનામાં કોરોનાના કેસો વધ્યા સાથે હવે જાપાનમાં પણ કોરોના વ્યાપક ફેલાઈ રહ્યાની ચિંતાએ વૈશ્વિક બજારોમાં ધોવાણ સાથે ભારતીય શેરબજારમાં સાવચેતીમાં ફંડોએ ઉછાળે નફારૂપી વેચવાલી જોવા મળી હતી.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૫૭% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૪૮% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર ટેલિકોમ, રિયલ્ટી, ઈન્ડસ્ટ્રીયલ, કેપિટલ ગુડ્સ, સીડીજીએસ અને ઓટો શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૫૭૮ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૪૬૮ અને વધનારની સંખ્યા ૧૯૫૫ રહી હતી, ૧૫૫ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.
બજારની ભાવિ દિશા….
મિત્રો, આર્થિક પ્રવૃત્તિઓ વધવાની સાથે સાથે ગુડ્સ અને સર્વિસ ટેક્સ હેઠળ સરકારની કમાણી વધી રહી છે. ઓગસ્ટ મહિનામાં જીએસટી ક્લેક્શન રૂ.૧,૪૩,૬૧૨ કરોડ નોંધાયુ છે જે વાર્ષિક તુલનાએ ૨૮% વધારે વસૂલાત છે. આ સાથે જ સતત છઠ્ઠા મહિને માસિક જીએસટી ક્લેક્શન રૂ.૧.૪૦ લાખ કરોડની ઉપર રહ્યુ છે. નાણાં મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા આંકડાઓ અનુસાર ઓગસ્ટ ૨૦૨૧માં સરકારને જીએસટી હેઠળ રૂ.૧,૧૨,૦૨૦ કરોડની કમાણી થઇ હતી.
ઓગસ્ટ માસમાં જીએસટી પેટે સરકારને કુલ રૂ.૧,૪૩,૬૧૨ કરોડની આવક થઇ છે, જેમાં સેન્ટ્રલ જીએસટી પેટે રૂ.૨૪,૭૧૦ કરોડ, સ્ટેટ જીએસટી પેટે રૂ.૩૦,૯૫૧ કરોડની વસૂલાત થઇ છે. તો ઇન્ટિગ્રેટેડ જીએસટી પેટે રૂ.૭૭,૭૮૨ કરોડની વસૂલાત થઇ છે, જેમાં માલસામાનની આયાત પરના ટેક્સ પેટે રૂ.૪૨,૦૬૭ કરોડ અને સેસ હેઠળ રૂ.૧૦૧૬ કરોડ અને માલની આયાત પર વસૂલાયેલો રૂ.૧૦૧૮ કરોડનો ટેક્સ સામેલ છે. ઓગસ્ટ મહિના દરમિયાન માલસામાનની આયાત પરના કરવેરા પેટે આવકમાં ૫૭%નો વધારો થયો છે ઉપરાંત સ્થાનિક નાણાંકીય વ્યવહારોમાંથી થતી આવક ગત વર્ષના સમાન મહિનાની તુલનાએ ૧૯% વધુ છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.