(જી.એન.એસ)તા.૮
ગાંધીનગર ખાતે આવેલા સ્વર્ણિમ સંકુલ – ૧ના તાપી હોલમાં મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવ શ્રી પંકજ જોશી, મુખ્યમંત્રીશ્રીના સચિવ શ્રી અવંતિકા સિંઘ તેમજ સીએમઓના ઉચ્ચ અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા મન-વચન અને કમર્થી તત્પર રહેવા આજે સામૂહિક પ્રતિજ્ઞા લીધી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવ શ્રી જોશી, સચિવ શ્રી અવંતિકા સિંઘ સહિત સીએમઓના ઉચ્ચ અધિકારીશ્રીઓ – કર્મચારીશ્રીઓએ ભારત વિકાસ પ્રતિજ્ઞા લેતા જણાવાયું હતું કે – હું ભારતના જવાબદાર નાગરિક તરીકે પ્રતિજ્ઞા લઉં છું કે…. મારા જીવનની પ્રત્યેક ક્ષણે હું દેશ માટે સમર્પિત રહીશ. હું સ્વનો વિચાર કરતા પહેલાં સર્વનો વિચાર કરીશ. દેશના બધા જ સંસાધનોનો ઉપયોગ યોગ્ય રીતે કરીશ. દેશના સર્વાંગી અને સમાવેશી વિકાસ માટે અવિરત કાર્યરત રહીશ હું મારા દેશના સમૃદ્ધ વારસાનું ગૌરવ કરીશ અને તેનું જતન કરીશ. હું મારા દેશના બંધારણીય મૂલ્યોનું જતન કરવા સદાય પ્રયાસરત રહીશ. જ્ઞાતિ, ધર્મ કે જાતિના તમામ બંધનોમાંથી મુક્ત રહી, બંધુતાની ભાવના સાથે મારા દેશને પ્રાધાન્ય આપીશ. એક ભારત, શ્રેષ્ઠ ભારતના સૂત્રને સાકાર કરવા ભારતની એકતા અને અખંડીતતા માટે સદાય પ્રતિબદ્ધ રહીશ. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જોયેલ વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા હું મન-વચન અને કર્મથી તત્પર રહીશ. રાષ્ટ્ર પ્રથમના મંત્રને જીવનમંત્ર બનાવી મારા દેશના વિકાસ અને કલ્યાણ માટે હું તન-મન અને ધનથી અવિરત પ્રયાસરત રહીશ. અત્રે ઉલેખ્ખનીય છે કે, તત્કાલિન મુખ્યમંત્રી અને ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના ૧૪માં મુખ્યમંત્રી તરીકે તા. ૦૭ ઓક્ટોબર, ૨૦૦૧ના દિવસે શપથ લઈને રાજ્યના સર્વાંગી વિકાસની શરૂઆત કરી હતી. આ વિકાસની પરંપરાને આગળ વધારતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ સમગ્ર મંત્રી મંડળ સહિતની ટીમ દ્વારા ગુજરાતનો અવિરત વિકાસ કરવામાં આવી રહ્યો છે, ત્યારે વૈશ્વિક વિકાસ યાત્રાની સફળતાની ગાથામાં ગુજરાત સહિત સમગ્ર દેશના નાગરિકો તા. ૦૭ થી ૧૫ ઓક્ટોબર સુધી યોજાનાર “વિકાસ સપ્તાહ” દરમિયાન ભારત વિકાસ પ્રતિજ્ઞા લેશે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.