Home વ્યાપાર જગત - BUSINESS વિદેશી ફંડો દ્વારા દરેક ઉછાળે વેચવાલીએ ભારતીય શેરબજારમાં સાવચેતી યથાવત્ રહેશે…!!

વિદેશી ફંડો દ્વારા દરેક ઉછાળે વેચવાલીએ ભારતીય શેરબજારમાં સાવચેતી યથાવત્ રહેશે…!!

41
0

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૬.૦૯.૨૦૨૨ ના રોજ…..

BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૫૯૨૪૫.૯૮ સામે ૫૯૨૮૫.૩૬ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૫૮૯૭૪.૨૬ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૫૯૨.૪૧ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૪૮.૯૯ પોઈન્ટના ઘટાડા સાથે ૫૯૧૯૬.૯૯ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૭૭૧૦.૦૦ સામે ૧૭૭૩૦.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૭૬૦૦.૦૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૮૮.૫૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૨૬.૦૫ પોઈન્ટના ઘટાડા સાથે ૧૭૬૮૩.૯૫ પોઈન્ટ બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

સપ્તાહના બીજા દિવસે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત સામાન્ય ઉછાળા સાથે થઈ હતી. વૈશ્વિક અર્થતંત્ર સામે મંદીનો ભય ઝળુંબી રહ્યો હોવા સાથે વૈશ્વિક ચલણોનું અમેરિકી ડોલર સામે થઈ રહેલું સતત ધોવાણ સંકટમાં વધારો કરી રહ્યું છે, ત્યારે ચાઈના દ્વારા કોરોનાના કેસોને લઈ લોકડાઉનને લઈ વધતાં પડકાર  સાથે સ્ટીમ્યુલસની તૈયારી વચ્ચે સીઆરઆરમાં ઘટાડો થવાના અહેવાલ વચ્ચે આજે ભારતીય શેરબજારમાં ફંડોએ પાવર – યુટીલીટીઝ શેરોની આગેવાની સાથે ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો, એફઆઈઆઈની ભારતીય શેરબજારોમાં આકર્ષક વેલ્યુએશને શરૂઆતી તબક્કામાં તેજી કરી હતી, જો કે ઉછાળે નફારૂપી વેચવાલી નોંધાતા ભારતીય શેરબજાર સામાન્ય ઘટાડા સાથે બંધ રહ્યું હતું.

યુરોપના દેશોમાં પાવર કટોકટી સાથે બ્રિટન સહિત યુરોપમાં આર્થિક સંકટ  ઘેરાઈ રહ્યું હોઈ ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ પણ ઓપેકની મીટિંગમાં અપેક્ષાથી ઓછો ઉત્પાદન કાપ કરવામાં આવતાં આજે ભારતીય શેરબજારમાં ઉછાળે વેચવાલી કરતાં ભારતીય શેરબજારમાં ઊંચા મથાળેથી ઘટાડો જોવા મળ્યો હતો. ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટી ફ્યુચરમાં ઘટાડા સામે સ્મોલ, મિડ કેપ શેરોમાં લેવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન અંદાજીત  રૂ.૦.૫૧ કરોડ વધીને રૂ.૨૮૦.૩૩ લાખ કરોડ રહ્યું હતું.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૪૭% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૧૦% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર એફએમસીજી, બેન્કેક્સ, આઈટી, ફાઈનાન્સ, ઓટો, સીડીજીએસ અને ટેલિકોમ શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૫૮૮ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૬૬૫ અને વધનારની સંખ્યા ૧૭૮૯ રહી હતી, ૧૩૪ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.

બજારની ભાવિ દિશા…. મિત્રો, દેશના આર્થિક વિકાસ દરની વર્તમાન ગતિને જોતા ભારત વર્ષ ૨૦૨૯માં ત્રીજું મોટું અર્થતંત્ર બનવાની તૈયારીમાં છે. એમ એક રિપોર્ટમાં આશા વ્યકત કરવામાં આવી હતી. ભારતે વર્ષ ૨૦૧૪થી મોટા માળખાકીય ફેરબદલો હાથ ધર્યા છે અને હાલમાં તે વિશ્વનું પાંચમુ મોટું અર્થતંત્ર છે. યુકેને પછાડીને ભારત ડિસેમ્બર ૨૦૨૧માં જ પાંચમુ મોટું અર્થતંત્ર બની ગયું હતું. વૈશ્વિક જીડીપીમાં ભારતનો હિસ્સો હાલમાં ૩.૫૦% છે  જે ૨૦૧૪માં ૨.૬૦% હતો. વર્ષ ૨૦૨૭માં વૈશ્વિક જીડીપીમાં ભારતનો હિસ્સો ૪% પહોચી જવાની પણ રિપોર્ટમાં અપેક્ષા વ્યકત કરવામાં આવી છે. વર્ષ ૨૦૧૪માં ભારત વિશ્વમાં દસમુ મોટું અર્થતંત્ર હતું જે જે પંદર વર્ષના ગાળામાં એટલે કે ૨૦૨૯માં  સાત ક્રમ આગળ વધી ત્રીજું મોટું અર્થતંત્ર બની રહેશે. ભારતના હાલના આર્થિક વિકાસ દરની ગતિને જોતા ૨૦૨૭માં તે જર્મનીને અને ૨૦૨૯માં જાપાનને પાછળ મૂકી દેશે. નવા ઈન્વેસ્ટમેન્ટસ આકર્ષવામાં ચીનની મંદ ગતિને જોતા આવનારા દિવસોમાં ભારતને તેનો લાભ મળી રહેશે. યુકેને પછાડી ભારત વિશ્વનું પાંચમુ મોટું અર્થતંત્ર બન્યું હોવાનું ઈન્ટરનેશનલ મોનિટરી ફન્ડે પણ ગત સપ્તાહે એક રિપોર્ટમાં જણાવ્યું હતું, ઉપરાંત દેશમાં પહેલીવાર ડીમેટ ખાતાની સંખ્યા ૧૦ કરોડને વટાવી ગઈ છે. ડીમેટ ખાતાઓની વધતી સંખ્યાનો અર્થ એ છે કે હવે વધુને વધુ લોકો શેરબજારમાં રોકાણ કરી રહ્યા છે અથવા રોકાણ કરવાની યોજના બનાવી રહ્યા છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleવડોદરા શહેરનમાં તળાવમાં એવી તો કેટલી શ્રીજીની મૂર્તિઓ ફેંકવામાં આવી કે વીડિયો વાઇરલ થતાં ભારે સર્જાયો વિવાદ
Next articleરાજકોટમાં એક શો-રૂમના સંચાલકે હિસાબના બહાને તેની કર્મચારી યુવતીને ઘરે બોલાવી દુષ્કર્મ આચર્યું
Nikhil Bhatt is a SEBI registered individual Research Analyst under the SEBI (Research Analysts) Regulations, 2014 is an entrepreneur, global thought leader with a sound understanding trend of BSE, NSE, financial industry segments and investment trends. According to Nikhil Bhatt, “Our mission is to spread financial awareness and improve financial literacy in a concise, simple and easy-to-understand manner. Backed by scientific research, ethical principles and reliable data, our publications benefit and guide the Indian financial / non financial community like merchants, managers, investors, traders and readers. We seek to make investment decisions more objective and mature”.