રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૧.૧૧.૨૦૨૨ ના રોજ…..
BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૬૦૬૧૩.૭૦ સામે ૬૧૩૧૧.૦૨ પોઈન્ટના મથાળેથી ખુલીને ૬૧૩૧૧.૦૨ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૫૨૯.૯૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૧૮૧.૩૪ પોઈન્ટના ઉછાળા સાથે ૬૧૭૯૫.૦૪ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૮૦૯૨.૬૫ સામે ૧૮૩૩૨૨.૫૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૮૩૨૦.૦૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૧૯.૯૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૩૪૭.૨૫ પોઈન્ટના ઉછાળા સાથે ૧૮૪૩૯.૯૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
વૈશ્વિક મોરચે મહામંદીની પરિસ્થિતિ સર્જાતી અટકાવવા અમેરિકા સહિતના દેશોને યુએન દ્વારા વ્યાજ દરમાં વધારો અટકાવવાની અરજ કરવામાં આવતાં તીવ્ર વ્યાજ દર વધારો અટકવાની અપેક્ષા અને અમેરિકામાં ઓક્ટોબર મહિના માટે ફુગાવાનો દર સપ્ટેમ્બર માસમાં ૮.૨%ની સામે ૭.૭% રહેતા યુએસ શેરબજારમાં ઉછાળો નોંધાતા વૈશ્વિક બજારો તેજી સાથે આજે સપ્તાહના અંતે ભારતીય શેરબજારમાં પણ તેજી જોવા મળી હતી. ફોરેન ફંડો ભારતીય બજારોમાં ફરી શેરોમાં ફરી નેટ ખરીદદાર બનીને આજે તોફાની તેજી કરતાં બીએસઇ સેન્સેક્સે ૬૧૮૪૦ પોઈન્ટની ૫૨ સપ્તાહની ઊંચી સપાટી નોંધાવી હતી અને નિફટી ફ્યુચર ૧૮૪૦૦ પોઈન્ટની સપાટી કુદાવી હતી. અમેરિકી શેરબજારોમાં ગઈકાલે ડાઉ જોન્સ ૧૨૦૧ પોઈન્ટ અને નાસ્દાકમાં ૭૬૦ પોઈન્ટનો ઉછાળો નોંધાતા આજે ભારતીય શેરબજારમાં પણ નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો હતો.
આ સાથે તાઈવાન મામલે ચાઈનાનું વલણ કૂણું પડતાં જીઓપોલિટીકલ ટેન્શન હળવું થતાં અને કોર્પોરેટ પરિણામોની સપ્ટેમ્બર ૨૦૨૨ના અંતના ત્રિમાસિકની સીઝનમાં અપેક્ષિત સારા પરિણામ અને ઓટો, એફએમસીજી, પાવર અને યુટિલિટીઝ શેરોમાં ફંડોના પ્રોફિટ બુકિંગ સામે આઈટી, ટેક, મેટલ, ફાઈનાન્સિયલ સર્વિસિસ, રિયલ્ટી, એનર્જી, ઓઈલ એન્ડ ગેસ, કેપિટલ ગુડ્સ શેરોમાં ફંડોની ખરીદીએ બીએસઇ સેન્સેક્સ ૧૧૮૧ પોઈન્ટ અને નિફટી ફ્યુચર ૩૪૭ પોઈન્ટ વધીને બંધ રહ્યા હતા. ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટીમાં ઉછાળા સાથે સ્મોલ, મિડ કેપ શેરોમાં લેવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૨.૯૭ લાખ કરોડ વધીને રૂ.૨૮૪.૫૬ લાખ કરોડ રહ્યું હતું.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૧૫% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૩૩% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર ઓટો, એફએમસીજી, પાવર અને યુટિલિટીઝ શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૬૦૧ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૬૯૦ અને વધનારની સંખ્યા ૧૭૫૬ રહી હતી, ૧૫૫ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.
બજારની ભાવિ દિશા….
મિત્રો, જંગી નુકસાનના લાંબા ગાળા બાદ ઊભરતી બજારો અને એશિયાની શેરબજારો તેમની હાલની મંદીનો ગાળો સમાપ્ત કરવાની તૈયારીમાં છે. મોટી માત્રામાં મૂડી પ્રવાહના ચિહ્નો વચ્ચે આ બજારોમાં મંદી પૂરી થયાનું જોવાઈ રહ્યું છે એમ મોર્ગન સ્ટેન્લીએ એક રિપોર્ટમાં જણાવ્યું હતું. ડોલરમાં ઉછાળા તથા ચીનમાં કોરોનાને લગતા પગલાં બાદ ગયા વર્ષના ફેબ્રુઆરીની ટોચેથી ઊભરતી શેરબજારોમાં લાંબા ગાળાની મંદી ચાલ્યા બાદ એજન્સીનું આ રિએસેસમેન્ટ આવી પડયું છે. એમએસસીઆઈ ઈએમ બેન્ચમાર્ક જે વર્તમાન વર્ષમાં ૨૬% ઘટયો હતો તે હાલની સપાટીએથી જુન સુધીમાં ૧૨% વધવાની પણ ધારણાં મૂકવામાં આવી છે.
અનેક નકારાત્મક પરિબળો હળવા થઈ ગયા છે અને નવી તેજીમાં હિસ્સો લેવાની હાલમાં તક ઊભી થઈ હોવાનું પણ જણાવાયું હતું. ખાસ કરીને તાઈવાન તથા દક્ષિણ કોરિઆમાં નવી તેજીમાં વ્યાપક તક રહેલી છે. વર્તમાન વર્ષમાં બન્ને બજારોની કામગીરી નબળી રહી હોવાનું પણ રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે. અત્રે ઉલ્લેખનિય છે કે, ભારતીય શેરબજારમાં ભારે વોલેટિલિટી વચ્ચે પણ રિટેલ રોકાણકારોનો રસ જળવાઈ રહ્યાનું જોવા મળે છે. ભારતીય અર્થતંત્રની કામગીરી સારી રહી છે. સરકારી નીતિ તથા બજારમાં તેજીને કારણે દેશનું અર્થતંત્ર મજબૂત સ્થિતિમાં છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.