Home મનોરંજન - Entertainment ‘વિક્રમ વેધા’નું ટિઝર રિલીઝ, એક્શનથી ભરપૂર છે આ ફિલ્મ

‘વિક્રમ વેધા’નું ટિઝર રિલીઝ, એક્શનથી ભરપૂર છે આ ફિલ્મ

31
0

હૃતિક રોશન લાંબા સમય પછી એક્શન ડ્રામા ફિલ્મ ‘વિક્રમ વેધા’ની હિન્દી રિમેકથી સિલ્વર સ્ક્રિન પર કમબેક કરવા જઈ રહ્યો છે. આ ફિલ્મમાં તેની સાથે સૈફ અલી ખાન પણ દમદાર રોલમાં જોવા મળશે. અત્યારે વિક્રમ વેધાનું ટિઝર રિલીઝ કરવામાં આવ્યું છે. એક્શનથી ભરપૂર ફિલ્મનું આ ટીઝર દમદાર છે. હૃતિક અને સૈફ અલી ખાન ફિલ્મમાં એકબીજાને ટક્કર આપતા જોવા મળશે. સારા અને ખરાબની વચ્ચે ફરક કરવો સરળ છે પરંતુ અહીં બંને ખરાબ છે. 2017માં આવેલી સુપરહિટ તમિલ ફિલ્મ ‘વિક્રમ વેધા’માં આર માધવન અને વિજય સેતુપથીએ પોતાના પરફોર્મન્સથી લોકોનું દિલ જીતી લીધું હતું. ફિલ્મમાં સૈફ અલી ખાન પોલીસ ઓફિસરના રોલમાં જોવા મળશે તો હૃતિક દંબગ ગેંગ્સ્ટરનો રોલ પ્લે કરતો જોવા મળશે. ટીઝરના અંતમાં હૃતિક, સૈફ અલી ખાનની સામે પોતાને સરેન્ડર કરતો જોવા મળી રહ્યો છે. 1 મિનિટ 46 સેકન્ડના આ ટીઝરમાં દમદાર ડાયલોગ્સની સાથે એક્શન અને થ્રિલરનો મસાલો જોવા મળી રહ્યો છે. વિક્રમ વેધાના હિન્દી વર્ઝનને પણ ઓરિજિનલ ફિલ્મના મેકર્સ પુષ્કર-ગાયિત્રીએ ડાયરેક્ટ કરી છે. મંગળવારે ટીઝરનું સ્પેશિયલ સ્ક્રિનિંગ રાખવામાં આવ્યું હતું. જ્યાં ફિલ્મની સ્ટારકાસ્ટ હાજર હતી. હૃતિક અને સૈફનું ટશન જોવા લાયક હતું. ટીઝર જોયા પછી ક્રિટિક્સ વખાણ કર્યા છે. હૃતિક રોશન અને સૈફ અલી ખાનના કામની પ્રશંસા કરવામાં આવી રહી છે. ફિલ્મ 30 સપ્ટેમ્બર 2022ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. ફિલ્મમાં રાધિકા આપટે, રોહિત શરફ, શારિબ હાશમી, યોગિતા બિહાની પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. તમને જણાવી દઈએ કે હૃતિક રોશન અને સૈફ અલી ખાન આ પહેલા એક સાથે ફિલ્મ ‘ના તુમ જાનો ના હમ’માં વર્ષ 2002માં એક સાથે જોવા મળ્યા હતા. હવે ફરીથી એક વખત આ દમદાર જોડી વિક્રમ વેધામાં જોવા મળશે જેને લઈને ફેન્સ ઉત્સાહિત છે.
GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleકોન્સ્ટેબલ પીડિત મહિલાના પ્રેમમાં પડ્યો, તેનો અશ્લીલ વીડિયો થયો વાયરલ
Next articleનવાઝુદ્દીન સિદ્દીકી આ ફિલ્મમાં ગેટઅપ એવો છે કે એક્ટરને પહેલી નજરે ઓળખવો મુશ્કેલ