Home દુનિયા - WORLD વિજય માલ્યાએ ટ્વીટ કરી ગણેશ ચતુર્થીની આપી શુભેચ્છા તો લોકોએ એવી પ્રતિક્રિયાઓ...

વિજય માલ્યાએ ટ્વીટ કરી ગણેશ ચતુર્થીની આપી શુભેચ્છા તો લોકોએ એવી પ્રતિક્રિયાઓ આપી કે…

38
0

દેશભરમાં ગણેશ ચતુર્થીનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. લોકો સોશિયલ મીડિયા પર શુભેચ્છાઓ આપી રહ્યાં છે. આ વચ્ચે હજારો કરોડ રૂપિયાના કૌભાંડનો વોન્ટેડ વિજય માલ્યાએ ગણેશ ચતુર્થી પર ટ્વીટ કર્યું. તેના આ ટ્વીટ પર યૂઝર્સ અનેક પ્રકારની પ્રતિક્રિયા આપી રહ્યાં છે. ઘણા યૂઝર્સે માલ્યાને પૈસા પરત કરવાની માંગ પણ કરી છે. હકીકતમાં વિજય માલ્યા હજારો કરોડ રૂપિયાના કૌભાંડના મામલામાં ભારતમાં વોન્ટેડ છે.

સરકાર માલ્યાને પરત લાવવાનો પ્રયાસ કરી રહી છે. તેવામાં જ્યારે માલ્યાએ ટ્વીટ કર્યું તો સોશિયલ મીડિયા યૂઝર્સ તેની પાસે પૈસા પરત આપવાની માંગ કરવા લાગ્યા હતા. નોંધનીય છે કે માલ્યાએ 31 ઓગસ્ટે બપોરે ગણેશ ચતુર્થીની શુભેચ્છા આપતું ટ્વીટ કર્યું. થોડા સમયમાં તેનું ટ્વીટ વાયરલ થઈ ગયું. કોઈએ તેને દેશમાં પરત આવવા તો કોઈએ બેન્કના પૈસા લૂંટવાની વાત કહી.

શું કીધું યુસર્સ જોઈ લો એક વાર.. વિશાલ વૈભવ નામના એક યૂઝરે લખ્યું- પૈસા ક્યારે પાછા આપવાનો છે? તો અનુરાગ નિગમે કહ્યુ- અરે પૈસા પરત કરી તો તો તહેવાર હેપ્પી થઈ જશે. વિરાટ નામનો યૂઝર લખે છે, ‘ઘર આ જા પરદેસી, તેરા દેશ બુલાએ’ રાઘવે લખ્યુ- ક્યાં છો શેઠ આજકાલ. આવો ક્યારેક એસબીઆઈ બ્રાન્ચ પર. તેના પર યૂઝર અશ્વિનીએ જવાબ આપ્યો- લંચ બાદ આવશે. કેટલાક યૂઝર્સો એ કહ્યું કે ભારતની બેન્ક વિજય માલ્યાના આતૂરતાપૂર્વક રાહ જોઈ રહી છે. આરકે સાહૂ નામના એક યૂઝરે તો વિજય માલ્યાના નામનો સંધિ વિચ્છેદ કરી દીધો હતો. તો ઘણા યૂઝરે વિજય માલ્યાને ટ્રોલ કર્યો હતો.
GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleવડાપ્રધાન મોદીના ટ્વીટનો જવાબ આપતા પાકિસ્તાનના પીએમએ ટ્વીટ કરી આભાર વ્યક્ત કર્યો
Next articleપોર્ટુગલમાં ગર્ભવતી મહિલાનું હોસ્પિટલમાં જગ્યા ન મળવાને કારણે થયું મોત, પોર્ટુગલના સ્વાસ્થ્ય મંત્રીએ આપ્યું રાજીનામુ