રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૮.૦૯.૨૦૨૨ ના રોજ…..
BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૫૯૦૨૮.૯૧ સામે ૫૯૩૭૪.૯૯ પોઈન્ટના મથાળેથી ખુલીને ૫૯૩૧૫.૭૧ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૩૯૬.૨૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૬૫૯.૩૧ પોઈન્ટના ઉછાળા સાથે ૫૯૬૮૮.૨૨ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૭૬૫૧.૦૫ સામે ૧૭૭૫૦.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૭૬૯૫.૦૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૪૨.૭૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૮૧.૧૦ પોઈન્ટના ઉછાળા સાથે ૧૭૮૩૨.૧૫ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
સપ્તાહના ચોથા દિવસે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત નોંધપાત્ર ઉછાળા સાથે થઈ હતી. વૈશ્વિક અર્થતંત્ર સામે મંદીનો ભય ઝળુંબી રહ્યો હોવા સાથે વૈશ્વિક ચલણોનું અમેરિકી ડોલર સામે થઈ રહેલું સતત ધોવાણ સંકટમાં વધારો કરી રહ્યું છે, ત્યારે ચાઈના દ્વારા કોરોનાના કેસોને લઈ લોકડાઉનને લઈ વધતાં પડકાર સાથે સ્ટીમ્યુલસની તૈયારી વચ્ચે સીઆરઆરમાં ઘટાડો થવાના અહેવાલ વચ્ચે આજે ભારતીય શેરબજારમાં ફંડોએ બેંકિંગ – ફાઈનાન્સ અને ટેક – આઇટી શેરોની આગેવાનીએ તેજી કરી હતી. ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો, એફઆઈઆઈની ભારતીય શેરબજારમાં આકર્ષક વેલ્યુએશને ખરીદી વધતી જોવાઈ હતી.
મેટલ, કન્ઝ્યુમર ડયુરેબલ, રિયલ્ટી, યુટીલીટીઝ અને પાવર શેરોમાં વેચવાલી સામે બેંકિંગ – ફાઈનાન્સ અને ટેક – આઇટી શેરોમાં વ્યાપક ખરીદીએ બીએસઇ સેન્સેક્સ ૬૫૯ પોઈન્ટ અને નિફટી ફ્યુચર ૧૮૧ પોઈન્ટ વધીને બંધ રહ્યા હતા. ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટીમાં ઉછાળા સાથે સ્મોલ, મિડ કેપ શેરોમાં વ્યાપક લેવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન નોંધપાત્ર વધીને રહ્યું હતું. ફંડો, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરોએ સ્મોલ, મિડ કેપ, રોકડાના શેરોમાં વ્યાપક તેજી કરતાં માર્કેટબ્રેડથ પોઝિટીવ રહી હતી.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૨૯% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૬૦% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર મેટલ, કન્ઝ્યુમર ડયુરેબલ, રિયલ્ટી, યુટીલીટીઝ અને પાવર શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૫૮૯ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૪૩૭ અને વધનારની સંખ્યા ૨૦૪૨ રહી હતી, ૧૧૦ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.
બજારની ભાવિ દિશા….
મિત્રો, જુલાઈ માસની સરખામણીએ ઓગસ્ટ માસમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ભારતીય શેરબજારમાં ખરીદી દસ ગણી વધુ રહી હતી. વિદેશી રોકાણકારોએ ભારતીય શેરબજારમાં ઓગસ્ટ માસમાં ૬.૫ અબજ ડોલરનું ચોખ્ખું રોકાણ કર્યુ છે જેમાં સૌથી વધુ રોકાણ બેન્કિંગ- ફાઇનાન્સ સ્ટોકમાં અને ત્યારબાદ એફએમસીજી, ફાર્મા અને ઓટો સેક્ટરની કંપનીઓમાં કર્યુ છે. સતત નવ મહિના એકધારી વેચવાલી બાદ વિદેશી રોકાણકારો જુલાઇ માસમાં અંદાજીત ૬૩.૪ કરોડ ડોલરની ચોખ્ખી લેવાલી સાથે ભારતીય શેરબજારમાં પરત ફર્યા અને ઓગસ્ટ માસમાં પણ ચોખ્ખું રોકાણ માસિક તુલનાએ ૧૦ ગણું વધીને અંદાજીત૬.૫ અબજ ડોલરને સ્પર્શ્યુ હતુ. વિવિધ સેક્ટર પ્રમાણ રોકાણની વાત કરીયે તો વિદેશી રોકાણકારોએ ઓગસ્ટ માસમાં બેન્કિંગ અને ફાઇનાન્સ સેક્ટરના સૌથી વધુ ૧.૬ અબજ ડોલરના શેર ખરીદયા છે, જે ફેબ્રુઆરી ૨૦૨૧ પછી સૌથી વધુ છે અને તે મહિને ૧.૬ અબજ ડોલરનો ફોરેન ઇનફ્લો આવ્યો હતો.
જુલાઈમાં વિદેશી રોકાણની દ્રષ્ટિએ ટોચના ત્રણ સેક્ટરોમાં એફએમસીજીમાં ૬૨ કરોડ ડોલર, ટેલિકોમમાં ૫૮ કરોડ ડોલર અને કેપિટલ ગુડ્સ સેક્ટરમાં ૨૪ કરોડ ડોલરનો ઇનફ્લો નોંધાયો હતો. આઇટી સેક્ટર માટે વિદેશી રોકાણકારો દ્વારા મૂડી ફાળવણી સતત પાંચમાં મહિને ઘટવાની સાથે સાથે ઓગસ્ટમાં ફંડ એલોકેશન માર્ચ ૨૦૧૮ પછી સૌથી ઓછું રહ્યુ છે. કેપિટલ ગુડ્સમાં મૂડી ફાળવણી જે ઓગસ્ટમાં લગભગ ૨.૫%ની આસપાસ હતી તેમાં સતત ચોથા મહિને વધારો જોવા મળ્યો છે. આગસ્ટમાં પાવર સેક્ટર માટે ફંડ એલોકેશન લગભગ ૫.૫% હતું, જે જાન્યુઆરી ૨૦૧૮ પછી સૌથી વધુ છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.