Home વ્યાપાર જગત - BUSINESS વૈશ્વિક અને સ્થાનિક સ્તરે અનેક પ્રતિકૂળ અહેવાલો છતાં ભારતીય શેરબજારમાં તેજી તરફી...

વૈશ્વિક અને સ્થાનિક સ્તરે અનેક પ્રતિકૂળ અહેવાલો છતાં ભારતીય શેરબજારમાં તેજી તરફી રૂખ યથાવત્…!!

67
0
spanish bull in bullring

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૩૦.૦૩.૨૦૨૨ ના રોજ…..

સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૫૭૯૪૩.૬૫ સામે ૫૮૩૬૨.૮૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૫૮૧૭૬.૦૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૫૫૧.૭૮ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૭૪૦.૩૪ પોઈન્ટના ઉછાળા સાથે ૫૮૬૮૩.૯૯ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૭૩૬૮.૦૫ સામે ૧૭૫૦૧.૩૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૭૪૨૫.૦૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૧૪.૯૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૨૫.૨૫ પોઈન્ટના ઉછાળા સાથે ૧૭૪૯૩.૩૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

સપ્તાહના ત્રીજા દિવસે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત ઉછાળા સાથે થઈ હતી. યુક્રેન – રશિયા યુદ્વનો બન્ને દેશો વચ્ચે વાટાઘાટના નવા દોર પૂર્વે સીઝ – ફાયર, યુદ્વ વિરામ લાવવાના સંકેત સાથે યુદ્વનો અંત આવવાની શકયતાના અહેવાલોએ વૈશ્વિક કોમોડિટીઝ બજારોમાં ભાવો તૂટવા સાથે રશિયા – યુક્રેન વાટાઘાટના પ્રથમ દોરમાં પોઝિટીવ સંકેતે ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ ઘટીને આવતા વૈશ્વિક શેરબજારોમાં તેજી સાથે ભારતીય શેરબજારમાં પણ  ફંડોએ સાર્વત્રિક તેજી કરી હતી. સ્થાનિક શેરબજારમાં ફોરેન ફંડોની શેરોમાં સતત વેચવાલી સામે લોકલ ફંડો, મ્યુચ્યુઅલ ફંડોની અવિરત ખરીદી કરતાં રહેતાં બેંકિંગ – ફાઈનાન્સ, રિયલ્ટી, ઈન્ડસ્ટ્રીયલ, ઓટો, કેપિટલ ગુડ્સ, આઇટી અને ટેક શેરોમાં આકર્ષણે બીએસઇ સેન્સેક્સ ૭૪૦ પોઈન્ટ અને નિફટી ફ્યુચર ૧૨૫ પોઈન્ટ વધીને બંધ રહ્યા હતા.

ચાઈનામાં કોરોનાનો ઉપદ્વવ ફરી વધતાં વધેલી ચિંતાએ હેલ્થકેર ક્ષેત્રે ફરી મોટી વૃદ્વિની અપેક્ષાએ હેલ્થકેર – ફાર્માસ્યુટિકલ્સ કંપનીઓના શેરોમાં ફંડો, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરોની લેવાલી રહી હતી. ભારતીય શેરબજારોમાં આજે પણ ફંડો, મહારથીઓએ શોર્ટ કવરિંગ સાથે વેલ્યુબાઈંગ કરતાં બીએસઇ સેન્સેક્સ અને નિફટી ફ્યુચર ઉછળીને બંધ રહ્યા હતા. ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટીમાં ઉછાળા સાથે સ્મોલ, મિડ કેપ શેરોમાં લેવાલી રહેતા રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૨.૩૦ લાખ કરોડ વધીને રૂ.૨૬૩.૯૧ લાખ કરોડ નોંધાયું હતું.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૭૮% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૦૯% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર મેટલ, ઓઈલ એન્ડ ગેસ, બેઝિક મટિરિયલ્સ, પાવર, યુટિલિટીઝ, એનર્જી અને કંઝ્યુમર ડ્યુરેબલ્સ શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૫૦૯ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૩૨૨ અને વધનારની સંખ્યા ૨૦૮૩ રહી હતી, ૧૦૪ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.

બજારની ભાવિ દિશા….

મિત્રો, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા રૂપિયાને સપોર્ટ આપવા માટે યુએસ ડોલરની વેચવાલીને કારણે સતત બીજા સપ્તાહે અનામતમાં ઘટાડો નોંધાયો છે. ૧૮મી માર્ચના રોજ સમાપ્ત થયેલા સપ્તાહે ભારતના વિદેશી હૂંડિયામણમાં ૨.૫૯ અબજ ડોલરનો ઘટાડો જોવા મળ્યો છે. રિઝર્વ બેંકના સાપ્તાહિક રિપોર્ટ અનુસાર ભારતના વિદેશી હૂંડિયામણ ભંડોળમાં ૨.૫૯૭ અબજ ડોલરનો ઘટાડો થયો છે અને તે ૬૧૯.૬૭૮ અબજ ડોલર રહ્યુ છે. એફસીએની સાથે ગોલ્ડ રિઝર્વમાં ઘટાડો નોંધાયો છે. રશિયા-યુક્રેનના યુદ્ધની કટોકટીને કારણે ૧૧ માર્ચે પૂરા થયેલા સપ્તાહમાં દેશનું વિદેશી હૂંડિયામણ ભંડોળ ૯.૬ અબજ ડોલર ઘટીને ૬૨૨.૩ અબજ ડોલર થઈ ગયું હતુ. જે કોરોનાની શરૂઆત એટલે કે છેલ્લા બે વર્ષનો સૌથી મોટો સાપ્તાહિક ઘટાડો હતો.

સાપ્તાહિક રિપોર્ટ અનુસાર ફોરેન કરન્સી એસેટ ૭૦.૩ કરોડ ડોલર ઘટીને ૫૫૩.૬૫૬ અબજ ડોલરના સ્તરે પહોંચ્યું છે. ગત સપ્તાહે એફસીએમાં ૧૧ અબજ ડોલર કરતા વધુનો ઘટાડો નોંધાયો હતો. આંતરરાષ્ટ્રીય સ્તરે ભાવ ઘટતા દેશના સોનાના ભંડારમાં ૧.૮૩ અબજ ડોલર ઘટીને ૪૨.૦૧૧ અબજ ડોલર થયો છે.સમીક્ષા હેઠળના સપ્તાહમાં ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (આઇએમએફ) પાસે રહેલ સ્પેશિયલ ડ્રોઇંગ રાઇટ્સ ૬.૨ કરોડ ડોલર ઘટીને ૧૮.૮૬૫ અબજ ડોલર થયા છે. રિપોર્ટ અનુસાર આઈએમએફ પાસે રાખવામાં આવેલ દેશનું રિઝર્વ ૫.૧૪૬ અબજ ડોલર પર સ્થિર રહ્યું છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field