રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૬.૦૮.૨૦૨૨ ના રોજ…..
BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૫૮૭૭૪.૭૨ સામે ૫૯૦૫૦.૬૭ પોઈન્ટના મથાળેથી ખુલીને ૫૮૭૨૨.૬૯ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૫૯૮.૯૬ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૫૯.૧૫ પોઈન્ટના ઉછાળા સાથે ૫૮૮૩૩.૮૭ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૭૫૮૮.૪૦ સામે ૧૭૬૭૭.૩૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૭૬૦૨.૦૫ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૬૨.૯૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૮૯.૬૦ પોઈન્ટના ઉછાળા સાથે ૧૭૬૭૮.૦૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
સપ્તાહના અંતિમ દિવસે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત ઉછાળા સાથે થઈ હતી, ગઇકાલે ડેરિવેટીવ્ઝમાં ઓગસ્ટ વલણનો અંત અપેક્ષિત અફડાતફડીએ આવ્યા બાદ આજે વૈશ્વિક મોરચે યુ.એસ. ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં ૦.૭૫% જેટલો વધારો થવાના અહેવાલો છતાં આજે ઇન્ડેક્સ બેઝડ બે – તરફી વધઘટ સાથે મેટલ, કંઝ્યુમર ડ્યુરેબલ્સ, યુટિલિટીઝ, કેપિટલ ગુડ્સ, ઈન્ડસ્ટ્રીયલ અને પાવર શેરોમાં ફંડોની તેજીએ ભારતીય શેરબજાર પોઝિટીવ ઝોનમાં બંધ રહ્યું હતું. વૈશ્વિક બજારોની અનિશ્ચિત ચાલની સામે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર દ્વારા ફુગાવો ટોચ બનાવી ચૂક્યો હોવાના અને બે વર્ષમાં ૪%ના સ્તરે લાવી શકવાનો આશાવાદ વ્યક્ત કરવામાં આવતાં અને પીએસયુ બેંકોમાં ડિસઈન્વેસ્ટમેન્ટને વેગ આપવા આઈડીબીઆઈ બેંકમાં ૫૧% હોલ્ડિંગ વેચવાના નિવેદને આજે ભારતીય શેરબજારમાં ફંડોનું આકર્ષણ રહ્યું હતું.
ફુગાવાને અંકુશમાં લેવાના પગલાં હાલ તુરત સફળ પૂરવાર થવા લાગી વિશ્વ બજારમાં કોમોડિટીઝ, વિવિધ કાચામાલોના ભાવમાં તીવ્ર ઘટાડો કોર્પોરેટ વિશ્વ માટે પોઝિટીવ પરિબળ બનતાં શેરબજારોના સેન્ટીમેન્ટમાં ઝડપી સુધારો થવાના અહેવાલ વચ્ચે સ્મોલ, મિડ કેપ શેરોમાં લેવાલીએ બીએસઇ સેન્સેક્સ ૫૯ પોઈન્ટ અને નિફટી ફ્યુચર ૮૯ પોઈન્ટ વધીને બંધ રહ્યા હતા. ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટીમાં ઉછાળા સાથે સ્મોલ, મિડ કેપ શેરોમાં લેવાલી છતાં રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૦.૩૯ લાખ કરોડ ઘટીને રૂ.૨૭૬.૯૬ લાખ કરોડ રહ્યું હતું.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૪૦% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૩૫% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર રિયલ્ટી, એફએમસીજી અને હેલ્થકેર શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૫૬૭ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૪૨૮ અને વધનારની સંખ્યા ૧૯૯૧ રહી હતી, ૧૪૮ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.
બજારની ભાવિ દિશા….
મિત્રો, ફોરેકસ રિઝર્વના મજબૂત આંક અને બહારી દેવાની મર્યાદિત સ્થિતિ કોઈપણ બહારી આંચકાને પહોંચી વળવામાં ભારતને મદદરૂપ થઈ શકશે એમ એસએન્ડપીએ જણાવ્યું હતું. વર્તમાન વર્ષના અંત સુધીમાં ભારતનું ફોરેકસ રિઝર્વ ફરી પાછું ૬૦૦ અબજ ડોલરના આંકને આંબી જવાની પણ એસએન્ડપી દ્વારા ધારણાં મૂકવામાં આવી છે. ૧૨ ઓગસ્ટના સપ્તાહના અંતે દેશના ફોરેકસ રિઝર્વનો આંક ૫૭૦.૭૪ અબજ ડોલર રહ્યો હતો જે ગયા વર્ષના સપ્ટેમ્બરમાં ૬૪૨ અબજ ડોલરની ઓલ ટાઈમ હાઈ સપાટીએથી નોંધપાત્ર નીચો હતો.
હાલમાં ભારત જે સાઈકલિકલ પડકારોનો સામનો કરી રહ્યું છેતે સામે ટકી રહેવા તેણે આ અગાઉ જ ફોરેકસ રિઝર્વ ઊભું કરી દીધું છે. ટૂંકા ગાળાના દબાણો તરફથી ભારતની આર્થિક સદ્ધરતા સામે કોઈ જોખમ જણાતું નથી. એસએન્ડપી ભારત માટે સ્થિર આઉટલુક સાથે બીબીબી- રેટિંગ ધરાવે છે. વર્તમાન નાણાં વર્ષમાં ભારતનો આર્થિક વિકાસ દર ૭.૩૦% રહેવાની ધારણાં છે. ડોલર સામે રૂપિયાનો વિનિમય દર ઘટયો છે. વર્તમાન વર્ષમાં ડોલર સામે રૂપિયો અંદાજીત ૭% ઘટ્યો છે, પરંતુ પોતાના હરિફ ઊભરતા દેશોની સરખામણીએ ભારતીય ચલણની સ્થિતિ ડોલર સામે સારી છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.