Home રમત-ગમત Sports એશિયા કપના આયોજન અંગે અંતિમ નિર્ણય IPL ફાઈનલ બાદ લેવાશે : જય...

એશિયા કપના આયોજન અંગે અંતિમ નિર્ણય IPL ફાઈનલ બાદ લેવાશે : જય શાહ

38
0

(GNS),26

એશિયા કપ ક્યા સ્થળ યોજાશે તે અંગેનો અંતિમ નિર્ણય ટાટા ઈન્ડિયન પ્રીમિયર લીગની અમદાવાદમાં રમાનાર ફાઈનલ બાદ લેવાશે તેમ ભારતીય ક્રિકેટ બોર્ડના સેક્રેટરી જય શાહે જણાવ્યું હતું.

આઈપીએલની ફાઈનલ 28મી મેએ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિમમાં યોજાશે. ફાઈનલ દરમિયાન એશિયન ક્રિકેટ કાઉન્સિલના ટોચના હોદ્દેદારો પણ ઉપસ્થિત રહેશે તેમ ગુરુવારે જય શાહે જણાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે આ વર્ષે એશિયા કપ વન-ડે ફોરમેટમાં રમાશે પરંતુ તેના આયોજન સ્થળને લઈને અસમંજસતા રહેલી છે. ચાલુ વર્ષે 1-17 સપ્ટેમ્બર વચ્ચે એશિયા કપનું આયોજન થશે.

બીસીસીઆઈ સેક્રેટરી જય શાહે જણાવ્યું કે, હાલના તબક્કે એશિયા કપનું આયોજન ક્યાં કરવું તે અંગે કોઈ અંતિમ નિર્ણય લેવાયો નથી. અમે આઈપીએલ ફાઈનલની તૈયારીઓમાં વ્યસ્ત છીએ.

આઈપીએલ ફાઈનલ જોવા માટે શ્રીલંકા ક્રિકેટ, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડના ટોચના હોદ્દેદારો પણ ઉપસ્થિત રહેશે. ત્યારે અમે આ ગાળામાં એશિયા કપ ક્યાં યોજવો તે અંગે વિમર્શ કર્યા બાદ અંતિમ નિર્ણય કરીશું.

ચાલુ વર્ષે એશિયા કપની યજમાની પાકિસ્તાન પાસે છે પરંતુ ભારતીય ટીમ કેન્દ્રની મંજૂરી વગર પાકિસ્તાન રમવા નહીં જાય.

બોર્ડ સેક્રેટરીએ ભારતીય ટીમ પાકિસ્તાન રમવા નહીં જાય તે અંગેની સ્પષ્ટતા કર્યા બાદ પાક. ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ નજમ શેઠીએ ભારત-પાક.ની મેચ અંગે હાઈબ્રિડ મોડલ રજૂ કર્યું હતું જે મુજબ ભારતની મેચ યુએઈમાં રમાડવાનો પ્રસ્તાવ રજૂ કરાયો હતો.

સૂત્રોના મતે શેઠીના પ્રસ્તાવિત હાઈબ્રિડ મોડલ મુજબ શ્રીલંકા, બાંગ્લાદેશ, નેપાળ અને અફઘાનિસ્તાનની મેચો પાકિસ્તાનમાં યોજાશે જ્યારે ભારતની મેચ તટસ્થ સ્થળે યોજાશે. આ મોડલને વચગાળાના સમાધાન તરીકે અપનાવી શકાય છે પરંતુ એસીસી દ્વારા હાલ સત્તાવાર રીતે કોઈ જાહેરાત કરાઈ નથી.

અન્ય વિકલ્પ તરીકે ભારત-પાક.ના બે મુકાબલા શ્રીલંકામાં યોજાય તેવી શક્યતા છે જો કે પીસીબી દુબઈમાં રમાડવા મક્કમ છે. એસીસીના વડા જય શાહ આગામી સમયમાં એક્ઝિક્યુટીવ બેઠક બોલાવી શકે છે જેમાં એશિયા કપની સત્તાવાર જાહેરાત થવાની સંભાવના છે.

પાક. બોર્ડને ભારતની મેચ તટસ્થ સ્થળે રમાડવા કોઈ વાંધો નથી પરંતુ તે દુબઈમાં યોજવા દબાણ કરી રહ્યું છે જેથી તેને પાંચ લાખ યુએસ ડોલરની કમાણી થઈ શકે.

જો અન્ય સ્થળે મેચ યોજાય છે તો એસીસી તેટલી રકમ બોર્ડને આપે તેવો આગ્રહ પાક. બોર્ડ રાખી રહ્યું છે તેમ એસીસીના સૂત્રએ નામ ગુપ્ત રાખવાની શરતે જણાવ્યું હતું.

પાકિસ્તાન દ્વારા અગાઉ એમ જણાવાયું હતું કે, વન-ડે વર્લ્ડ કપ રમવાનો નિર્ણય સરકારની મંજૂરીને આધિન રહેશે અને તે એશિયન કપની યજમાનીના પરિપ્રેક્ષ્યને આધારે થશે.

જો કે પાકિસ્તાનની આ માગ બાલિશ છે કારણ કે બીસીસીઆઈ અથવા આઈસીસી કે વર્લ્ડ કપ બ્રોડકાસ્ટર્સમાંથી કોઈપણ ભારત અને પાકિસ્તાનની વર્લ્ડ કપ મેચ બાંગ્લાદેશમાં રમાડવા સહમત નહીં થાય.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleવિન ડીઝલની ફાસ્ટ Xને 8 દિવસમાં 81 કરોડનું કલેક્શન કર્યું
Next articleદૈનિક રાશિફળ (તા.૨૮-૦૫-૨૦૨૩)