Home દુનિયા - WORLD વિશ્વભરના શેરબજારોની 14 કંપનીઓ પર ઈઝરાયલ હમાસ યુદ્ધની અસર પડી

વિશ્વભરના શેરબજારોની 14 કંપનીઓ પર ઈઝરાયલ હમાસ યુદ્ધની અસર પડી

20
0

(GNS),11

ઘણા આમ તો વિચારતા હશે કે શેરબજાર તો બસ એક રમત હશે પણ શેરબજાર કોઈ બાળકોની રમત નથી અહીં મોટા મોટા લોકો અહીં તેમના પૈસા લગાવે છે તેમા કેટલાક જીતે છે તો કેટલાક પૈસા ગુમાવી બેસે છે. પૈસા ડૂબવા પાછળ માત્ર એક જ કારણ નથી, પણ અન્ય ઘણા બધા કારણો સામેલ હોય છે. ઘણી વાર એવા કારણો અસર કરે છે જેનાથી આખી સંસ્થા કે શાખા(Company) એ જે કર્યું હોય એક જ પળમાં બધું જ ગુમાવી બેશે છે અને આવા કારણો આવા કારણો ની અસર ભારતીય બજાર જ નહિ પણ વૈશ્વિક બજારને પણ ઘણું નુકશાન પહોંચે છે અને ઘણા દેશોનું અર્થતંત્રને પણ નુકશાન પહોંચે છે. ક્યારેક કોરોના જેવા વાયરસનો પ્રકોપ થાય ત્યારે શેર ભાવ તૂટી જાય છે તો ક્યારેક એ જ શેરની કિંમત સાતમાં આસમાને પહોંચી જાય છે. શેરબજારમાં રોકાણ કરાયેલા નાણાં વિશ્વભરમાં થતી વિવિધ પ્રવૃત્તિઓથી પ્રભાવિત થાય છે. ત્યારે રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધ દરમિયાન વિશ્વભરના શેરબજારો દબાણમાં જોવા મળ્યા હતા. જો કે હવે ફરી એવી જ સ્થિતી ઉભી થઈ છે વિશ્વ સમક્ષ બીજુ એક ખતરનાક યુદ્ધ ચાલી રહ્યું છે. હમાસ દ્વારા કરવામાં આવેલા હુમલા બાદ ઈઝરાયેલે યુદ્ધ જાહેર કર્યું છે. આ સમાચાર ફેલાતાની સાથે જ ભારતીય શેરબજારમાં ઘણા શેરો પર અસર જોવા મળી હતી.

ઇઝરાયલ અને હમાસ વચ્ચે શેર બજાર પર અસર થઇ જે તમને જણાવી દઈએ કે, તાજેતરમાં અદાણી પોર્ટ્સે ઈઝરાયેલમાં એક પોર્ટ હસ્તગત કર્યું છે. સ્વાભાવિક છે કે અદાણી પોર્ટ્સ શેરને આંચકો લાગ્યો. ઇઝરાયલ અને હમાસ વચ્ચેના આ યુદ્ધથી માત્ર અદાણી પોર્ટ્સ જ પ્રભાવિત નથી, પરંતુ લગભગ 14 શેરો એવા છે જેના પર સીધી અસર જોવા મળી રહી છે કે જે કંપનીઓ પર યુદ્ધની સીધી અસર થઈ છે. સોમવારની વાત કરીએ તો અદાણી પોર્ટ્સના શેરમાં 5 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. જો કે મંગળવારે અદાણી ગ્રૂપ સહિતના મોટા ભાગના શેરો ઉપર તરફ ઉઠ્યા હતા. આ સિવાય સન ફાર્મા 2 ટકા તૂટ્યો હતો. સન ફાર્મામાં ઇઝરાયેલની કંપની ટેરો ફાર્મામાં મોટો હિસ્સો છે. તેલ-અવીવ સ્થિત ટેવા ફાર્મા ફાર્મા ક્ષેત્રની અગ્રણી કંપની હોવાથી, ભારતીય જેનરિક દવા ઉત્પાદક કંપનીઓ ડૉ. રેડ્ડીઝ લેબ અને લ્યુપિનના શેરને પણ અસર થઈ હતી.

14 કંપનીઓ પર યુદ્ધની અસર જોવા મળી જેના વિષે જણાવીએ, મીડિયા રિપોર્ટ મુજબ માઈનિંગ કંપની NMDC, કલ્યાણ જ્વેલર્સ અને ટાટા ગ્રુપની કંપની ટાઈટન પણ ઈઝરાયેલ કનેક્શન ધરાવે છે. આ કંપનીઓ જ નહીં, આઈટી ક્ષેત્રની ઘણી કંપનીઓ પણ ઈઝરાયેલની કંપનીઓ સાથે મળીને કામ કરી રહી છે. તેમાં ભારતની સૌથી મોટી આઇટી સેક્ટરની કંપની ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS), વિપ્રો, ટેક મહિન્દ્રા અને ઇન્ફોસિસનો સમાવેશ થાય છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) અને લાર્સન એન્ડ ટર્બો (L&T) પણ ઈઝરાયેલમાં હાજરી ધરાવે છે. TOIના રિપોર્ટ અનુસાર, આ 14 કંપનીઓ સિવાય ઓઈલ માર્કેટિંગ કંપનીઓ પણ મધ્ય પૂર્વમાં ચાલી રહેલા વિવિધ વિવાદોને કારણે સમસ્યાનો સામનો કરી રહી છે. કારણ એ છે કે સામાન્ય ચૂંટણી પહેલા ક્રૂડ ઓઈલના વધતા ભાવને કારણે રિટેલરોને કિંમતો સ્થિર રાખવા માટે દબાણનો સામનો કરવો પડી શકે છે. એવી આશંકા હતી કે યુદ્ધ ભારત-મધ્ય પૂર્વ-યુરોપ આર્થિક કોરિડોર બનાવવાની ભારતની યોજનાઓને અસર કરી શકે છે, જેની જાહેરાત G20 સમિટમાં કરવામાં આવી હતી. IRCON, Jupiter Wagons, RVNL અને IRFC જેવા રેલવેના શેરમાં લગભગ 5-6%નો ઘટાડો જોવા મળ્યો હતો. આ કોરિડોર રેલ્વે સંબંધિત કંપનીઓ તેમજ શિપબિલ્ડીંગ ઉદ્યોગ માટે સકારાત્મક માનવામાં આવતો હતો. શિપિંગ કોર્પોરેશન સોમવાલના શેરમાં પણ લગભગ 5 ટકાનો ઘટાડો થયો હતો.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleક્વોન્ટમ એએમસીએ ક્વોન્ટમ સ્મોલ કેપ ફંડ લોન્ચ કર્યુ, ક્વોન્ટમ સ્મોલ કેપ ફંડ સાથે NFO 16 ઓક્ટોબરે ખુલશે
Next articleઆપણે નસીબદાર છીએ, આપણે એવા દેશમાં છીએ જ્યાં સુરક્ષિત છીએ : નુસરત ભરૂચા