Home દુનિયા - WORLD વિશ્વભરમાં કોરોનાના JN.1 વેરિઅન્ટના 8 લાખ 50 હજાર નવા કેસ નોંધાયા

વિશ્વભરમાં કોરોનાના JN.1 વેરિઅન્ટના 8 લાખ 50 હજાર નવા કેસ નોંધાયા

12
0

30 દિવસમાં રેકોર્ડ બ્રેક કેસ

(જી.એન.એસ),તા.૨૩

કોરોના રોગચાળો ફરી એકવાર ફેલાવા લાગ્યો છે. કોવિડ JN-1ના નવા પ્રકારે લોકોમાં ગભરાટ ફેલાવ્યો છે. સતત વધી રહેલા કોરોના કેસોને કારણે બે વર્ષ પહેલાના ભયાનક દ્રશ્યની યાદો તાજી થવા લાગી છે. WHOએ પણ કોરોનાના વધતા કેસ અંગે ચિંતા વ્યક્ત કરી છે. WHO અનુસાર, છેલ્લા ચાર અઠવાડિયામાં વિશ્વભરમાં કોવિડ કેસોની સંખ્યામાં 52 ટકાનો વધારો થયો છે. આ સમયગાળા દરમિયાન 8 લાખ 50 હજાર નવા કેસ નોંધાયા છે. ત્યારે છેલ્લા 28 દિવસની તુલનામાં, નવા મૃત્યુની સંખ્યામાં 8 ટકાનો ઘટાડો થયો છે, અને 3 હજારથી વધુ નવા મૃત્યુ નોંધાયા છે. વૈશ્વિક સ્તરે, 1600 થી વધુ દર્દીઓ ICUમાં દાખલ છે. WHOએ પણ સતત વધી રહેલા કોરોના કેસ પર ચિંતા વ્યક્ત કરી છે..

સંસ્થાનું કહેવું છે કે તે સ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે. આ સાથે WHOનું કહેવું છે કે વધતા જતા કેસોને જોતા સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી છે. તમને જણાવી દઈએ કે વિશ્વભરમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. સિંગાપોર સૌથી ખરાબ સ્થિતિમાં છે, અહીં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. આ જ કારણ છે કે સિંગાપોરમાં માસ્ક પહેરવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે. લોકોને ભીડભાડવાળી જગ્યાએ ન જવાની સલાહ આપવામાં આવી છે. આ સાથે ઇન્ડોનેશિયા અને મલેશિયામાં પણ કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. ભારતની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં કોવિડના 752 નવા કેસ નોંધાયા છે. જે બાદ એક્ટિવ દર્દીઓની સંખ્યા વધીને 3420 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં કેરળમાં બે અને રાજસ્થાન અને કર્ણાટકમાં એક-એક દર્દીના મોત થયા છે. કેરળ દેશમાં સૌથી ખરાબ હાલતમાં છે. અહીં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleદૈનિક રાશિફળ (તા.૨૪-૧૨-૨૦૨૩)
Next articleદેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 640 કેસ નોંધાયા