રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૨.૦૯.૨૦૨૨ ના રોજ…..
BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૫૯૭૯૩.૧૪ સામે ૫૯૯૧૨.૨૯ પોઈન્ટના મથાળેથી ખુલીને ૫૯૯૧૨.૨૯ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૩૭૨.૨૬ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૩૨૧.૯૯ પોઈન્ટના ઉછાળા સાથે ૬૦૧૧૫.૧૩ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૭૮૬૬.૪૫ સામે ૧૭૯૦૦.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૭૮૭૨.૧૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૫૨.૩૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૮૬.૯૫ પોઈન્ટના ઉછાળા સાથે ૧૭૯૫૩.૪૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત ઉછાળા સાથે થઈ હતી. વિદેશી ફંડો દ્વારા આજે પણ ભારતીય શેરબજારમાં નવી લેવાલી ચાલુ રહેતાં સતત ત્રીજા દિવસે તેમજ સપ્તાહના પ્રથમ દિવસે બજાર પોઝીટીવ ઝોનમાં બંધ રહ્યું હતું. આજે વૈશ્વિક બજારોના સુધારા પાછળ ફોરેન ફંડો દ્વારા નવી લેવાલી હાથ ધરાતા કામકાજના પ્રારંભિક તબક્કામાં જ બીએસઇ સેન્સેક્સે ઇન્ટ્રા ડે ૬૦,૦૦૦ પોઈન્ટની અને નિફ્ટી ફ્યુચરે ૧૮૦૦૦ પોઈન્ટની મહત્વની સપાટી કૂદાવી હતી. નવી લેવાલી પાછળ આજે બેઝિક મટિરિયલ્સ, કંઝ્યુમર ડ્યુરેબલ્સ, આઈટી અને ટેક તેમજ પસંદગીના સ્મોલ કેપ તેમજ મિડ કેપ શેરોમાં સુધારો આગળ વધ્યો હતો. બીએસઇ સેન્સેક્સમાં નોંધાયેલ સુધારાના પગલે આજે રોકાણકારોની સંપત્તિમાં નોંધપાત્ર વધારો થતાં કામકાજના અંતે તે ૨.૨૩ લાખ કરોડના વધારા સાથે રૂ. ૨૮૫.૨૬ લાખ કરોડની નવી ઉંચી સપાટીએ પહોંચ્યું હતું.
વૈશ્વિક અર્થતંત્ર સામે મંદીનો ભય ઝળુંબી રહ્યો હોવા સાથે વૈશ્વિક ચલણોનું અમેરિકી ડોલર સામે થઈ રહેલું સતત ધોવાણ સંકટમાં વધારો કરી રહ્યું છે, ત્યારે ચાઈના દ્વારા કોરોનાના કેસોને લઈ લોકડાઉનને લઈ વધતાં પડકાર સાથે સ્ટીમ્યુલસની તૈયારી વચ્ચે સીઆરઆરમાં ઘટાડો થવાના અહેવાલ વચ્ચે ભારતીય શેરબજારોમાં ફંડોએ તેજી કરી હતી. ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો, એફઆઈઆઈની ભારતીય શેરબજારોમાં આકર્ષક વેલ્યુએશને ખરીદી વધતી જોવાઈ હતી. આ સાથે વૈશ્વિક મોરચે મંદીના ફફડાટ અને ફયુલની માંગ ઘટવાના અંદાજોએ એડવાન્ટેજ ઈન્ડિયા, ભારત માટે આ પોઝિટીવ પરિબળે ફુગાવો ઘટવાની અપેક્ષામાં ફંડોએ શેરોમાં આક્રમક ખરીદી કરતા ભારતીય શેરબજાર ઉછાળા સાથે બંધ રહ્યુ હતું.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૮૯% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૦૦% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર બેઝિક મટિરિયલ્સ, કંઝ્યુમર ડ્યુરેબલ્સ, આઈટી, ટેક અને યુટિલિટીઝ શેરોમાં ભારે લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ પણ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૭૫૯ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૪૨૮ અને વધનારની સંખ્યા ૨૧૬૫ રહી હતી, ૧૬૬ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.
બજારની ભાવિ દિશા….
મિત્રો, ભારતના વિદેશી મુદ્રા ભંડારમાં ફરી ઘટાડો નોંધાયો છે. ૨ સપ્ટેમ્બર, ૨૦૨૨ના રોજ પૂરા થયેલા સપ્તાહમાં ફોરેક્સ રિઝર્વ ૭.૯ અબજ ડોલર ઘટીને ૫૫૩.૧૧ અબજ ડોલર થયું હતું. દેશના વિદેશી હૂંડિયામણ અનામતમાં ૯ ઓક્ટોબર, ૨૦૨૦ પછીનું આ સૌથી નીચલું સ્તર છે. સેન્ટ્રલ બેંક, આરબીઆઈએ રૂપિયાના ઘટાડાને રોકવા માટે ડોલર વેચ્યા છે. તેના કારણે દેશના વિદેશી હૂંડિયામણના ભંડારમાં ભારે ઘટાડો થયો છે. ૨ સપ્ટેમ્બર, ૨૦૨૨ના રોજ પૂરા થયેલા સપ્તાહ દરમિયાન ડોલર સામે રૂપિયો ૮૦.૧૩ના સ્તરે પહોંચ્યો હતો. આરબીઆઈના ડેટા અનુસાર ફોરેન કરન્સી એસેટમાં ઘટાડો થવાને કારણે વિદેશી મુદ્રા ભંડારમાં ઘટાડો થયો હતો. ૨ સપ્ટેમ્બરના રોજ પૂરા થયેલા સપ્તાહમાં એફસીએ ૬.૫૩ અબજ ડોલર ઘટીને ૪૯૨.૧૨ અબજ ડોલર થયું છે.
ફોરેક્સ રિઝર્વ ઓગસ્ટના ૫૭૩.૯ અબજ ડોલરથી ઘટીને ૫૫૩.૧ અબજ ડોલર થયું છે. ૨૯ ઓગસ્ટે ડોલર સામે રૂપિયો ઘટીને ૮૦.૧૩ના સ્તરે પહોંચ્યો હતો પરંતુ સપ્તાહ દરમિયાન તેમાં ૦.૧%નો વધારો થયો હતો. ભાવમાં ઘટાડાને કારણે ગોલ્ડ રિઝર્વમાં ૧.૩૩૯ અબજ ડોલરનો ઘટાડો થયો છે અને તે ૩૮.૩૦૩ અબજ ડોલર થયું છે. આ સિવાય એસડીઆર ૫ કરોડ ડોલર ઘટી ૧૭.૭૮૨ અબજ ડોલર થયું છે જ્યારે આઈએમએફ પાસે રહેલ રિઝર્વ ૨.૪ કરોડ ડોલર ઘટી ૪.૯૦૨ અબજ ડોલર થયું છે. રશિયાએ ફેબ્રુઆરીના અંતમાં યુક્રેન પર આક્રમણ કર્યું હતું અને ત્યારથી ભારતના વિદેશી હૂંડિયામણના ભંડારમાં ૮૦ અબજ ડોલરનો ઘટાડો થયો છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.