Home દુનિયા - WORLD વિદેશથી કેરળ આવેલ વ્યક્તિને મંકીપોક્સનો પહેલો કેસ નોંધાયો

વિદેશથી કેરળ આવેલ વ્યક્તિને મંકીપોક્સનો પહેલો કેસ નોંધાયો

29
0

(જી.એન.એસ),તા.૧૫
નવીદિલ્હી
ભારતમાં મંકીપોક્સનો પ્રથમ કેસ કેરળના કોલ્લમમાં મળી આવ્યો હોવાની પુષ્ટિ કરવામાં આવી છે. રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી વીણા જ્યોર્જે જણાવ્યું હતું કે વિદેશથી પરત ફરેલા વ્યક્તિને લક્ષણો દેખાતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેના સેમ્પલ એકત્ર કરીને નેશનલ ઈન્સ્ટીટ્યુટ ઓફ વાઈરોલોજીમાં પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે, તે વ્યક્તિ ત્રણ દિવસ પહેલા જ યૂએઈ થી યાત્રા કરીને ભારત આવ્યો હતો. ભારત પરત ફર્યા પછી તેમાં મંકીપોક્સ બિમારીના લક્ષણ જાેવા મળ્યા હતા. તે પછી તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો અને તેના લોહીના નમૂના પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા હતા. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન અનુસાર, મંકીપોક્સ એક પ્રકારનો જૂનોસિસ (જાનવરોથી માનવ જાતમાં ફેલનાર વાયરસ) છે. તેના લક્ષણ ઠિક એવા પ્રકારના હોય છે જેમ કે ચેચકના રોગીઓમાં જાેવા મળે છે. જાેકે, આ કોઈ ગંભીર બિમારી નથી. આ વાયરસના ચપેટમાં આવ્યા પછી ૭-૧૪ દિવસ સુધી તાવ, માથાનો દુખાવો, સ્નાયુઓમાં દુખાવો અને થાક લાગે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન અનુસાર, અત્યાર સુધીમાં વિશ્વના ૬૩ દેશોમાં મંકીપોક્સ વાયરસની પુષ્ટિ થઈ છે. ૧૨ જુલાઈ સુધીમાં, આ ૬૩ દેશોમાં મંકીપોક્સના ૯,૨૦૦ કેસ નોંધાયા છે. ઝડપથી વધી રહેલા કેસોને કારણે દુનિયા પરેશાન છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન ટૂંક સમયમાં આ અંગે ઈમરજન્સી બેઠક યોજવા જઈ રહ્યું છે, જેમાં મંકીપોક્સને વૈશ્વિક સ્વાસ્થ્ય ઈમરજન્સી તરીકે જાહેર કરવી કે નહીં તે નક્કી કરવામાં આવશે. જાે કે ગયા મહિને ડબ્લ્યુએચઓએ તેને સ્વાસ્થ્ય કટોકટી જાહેર કરવાનો ઇનકાર કર્યો હતો, પરંતુ જે ઝડપે કેસ વધી રહ્યા છે તેણે ડબ્લ્યુએચઓને ફરીથી વિચારવા માટે મજબૂર કરી દીધું છે. વાસ્તવમાં, ૪ જુલાઈ સુધી, મંકીપોક્સના ૬૦૦૦ કેસ નોંધાયા હતા પરંતુ હવે તે વધીને ૯,૨૦૦ થઈ ગયા છે. એટલે કે માત્ર ૮ દિવસમાં મંકીપોક્સના ૩૨૦૦ નવા કેસ નોંધાયા છે. જેના કારણે આરોગ્ય નિષ્ણાતોમાં ખળભળાટ મચી ગયો છે. મંકીપોક્સના લક્ષણો ૬ થી ૧૩ દિવસમાં દેખાવા લાગે છે. આમાં, દર્દીને તાવ, તીવ્ર માથાનો દુખાવો, પીઠ અને સ્નાયુઓમાં દુખાવો સાથે ગંભીર નબળાઇ અનુભવાય છે. પ્રથમ વસ્તુ જે દેખાય છે તે છે હાથ અને પગમાં મોટા દાણાનો દેખાવ. જાે ગંભીર ચેપ હોય તો આ ફોલ્લીઓ આંખના કોર્નિયાને પણ અસર કરી શકે છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઋષિ સુનક બીજા તબક્કામાં પણ જીત મેળવી
Next articleકેનેડામાં વિવાદિત શીખ નેતા રિપુદમનસિંહ મલિકની ગોળી મારી હત્યા