(GNS),26
હોલિવૂડ સ્ટાર વિન ડીઝલની ફાસ્ટ એક્સ ફિલ્મને ભારતમાં પહેલા દિવસે સારો રિસ્પોન્સ મળ્યો છે. ૮ દિવસમાં આ ફિલ્મે રૂ.૮૦.૮૫ કરોડનું બોક્સઓફિસ કલેક્શન મળ્યું છે. રિલીઝની શરૂઆતના દિવસોમાં આ ફિલ્મ ખૂબ મજબૂત રહી હતી, પરંતુ ધીમે-ધીમે કલેક્શન ઘટવા માંડ્યું હતું.
પહેલા વીકમાં આ ફિલ્મે રૂ.૬૧ કરોડની આવક મેલવી હતી.
બોક્સઓફિસના આંકડા મુજબ, બીજા અઠવાડિયે સોમવારે ફાસ્ટ એક્સને રૂ.૬ કરોડ, મંગળવારે રૂ.૫.૨૦ કરોડ, બુધવારે રૂ.૪.૫૦ કરોડ અને ગુરુવારે રૂ.૪.૧૫ કરોડનું કલેક્શન મળ્યં હતું.
આ ફિલ્મ બીજા અઠવાડિયે પણ બોક્સઓફિસ પર અડીખમ હોવાથી ૧૦૦ કરોડની ક્લબમાં સમાવેશ નિશ્ચિત મનાય છે.
ફાસ્ટ સિરીઝની સાતમી ફિલ્મે ભારતમાં રૂ.૧૦૭ કરોડ અને ફાસ્ટ ૮ને રૂ.૮૬ કરોડનું લાઈફ ટાઈમ કલેક્સન મળ્યું હતું. રવિવાર સુધીમાં આ બંને ફિલ્મો કરતાં સારું પ્રદર્શન ફાસ્ટ એક્સનું જોવા મળે તેવી શક્યતા છે. ફાસ્ટ એક્સને ભારતમાં મળેલા બિઝનેસમાં ૫૦ટકા ફાળો હિન્દી ડબિંગનો છે.
એક્શન ફિલ્મોમાં ભારતની સૌથી લોકપ્રિય ફ્રેન્ચાઈઝીમાં ફાસ્ટ એન્ડ ફ્યુરિયસનો સમાવેશ થાય છે અને તેા ચાહકોમાં સતત વધારો થઈ રહ્યા છે. ટ્રેડ એક્સપર્ટ્સનું માનવું છે કે, ફાસ્ટ એક્સને પહેલા વીકેન્ડમાં ૩૫ કરોડનું કલેક્શન મળ્યું હતું.
બીજા વીકમાં પણ આ જ પ્રકારનો રિસ્પોન્સ જોવા મળે તો આ ફિલ્મ માટે રૂ.૧૨૦ કરોડથી વધુનું કલેક્શન મેળવી શકે છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.