Home દેશ - NATIONAL વિપક્ષી પાર્ટીઓ પોતાના બાળકોને સેટ કરવામાં લાગેલી છે અને મોદી દેશની જનતાના...

વિપક્ષી પાર્ટીઓ પોતાના બાળકોને સેટ કરવામાં લાગેલી છે અને મોદી દેશની જનતાના સંતાનોનુ ભવિષ્ય બનાવવા માટે જાત ખપાવે છે અને દિવસ રાત મહેનત કરે છે: વડાપ્રધાન મોદી

13
0

(જી.એન.એસ) તા. 22

બાંસવાડા,

 વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે લોકસભા ચૂંટણીના પ્રચાર અર્થે રાજસ્થાનના પ્રવાસે હતા. પીએમ મોદીએ પહેલા જાલૌરમાં રેલી કરી ત્યારરબાદ બાંસવાડા પહોંચ્યા હતા. અહીં વિજય શંખનાદ રેલીને સંબોધિત કરી અને તેમણે શરૂઆતમાંજ કહ્યું હતું કે, આ મોદીને તમે ઓળખો છો. હું તો આપના માટે એક પ્રકારે ઘરનો જ છું. પીએમ મોદીએ કહ્યુ આપના સપનાને પુરા કરવા માટે આ મોદી આપ લોકો પાસેથી આશિર્વાદ માગવા માટે આવ્યો છે. બાંસવાડા અને ડુંગરપુર જે ત્રણ લાખ પરિવારોને પાક્કા મકાનો મળ્યા છે. તેમા મોટી સંખ્યામાં મારા આદિવાસી પરિવાર છે. 

વિજય શંખનાદ રેલીને સંબોધિત કરતાં વડાપ્રધાન મોદી એ પરિવારવાદને લઈને કોંગ્રેસ અને ઇન્ડી ગઠબંધનમાં સામેલ વિપક્ષી પાર્ટીઓ પર આકરા પ્રહાર કર્યા હતા, પીએમ  મોદીએ કહ્યુ વિપક્ષી પાર્ટીઓ તેમના બાળકોને સેટ કરવામાં લાગેલી છે. જ્યારે મોદી દેશની જનતાના સંતાનોનુ ભવિષ્ય બનાવવા માટે જાત ખપાવે છે અને દિવસ રાત મહેનત કરે છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ભાજપ ગરીબોના કલ્યાણ માટે સમર્પિત છે. ભાજપ ઈમાનદારીથી કામ કરે છે. પરંતુ કોંગ્રેસની દુકાનમાં ભ્રષ્ટાચાર જ વેચાય છે. કોંગ્રેસે હંમેશા દલિતો, આદિવાસીઓ અને લઘુમતીઓને ડરાવ્યા છે અને આજે પણ અનેક પ્રકારના ડર અને જુઠાણા ફેલાવી રહી છે. પરંતુ હવે તેમનુ જુઠાણુ નહીં ચાલે. ભાજપની ચૂંટણી સંકલ્પ પત્રનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યુ કે દેશમાં 70 વર્ષ ઉપરના વૃદ્ધોની સારવારનો ખર્ચ હવે મોદી ઉઠાવશે. આ મોદીની ગેરંટી છે. વૃદ્ધોના ઈલાજનો 5 લાખ રૂપિયા સુધીનો ખર્ચ દિલ્હીમાં બેસેલો તેમનો આ દીકરો ઉઠાવશે. એક એવી સરકાર જે દેશમાં ભવિષ્યને ધ્યાને રાખી ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્મામ કરી શકે. અમારો 10 વર્ષનો ટ્રેક રેકોર્ડ છે. આ કામ ફક્ત ભાજપ જ કરી શકે છે.

વડાપ્રધાન મોદીએ વધુમાં જણાવી હતું કે, દેશમાં બંધારણ અને અનામતને લઈને અનેક પ્રકારના જુઠાણા ફેલાવાઈ રહ્યા છે. પરંતુ કોંગ્રેસને ખબર નથી કે ભારત હવે ડરથી બહાર નીકળી ગયુ છે. આજે દેશભરમાં જે-જે રાજ્યોમાં આદિવાસીઓની વસ્તી છે ત્યાં કોંગ્રેસ કાં તો સત્તાથી બહાર છે કાં તો ત્રીજા ચોથા નંબરે છે આ આદિવાસી સમાજનો આક્રોશ છે. આ આક્રોશના યોગ્ય કારણો છે. જ્યારે પંજાબથી પાર્લામેન્ટ સુધી કોંગ્રેસની સરકાર હતી ત્યારે શું આદિવાસી સમાજ હતો કે નહીં. પ્રભુ રામચંદ્રજીના જમાનામાં આદિવાસી સમાજ હતો કે નહીં ? પરંતુ તેને અલગ મંત્રાલય બનાવવાની જરૂર ન પડી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleસુપ્રીમ કોર્ટે 30 સપ્તાહની પ્રેગનન્ટ બળાત્કારની સગીર પીડિતાને ગર્ભપાત કરાવવાની મંજૂરી આપી
Next articleકૉંગ્રેસ સત્તામાં આવશે તો CAA ખતમ કરીશું: ચિદમ્બરમ