Home દુનિયા - WORLD વિવો મોબાઈલ કંપનીએ ટેક્સથી બચવા ચીન કરોડો રૂપિયા મોકલ્યા

વિવો મોબાઈલ કંપનીએ ટેક્સથી બચવા ચીન કરોડો રૂપિયા મોકલ્યા

48
0

(જી.એન.એસ),તા.૦૮
નવીદિલ્હી
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) એ વીવો મોબાઇલ બનાવનારી કંપની અને તેની સાથે જાેડાયેલી ૨૩ કંપનીઓ પર દરોડા પાડ્યા હતા. આ દરમિયાન ૪૬૫ કરોડ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા છે. આ સિવાય ૭૩ લાખ રૂપિયા રોકડા અને ૨ કિલો સોનું પણ જપ્ત કરવામાં આવ્યું છે. ઈડીએ આ દરોડા ૩ જુલાઈએ વીવો મોબાઇલ અને તેની સાથે જાેડાયેલી કંપનીઓના ૪૮ સ્થળો પર દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન કંપની અને તેના કર્મચારીઓએ તપાસ રોકવાનો પ્રયાસ કર્યો. જેમાં ચીનના નાગરિક પણ સામેલ છે. કેટલાકે તો ડિજિટલ ડિવાઇસને છુપાવવાનો પ્રયાસ કર્યો જેથી પૂરાવા ન ભેગા કરી શકાય અને ભાગવાનો પણ પ્રયાસ કર્યો હતો. એજન્સીએ ફેબ્રુઆરી ૨૦૨૨માં દિલ્હી પોલીસમાં દાખલ એક મામલાના આધાર પર મની લોન્ડ્રિંગનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. દિલ્હી પોલીસને સ્ઝ્રછ એટલે કે સ્ૈહૈર્જંિઅ ક ર્ઝ્રિॅર્ટ્ઠિંી છકકટ્ઠૈજિ ને એક ફરિયાદ આપી હતી કે સ્/જ ય્ટ્ઠિહઙ્ઘ ઁિર્જॅીષ્ઠં ૈંહંીહિટ્ઠંર્ૈહટ્ઠઙ્મ ર્ઝ્રદ્બદ્બેહૈષ્ઠટ્ઠંર્ૈહ ઁદૃં ન્ંઙ્ઘ ના શેર હોલ્ડરે નકલી દસ્તાવેજાેનો ઉપયોગ કરી કંપનીને ખોટા સરનામા પર રજીસ્ટ્રેટ કરાવી છે. આ સ્/જ ય્ઁૈંઝ્રઁન્ કંપની ૩ ડિસેમ્બર ૨૦૧૪ના સોલન, ગાંધી નગર અને જમ્મુમાં રજીસ્ટર્ડ થઈ હતી. તપાસમાં સામે આવ્યું છે કે જે સરનામા આપવામાં આવ્યા હતા તે સરકારી ઇમારત અને સરકારી અધિકારીના ઘરના સરનામા હતા. ત્યારબાદ ઈડીએ તપાસ શરૂ કરી તો જાણવા મળ્યું કે ૧ ઓગસ્ટ ૨૦૧૪ના જ્યારે ભારતમાં વીવો મોબાઇલ જે હોંગકોંગની કંપની સ્ેઙ્મંઅ છષ્ઠષ્ઠર્ઙ્ઘિ ન્ંઙ્ઘ ની સબ્સિડરી છે, રજીસ્ટર્ડ થઈ હતી અને તેના કેટલાક મહિના બાદ એટલે કે ડિસેમ્બર ૨૦૧૪માં સ્/જ ય્ઁૈંઝ્રઁન્ રજીસ્ટર્ડ થઈ, જે નકલી સરનામા પર હતી. આ કંપનીને ચીનના ત્રણ નાગરિક મ્ૈહ ન્ર્ે, ઢરીહખ્તજરીહ ર્ંે અને ઢરટ્ઠહખ્ત ત્નૈી એ ભારતીય સીએ નિતિન ગર્ગની મદદથી બનાવ્યો હતો. તપાસમાં આગળ જાણવા મળ્યું કે માસ્ટરમાઇન્ડ મ્ૈહ ન્ર્ે પહેલા વીવોમાં ડાયરેક્ટર હતા અને તેણે દેશમાં વીવો દાખલ થતા સમયે ૧૮ કંપની બનાવી હતી અને આ સિવાય ઢરૈટૈહ ઉીૈ નામના ચીની નાગરિકે ચાર કંપની બનાવી. આ બધી કંપનીઓ વર્ષ ૨૦૧૪-૨૦૧૫ દરમિયાન બનાવવામાં આવી હતી. એજન્સીની તપાસમાં આગળ જાણવા મળ્યું કે આ કંપનીઓએ મોટી રકમ વીવો ઈન્ડિયાને ટ્રાન્સફર કરી અને આ સિવાય ભારતમાં મોબાઇલ સેલથી જે ૧,૨૫,૧૮૫ કરોડ રૂપિયા કમાયા હતા, જેમાંથી ૬૨,૪૭૬ કરોડ દેશની બહાર ચીન મોકલી દેવામાં આવ્યા, જે રકમ બહાર મોકલવામાં આવી તેને ખોટમાં દર્શાવવામાં આવી જેથી ટેક્સ આપવાથી બચી શકાય. ઈડીનું કહેવું છે કે આ મામલા સાથે જાેડાયેલો મુખ્ય આરોપી મ્ૈહ ન્ર્ે ૨૬ એપ્રિલ ૨૦૧૮થી દેશમાંથી ફરાર થઈ ગયો હતો અને બીજાે આરોપી ઢરીહખ્તજરીહ ર્ંે અને ઢરટ્ઠહખ્ત ત્નૈી વર્ષ ૨૦૨૧માં કેસ દાખલ થવાની માહિતી મળતા ફરાર થઈ ગયા છે. આ મામલાને લઈને ભારતમાં ચીનના દૂતાવાસે ઈડીની આ કાર્યવાહી પર વિરોધ વ્યક્ત કર્યો અને કહ્યું કે ચીની કંપનીને વિદેશમાં કારોબારના સમયે ત્યાંના કાયદાનું પાલન કરવાની ચેતવણી આપવામાં આવે છે, પરંતુ જે રીતે એજન્સીએ ચીની કંપની પર સતત દરોડા પાડી રહી છે, તે બિઝનેસ માટે યોગ્ય નથી અને સાથે ભારતમાં વ્યાપાર કરવાની તક પણ ખરાબ કરે છે, પરંતુ ઈડીએ કહ્યું કે કાર્યવાહી નક્કી નિયમ પ્રમાણે કરવામાં આવી અને કાયદાનું પાલન કરવામાં આવ્યું છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleમહુઆ મોઈત્રાને મમતા બેનર્જીએ માફી માંગવાની સલાહ આપી
Next articleશિવસેનાને બચાવવા આદિત્ય ઠાકરે બળવાખોરોના ક્ષેત્રમાં રેલી કાઢશે