(જી.એન.એસ),તા.૨૬
મુંબઈ,
વિમેન્સ પ્રીમિયગ લીગમાં મુંબઈ ઈન્ડિયન્સ તેની વિજયકૂચને આગળ ધપાવતા રવિવારે ગુજરાત જાયન્ટ્સ સામે પાંચ વિકેટે જીત મેળવી હતી. આ સાથે જ ગત વર્ષની ચેમ્પિયન રહેલી મુંબઈ ઈન્ડિયન્સની આ સિઝનની સળંગ બીજી જીત રહી હતી. એમિલા કેર ચાર વિકેટ ઝડપીને જ્યારે એમઆની સુકાની હરમનપ્રીત કૌરે અણનમ 46 રન કરીને સુંદર દેખાવ કર્યો હતો. કેરે બોલ વડે અને બાદમાં બેટ વડે 31 રન કરીને કમાલ કર્યો હતો અને તે પ્લેયર ઓફ ધ મેચ રહી હતી.
ગુજરાત જાયન્ટ્સના 127 રનના ટારગેટનો પીછો કરતા મુંબઈ ઈન્ડિયન્સે પાવરપ્લેમાં જ બંને ઓપનર યાસ્તિકા (7) અને હેઈલી મેથ્યુઝ (7)ની વિકેટ ગુમાવી હતી. ત્યારબાદ ઈંગ્લેન્ડની ઓલરાઉન્ડર નતાલી સિવર બ્રન્ટ (22) અને હરમનપ્રી કૌરે બાજી સંભાળતા ત્રીજી વિકેટ માટે 28 રનની ભાગીદારી કરી હતી અને નતાલી રન આઉટ થઈ ગઈ હતી. એમિલા કેરે (31) કૌરનો સાથ આપ્યો હતો અને ચોથી વિકેટ માટે બંનેએ 66 રન જોડ્યા હતા. હરમનપ્રીત 41 બોલમાં પાંચ ચોગ્ગા અને એક છગ્ગા સાથે 46 રન કરીન અણનમ રહી હતી.
ગુજરાત તરફથી તનુજાએ બે તથા લી અને કેથરિને એક-એક વિકેટ ઝડપી હતી. સિઝનની પ્રથમ મેચ રમવા ઉતરેલી ગુજરાતની ટીમમાં તૈયારીનો અભાવ જણાતો હતો અને ટોચના ક્રમની બેટર્સ નિષ્ફળ નિવડી હતી. ગુજરાતની ટીમે 10.1 ઓવરમાં 58 રનમાં જ પાંચ વિકેટ ગુમાવી હતી. ટોચની પાંચ બેટર્સ પૈકી એકમાત્ર સુકાની બેથ મૂની 24 રન નોંધાવી શકી હતી.
લોઅર મિડલ ઓર્ડરની બેટર કેથરિન બ્રાઈસે 25 રનની અણનમ ઈનિંગ્સ રમી હતી. આ ઉપરાંત નવમાં ક્રમની તનુજા કંવરે સર્વોચ્ચ 28 રન ફટકારતા ટીમનો સ્કોર માંડ 120ને પાર પહોંચ્યો હતો. મુંબઈ તરફથી એમિલા કેરે 17 રન આપીને ચાર વિકેટ જ્યારે શબનિમ ઈસ્માઈલે 18 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી. નતાલી અને હેઈલઈએ એક-એક સફળતા અપાવી હતી.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.