Home વ્યાપાર જગત - BUSINESS વિદેશી રોકાણકારોનું દરેક ઘટાડે લેવાલીનું આકર્ષણ જળવાઈ રહેતાં ભારતીય શેરબજારમાં સુધારા તરફી...

વિદેશી રોકાણકારોનું દરેક ઘટાડે લેવાલીનું આકર્ષણ જળવાઈ રહેતાં ભારતીય શેરબજારમાં સુધારા તરફી ચાલ યથાવત્…!!

48
0

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૪.૦૮.૨૦૨૨ ના રોજ…..

BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૫૯૦૩૧.૩૦ સામે ૫૮૮૫૩.૩૨ પોઈન્ટના મથાળેથી ખુલીને ૫૮૭૬૦.૦૯ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૪૧૦.૭૮ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૫૪.૧૩ પોઈન્ટના ઉછાળા સાથે ૫૯૦૮૫.૪૩ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૭૫૮૫.૫૫ સામે ૧૭૫૫૨.૧૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૭૪૯૫.૦૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૪૦.૩૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૨૪.૧૦ પોઈન્ટના ઉછાળા સાથે ૧૭૬૦૯.૬૫ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

સપ્તાહના ત્રીજા દિવસે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત ઘટાડા સાથે થઈ હતી, ફુગાવાને અંકુશમાં લેવાની કવાયત ચાલુ રાખીને યુ.એસ.ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં તીવ્ર વધારો કરવાનું ચાલુ રહેવાના અહેવાલ અને અમેરિકી ડોલરની વૈશ્વિક ચલણો સામે સતત મજબૂતીને લઈ વૈશ્વિક મંદીના ફફડાટે ગઈકાલે અમેરિકી શેરબજારોમાં ઘટાડા પાછળ આજે એશીયાના બજારોમાં સાવચેતી સાથે ભારતીય શેરબજારમાં પણ ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો ગઈકાલે ફરી શેરોમાં નેટ વેચવાલ ઘટાડો જોવા મળ્યો હતો, જો કે ફુગાવો સતત ઘટીને આવતાં અને ક્રુડ ઓઈલના તૂટતાં ભાવોએ એડવાન્ટેજ ઈન્ડિયા બની રહી કોર્પોરેટ ઈન્ડિયાની આગામી દિવસોમાં સારી કામગીરીની અપેક્ષાએ વિદેશી સંસ્થાકીય રોકાણકારો, ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો – એફપીઆઈઝની ભારતીય શેરબજારમાં ઘટાડે ખરીદી કરતાં બજાર નેગેટીવ ઝોનમાંથી ફરી પોઝિટીવ જોનમાં આવી ગયું હતું.

આ સાથે તાઈવાન મામલે ચાઈનાનું વલણ કૂણું પડતાં જીઓપોલિટીકલ ટેન્શન પણ હળવું થવા સાથે આઇટી, ટેક, કંઝ્યુમર ડ્યુરેબલ્સ, ઓઇલ એન્ડ ગેસ અને ઓટો શેરોમાં ફંડોના પ્રોફિટ બુકિંગ સામે રિયલ્ટી, ઈન્ડસ્ટ્રીયલ, ટેલિકોમ, કેપિટલ ગુડ્સ, બેન્કેક્સ અને ફાઇનાન્સ શેરોમાં ફંડોની લેવાલીએ બીએસઇ સેન્સેક્સ ૫૪ પોઈન્ટ અને નિફટી ફ્યુચર ૨૪ પોઈન્ટ વધીને બંધ રહ્યા હતા. ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટીમાં ઉછાળા સાથે સ્મોલ, મિડ કેપ શેરોમાં લેવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૦.૮૮ લાખ કરોડ વધીને રૂ.૨૭૬.૧૬ લાખ કરોડ રહ્યું હતું.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૮૦% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૭૩% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ માત્ર આઇટી, ટેક, કંઝ્યુમર ડ્યુરેબલ્સ, ઓઇલ એન્ડ ગેસ અને ઓટો શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૫૪૬ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૨૯૨ અને વધનારની સંખ્યા ૨૧૧૨ રહી હતી, ૧૪૨ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.

બજારની ભાવિ દિશા….

મિત્રો, વિદેશી રોકાણકારોની રિ-એન્ટ્રી, ભારતીય શેરમાર્કેટમાં તેજી, ડોલરમાં નરમાઈ-રૂપિયામાં તેજી અને ક્રૂડમાં મંદી ચાલ વચ્ચે પણ ગત સપ્તાહે ભારતના વિદેશી હૂંડિયામણ અનામતમાં ફરી ઘટાડો નોંધાયો છે. રિઝર્વ બેંકના આંકડા અનુસાર ૧૨ ઓગસ્ટના રોજ પૂરા થયેલા સપ્તાહમાં દેશનું વિદેશી હૂંડિયામણ ભંડોળ ૨.૨૩૮ અબજ ડોલર ઘટીને ૫૭૦.૭૪ અબજ ડોલર થયું છે. તો તેની અગાઉ ૫ ઓગસ્ટના રોજ પૂરા સપ્તાહમાં ફોરેક્સ રિઝર્વ ૮૯.૭ કરોડ ડોલર ઘટીને ૫૭૨.૯૭૮ અબજ ડોલર થયું હતુ. રિઝર્વ બેન્ક દ્વારા જાહેર કરાયેલા સાપ્તાહિક આંકડા અનુસાર ૧૨ ઓગસ્ટના રોજ પૂરા થયેલા સપ્તાહમાં ફોરેક્સ રિઝર્વમાં ઘટાડો ફોરેન કરન્સી એસેટ્સ (એફસીએ)માં ઘટાડાને કારણે થયો હતો.

પેન્ડેમિકે ન ખમી શકાય તેવા આંચકા આપ્યા છે જોકે હવે તેની અસર ઓછી થઈ રહી છે. વર્ષ ૨૦૧૩ થી ૨૦૧૯ના ગાળાની સાઈકલિકલ મંદી પૂરી થઈ છે અને તેની માંગ નીકળી રહી હોવાનું એમ સ્ટેન્લી દ્વારા એક રિપોર્ટમાં જણાવાયું હતું. દેશનું અર્થતંત્ર સંપૂર્ણ રીતે ખૂલી ગયું છે અને રોજગાર નિર્માણ તથા આવક વૃદ્ધિને  પગલે આવનારા ત્રિમાસિક ગાળામાં ભારતમાં ઉપભોગમાં વધારો થશે એમ પણ રિપોર્ટમાં અપેક્ષા વ્યકત કરવામાં આવી છે. ક્રુડ તેલ તથા કોમોડિટીઝના ભાવ માર્ચ ૨૦૨૨ની ઊંચી સપાટીએથી ૨૩ થી ૩૭% જેટલા ઘટયા છે. આને કારણે ભારતનું ફોરેકસ રિઝર્વ ફરી વધશે અને ફુગાવો નીચે આવશે, એટલું જ નહીં આરબીઆઈએ દરમિયાનગીરી કરવી નહી પડે અને રેપો રેટમાં મોટો વધારો કરવો નહીં પડે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field