રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૪.૧૦.૨૦૨૨ ના રોજ…..
BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૫૭૨૩૫.૩૩ સામે ૫૮૧૬૨.૭૪ પોઈન્ટના મથાળેથી ખુલીને ૫૭૮૪૮.૨૩ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૫૮૬.૮૯ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૬૮૪.૬૪ પોઈન્ટના ઉછાળા સાથે ૫૭૯૧૯.૯૭ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૭૦૧૦.૮૫ સામે ૧૭૨૯૯.૭૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૭૧૭૫.૦૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૯૨.૦૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૯૮.૯૦ પોઈન્ટના ઉછાળા સાથે ૧૭૨૦૯.૭૫ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
અમેરિકાના મોંઘવારી દરના આંકડા અનુમાન કરતાં ખરાબ રહેતા વૈશ્વિક શેરબજારોમાં મંદીના એંધાણ જોવા મળી રહ્યા હતા પરંતુ શરૂઆતથી તબક્કાના ઘટાડા બાદ અમેરિકન બજારોમાં શાનદાર રિકવરી જોવા મળી હતી. અમેરિકન શેરબજારો દિવસના અંતે વધારા સાથે બંધ આવતા આજે એશિયન બજારોમાં તેજી સાથે ભારતીય શેરબજારમાં પણ ગેપ અપ ઓપનિંગ થઈ છે. સેન્સેક્સ અને નિફ્ટી અંદાજીત ૩%ના ઉછાળા સાથે ખુલ્યા હતા. અમેરિકામાં મોંઘવારી દર નું અનુમાન સપ્ટેમ્બર મહિના માટે ૮.૧૦ હતું જેની સામે સામે CPI ૮.૨૦ આવતા બજાર એક મોટો ઝટકો સાબિત થઇ શકવાનો હતો પરંતુ આ મોંઘવારીના ખરાબ ડેટાને અવગણીને અને આગામી સમયમાં ફેડરલ રિઝર્વની નીતિ યથાવત ચાલુ રહેવાની સંભાવનાએ અમેરિકન બજારોમાં અને તથા વૈશ્વિક શેરબજારોમાં હકારાત્મક માહોલ જોવા મળ્યો હતો.
બીએસઇ સેન્સેકસ – નિફ્ટી નિફ્ટી ફ્યુચર ૧.૨૦%ના વધારા સાથે બંધ રહ્યા હતા, જ્યારે નિફ્ટી બેન્ક ઇન્ડેક્સ ૧.૮૦ના ઉછાળા સાથે બંધ રહ્યો હતો. કોર્પોરેટ પરિણામોની સાથે યુટિલિટીઝ, પાવર, ઓઈલ એન્ડ ગેસ, રિયલ્ટી, એનર્જી, ઓટો, કંઝ્યુમર ડિસ્ક્રીશનરી, મેટલ અને કમોડિટીઝ શેરોમાં ફંડોના પ્રોફિટ બુકિંગ સામે આઇટી, ટેક , બેન્કેકસ અને ફાઈનાન્સ શેરોમાં ફંડોની ભારે લેવાલીએ બીએસઇ સેન્સેક્સ ૬૮૪ પોઈન્ટ અને નિફટી ફ્યુચર ૧૯૮ પોઈન્ટ વધીને બંધ રહ્યા હતા. ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટીમાં ઉછાળા સાથે સ્મોલ, મિડ કેપ શેરોમાં લેવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૦.૪૪ લાખ કરોડ વધીને રૂ.૨૭૦.૨૯ લાખ કરોડ રહ્યું હતું.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૧૩% ઘટીને અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૦૧% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર યુટિલિટીઝ, પાવર, ઓઈલ એન્ડ ગેસ, રિયલ્ટી, એનર્જી, ઓટો, કંઝ્યુમર ડિસ્ક્રીશનરી, મેટલ અને કમોડિટીઝ શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૫૯૩ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૭૧૧ અને વધનારની સંખ્યા ૧૭૪૩ રહી હતી, ૧૩૯ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.
બજારની ભાવિ દિશા….
મિત્રો, ભારતીય અર્થતંત્રમાં નવસંચારને બેવડો ફટકો પડયો છે. એક બાજુએ અનાજના ઊંચા ભાવના લીધે ફુગાવો પાંચ મહિનાની ટોચે પહોંચ્યો છે. આ ઉપરાંત બીજી બાજુએ છેલ્લા ૧૮ મહિનામાં પહેલી વખત ફેક્ટરી ઉત્પાદન ઘટયું છે. સળંગ બીજા મહિને ફુગાવામાં વધારો થતાં રિઝર્વ બેન્ક પર વ્યાજદરમાં વધારો કરવાનું દબાણ સર્જાયુ છે. ફુગાવો સળંગ નવમા મહિને નિયત સપાટી કરતા ઉપર છે. સપ્ટેમ્બર માસમાં ફુગાવો અગાઉના મહિનાના ૭%થી વધીને ૭.૪% થયો છે. ખાદ્યાન્ન ફુગાવો ૨૨ મહિનાના ઊંચા સ્તર ૮.૬%એ છે. જ્યારે કોર ઇન્ફ્લેશન ચાર મહિનાના ઊંચા સ્તર ૬.૩%એ છે. સળંગ નવમાં મહિને ફુગાવો ૬%ની અપર બેન્ડથી ઉપર છે. આમ સળંગ બીજા ક્વાર્ટરમાં ફુગાવો ૭%થી ઉપર રહ્યો છે. અનિયમિત વરસાદના લીધે ભાવમાં વધારો થયો તે ઊંચા ફુગાવા પાછળનું મુખ્ય કારણ છે. આ ઉપરાંત અનાજનો ફુગાવો પણ વધ્યો છે.
સરકારે લીધેલા પગલા અને ખરીફ પાકનું સારું ઉત્પાદન ખાદ્યાન્ન ફુગાવાની ચિંતા દૂર કરી શકે છે. આ ઉપરાંત ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન ઇન્ડેક્સ ઓગસ્ટ માસમાં ૦.૮% ઘટયો હતો. ભારે વરસાદના લીધે બાંધકામ પ્રવૃત્તિ અને વીજ માંગ પર અસર પડી છે. આમ ઉત્પાદન ક્ષેત્રે નબળી સ્થિતિ જીએસટી ઇ-વે બિલના મજબૂત આંકડાએ ઊભું કરેલું ચિત્ર ફગાવી દે છે. આ સંયોજનના લીધે ફુગાવો થોડો વધારે છે અને આઇઆઇપીમાં ઘટાડો ચિંતાની સ્થિતિ ઊભી કરે છે. જો કે આગામી મહિનાના આંકડા અને અમેરિકાના ફેડનો નીતિગત નિર્ણય ફેર પાડી શકે છે. રિઝર્વ બેન્ક હજી પણ ડિસેમ્બર સુધીમાં ચાવીરૂપ વ્યાજદરમાં ૩૫ થી ૫૦ બીપીએસનો વધારો કરી શકે છે. ગયા વર્ષના સમાન સમયગાળા દરમિયાન ફુગાવો ૪.૩૫%ના આરામપ્રદ સ્તરે હતો. રિઝર્વ બેન્કનું માનવું છે કે ફુગાવો છ ટકાની અંદર હોવો જોઈએ. રિઝર્વ બેન્ક ખર્ચ પર અંકુશ લાવીને આવકમાં વધારો મેળવવા પ્રયત્નશીલ છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.