Home વ્યાપાર જગત - BUSINESS વૈશ્વિક ચલણોના મૂલ્યમાં જંગી ધોવાણથી વૈશ્વિક બજારોની સાથે ભારતીય શેરબજારમાં વેચવાલી યથાવત્…!!!

વૈશ્વિક ચલણોના મૂલ્યમાં જંગી ધોવાણથી વૈશ્વિક બજારોની સાથે ભારતીય શેરબજારમાં વેચવાલી યથાવત્…!!!

59
0

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૬.૦૯.૨૦૨૨ ના રોજ…..

BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૫૮૦૯૮.૯૨ સામે ૫૭૫૨૫.૦૩ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૫૭૦૩૮.૨૪ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૬૭૦.૧૪ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૯૫૩.૭૦ પોઈન્ટના ઘટાડા સાથે ૫૭૧૪૫.૨૨ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૭૩૩૫.૮૫ સામે ૧૭૧૭૫.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૬૯૮૧.૧૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૩૦.૭૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૨૯૮.૮૫ પોઈન્ટના ઘટાડા સાથે ૧૭૦૩૭.૦૦ પોઈન્ટ બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત ઘટાડા સાથે થઈ હતી. મોંઘવારીને અંકુશમાં લાવવા આગેવાન દેશોની સેન્ટ્રલ બેંકો દ્વારા વ્યાજદરમાં વધારો કરવાની બીજી તરફ અમેરિકી ડોલર સામે વૈશ્વિક ચલણોના મૂલ્યમાં જંગી ધોવાણની ભારતીય શેરબજાર પર પ્રતિકૂળ અસર થવા પામી હતી. ગત સપ્તાહના અંતે ડોલર સામે ભારતીય રૂપિયામાં પણ ઐતિહાસિક પતન જોવાયું હતું. રૂપિયો ૮૧ની સપાટી ગુમાવી દેતા વિદેશી રોકાણકારો સહિત ચોમેરથી આવેલ વેચવાલીના દબાણે આજે બીએસઇ સેન્સેક્સમાં અંદાજીત ૯૫૩ પોઇન્ટનું ગાબડું નોંધાતા રોકાણકારોની સંપત્તિમાં (બીએસઇ માર્કેટ કેપ) અંદાજીત રૂ. ૬.૫૩ લાખ કરોડનું ધોવાણ થવા પામ્યું હતું.

તાજેતરમાં અમેરિકામાં વ્યાજ દરમાં વધારો કરાયા બાદ ફેડરલે આગામી સમયમાં પણ આકરા પગલા ભરવાની જાહેરાત કરવામાં આવતા અને બેંક ઓફ ઇંગ્લેન્ડ અને સ્વીસ બેંક દ્વારા પણ વ્યાજ દરમાં વધારો કરાતાં, ઉપરાંત વ્યાજદરમાં વધારાની બીજી તરફ વૈશ્વિક સ્તરે ડોલર મજબૂત થતાં અન્ય ચલણોમાં સતત પીછેહઠ થવાના અહેવાલ પાછળ આજે વિદેશી રોકાણકારો સહિત ચોમેરથી આવેલ વેચવાલીના દબાણ પાછળ આજે સ્મોલ – મિડકેપ શેરોમાં ઝડપી પીછેહઠ જોવા મળી હતી, ઉપરાંત મેટલ, રિયલ્ટી, ઓટો, યુટિલિટીઝ અને પાવર શેરોમાં ફંડોના પ્રોફિટ બુકિંગ સાથે કોમોડિટી અને એનર્જી શેરોમાં ફંડોની ભારે વેચવાલીએ બીએસઇ બીએસઇ સેન્સેક્સમાં ૯૫૩ પોઇન્ટ અને નિફ્ટી ફ્યુચર ૨૯૮ પોઇન્ટના નોંધપાત્ર ઘટાડા સાથે બંધ રહ્યા હતા.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૨.૮૪% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૩.૩૩% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર આઇટી શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૭૦૭ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૯૮૦ અને વધનારની સંખ્યા ૬૧૧ રહી હતી, ૧૧૬ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.

બજારની ભાવિ દિશા….

મિત્રો, શેરબજારમાં ઘટાડા અને વિદેશી રોકાણકારોના આઉટફ્લોની સાથે ડોલરની સામે રૂપિયાના સતત ઘસારાના કારણે ભારતના વિદેશી હૂંડિયામણ અનામતમાં એકતરફી ઘટાડાનો દોર યથાવત જોવા મળી રહ્યો છે. ભારતનું ફોરેન એક્સચેન્જ રિઝર્વ સતત સાતમા સપ્તાહે ઘટયું છે. ફોરેકસ રિઝર્વની દ્રષ્ટિએ ભારત ટોચના પાંચ દેશોની યાદીમાંથી બહાર ફેંકાઈ જવાની સ્થિતિમાં આવી ગયું છે. છેલ્લા કેટલાક સમયથી ભારત ફોરેકસ રિઝર્વમાં રશિયા બાદ પાંચમુ સ્થાન ધરાવી રહ્યું છે, પરંતુ રિઝર્વમાં સતત ઘટાડાને પગલે ભારત આ સ્થાન ગુમાવવાને આરે છે. ૧૬ સપ્ટેમ્બરના સમાપ્ત થયેલા સપ્તાહમાં દેશનું ફોરેકસ રિઝર્વ ૫.૨૦ અબજ ડોલર ઘટી ૫૪૫.૬૫ અબજ ડોલર પર આવી ગયું છે. ભારત બાદ છઠ્ઠા ક્રમે હાલમાં તાઈવાન છે. તાઈવાનના ફોરેકસ રિઝર્વનો આંક ૫૪૫.૪૮ અબજ ડોલર છે. જો કે તાઈવાનનો આ આંક ઓગસ્ટ માસના અંત સુધીનો છે. ફોરેકસ રિઝર્વની દ્રષ્ટિએ ૩૨૨૩.૭૬ અબજ ડોલર સાથે ચીન પ્રથમ ક્રમે છે.

૧૬ સપ્ટેમ્બરના રોજ રશિયાનું ફોરેકસ રિઝર્વ ૫૫૭.૭૦ અબજ ડોલર રહ્યું હતું. ડોલરમાં આવી રહેલી મજબૂતીને કારણે રિઝર્વ બેંકે રૂપિયાને સપોર્ટ આપવા માટે ડોલર રિઝર્વ વેચવું પડયું છે. આ વર્ષે અત્યાર સુધીમાં રૂપિયામાં અંદાજીત ૮ %થી વધુનો ઘટાડો થયો છે. યુક્રેન કટોકટી બાદથી રૂપિયા દબાણ સતત વધી રહ્યું છે. ગત અઠવાડિયે રૂપિયો ઈતિહાસમાં પ્રથમ વખત ૮૧ના તળિયે પહોંચ્યો હતો. આરબીઆઈ દ્વારા જાહેર કરવામાં આવેલા સાપ્તાહિક ડેટા અનુસાર ૧૬ સપ્ટેમ્બરના રોજ પૂરા થયેલા સપ્તાહમાં વિદેશી મુદ્રા ભંડારમાં ઘટાડાનું કારણ ફોરેન કરન્સી એસેટ છે. સમીક્ષા હેઠળના સપ્તાહ દરમિયાન એફસીએ ૪.૬૯૮ અબજ ડોલર ઘટીને ૪૮૪.૯૦૧ અબજ ડોલર થયા છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleવિસનગરમાં પ્રથમવાર નૂતન સર્વ વિદ્યાલયમાં આટયા પાટયાનો રાજ્યકક્ષાનો રમતોત્સવ યોજાયો
Next article1971ના યુદ્ધ દરમિયાન જ થવો જોઈતો હતો POKનો નિર્ણય : રક્ષા મંત્રી રાજનાથ સિંહ
Nikhil Bhatt is a SEBI registered individual Research Analyst under the SEBI (Research Analysts) Regulations, 2014 is an entrepreneur, global thought leader with a sound understanding trend of BSE, NSE, financial industry segments and investment trends. According to Nikhil Bhatt, “Our mission is to spread financial awareness and improve financial literacy in a concise, simple and easy-to-understand manner. Backed by scientific research, ethical principles and reliable data, our publications benefit and guide the Indian financial / non financial community like merchants, managers, investors, traders and readers. We seek to make investment decisions more objective and mature”.