જી.એન.એસ, તા.૧૩
રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂનો કેપ્ટન વિરાટ કોહલી પૂરી રીતે ફિટ છે. 14 એપ્રિલે બેંગલુરૂમાં મુંબઇ વિરૂદ્ધ મેચમાં તે શામેલ થશે. બુધવારે બીસીસીઆઇની મેડિકલ ટીમે વિરાટને ફિટ જાહેર કરી દીધો છે. તે 29 દિવસથી મેદાનની બહાર હતો. મહત્વપૂર્ણ છે કે ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ ત્રીજી ટેસ્ટ મેચના અંતિમ દિવસે 16 માર્ચે વિરાટને ઇજા થઇ હતી.
ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ રાંચીમાં ત્રીજી ટેસ્ટ દરમિયાન બાઉન્ડ્રી પર ફિલ્ડિંગ કરતા સમયે જમણાખભામાં ઇજા થઇ હતી. તે બાદ વિરાટે રાંચીની હોસ્પિટલમાં એમઆરાઇ કરાવ્યું હતું. ડોક્ટર્સે તેને કેટલાક દિવસ આરામ કરવાની સલાહ આપી હતી. ઇજાને કારણે વિરાટ ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ અંતિમ ટેસ્ટ મેચ પણ નહતો રમી શક્યો. બીજી તરફ વિરાટ આઇપીએલ-10ની પ્રથમ ત્રણ મેચમાં પણ નહતો રમી શક્યો. ગત સિઝનની ફાઇનલિસ્ટ રહેલી આરસીબીની આ સિઝનમાં ખરાબ શરૂઆત થઇ હતી. ટીમ આઇપીએલની પ્રથમ મેચ બેંગલુરૂ સામે હારી ગઇ હતી. બીજી મેચ દિલ્હી સામે જીત્યા બાદ પંજાબ સામે ત્રીજી મેચ હારી ગઇ હતી. ત્રણ મેચ બાદ પોઇન્ટ ટેબલમાં વિરાટની ટીમ 2 અંક સાથે છઠ્ઠા નંબરે છે. ગત મેચમાં એબી ડી વિલિયર્સની વાપસી થઇ છે. હવે વિરાટ કોહલી આવતા ટીમનું બેટિંગ ઓર્ડર મજબૂત થઇ જશે.
આ પહેલા વિરાટ કોહલીએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો હતો. આ વીડિયોમાં વિરાટ જિમ કરી રહ્યો હતો અને ખભાની એક્સરસાઇઝ કરતા પૂરી રીતે ફિટ લાગતો હતો.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.