Home ગુજરાત વિકાસશીલ ગુજરાતમાં મહિલાઓની છેડતીના નોંધાયેલા કેસોમાં વધારો

વિકાસશીલ ગુજરાતમાં મહિલાઓની છેડતીના નોંધાયેલા કેસોમાં વધારો

8
0

અમદાવાદમાં સૌથી વધારે છેડતીની ઘટનાઓ બની3

(GNS),17

મહિલાઓની સુરક્ષાની વાતો વચ્ચે ચોંકાવનારી વિગતો બહાર આવી છે. અડધી રાતે મહિલા ઘરેથી એકલી ફરી શકેના દાવાઓ વચ્ચે આ આંકડાઓ પોલીસ તંત્રની પોલ ખોલી રહ્યાં છે. ગૃહ વિભાગે 2020-21માં 1,075, 2021-22માં 1,181 અને 2022-23માં 1,239 કેસની પુષ્ટિ કરી છે, જે ત્રણ વર્ષમાં કુલ 3,515 ઘટનાઓ છે. વિકાસશીલ ગુજરાતમાં મહિલાઓની છેડતીના નોંધાયેલા કેસોમાં વધારો થયો છે. આંકડા દર્શાવે છે કે 2020-21માં 1,095 કેસથી 2021-22માં 1,181 કેસ થયા છે, ત્યારબાદ 2022-23માં 4.9% વધીને 1,239 કેસ થયા છે. આમ મહિલાઓની છેડતીના કેસોમાં વધારો થયો છે. સરકાર ભલે કહે કે ગુજરાતમાં મહિલાઓ સેફ છે પણ આ આંકડાઓ કંઈક અલગ બાબતો રજૂ કરી રહ્યાં છે. પોલીસ હાલમાં મેચના બંદોબસ્તમાં વ્યસ્ત છે ત્યારે આ આંકડાઓએ મહિલાની સુરક્ષા સામે સીધો સવાલ કરી રહ્યાં છે.

ગુજરાતનું અમદાવાદ એ આર્થિક રાજધાની ગણાય છે વસતીની દ્રષ્ટીએ પણ મોટુ કદ ધરાવતા અમદાવાદમાં સૌથી વધારે છેડતીની ઘટનાઓ ઘટી છે. એક મુખ્ય શહેર, 2020-21માં 205, 2021-22માં 223 અને 2022-23માં 220 કેસ સાથે સૌથી વધુ બનાવો નોંધાયા હતા. તેનાથી વિપરિત, આદિવાસી વસ્તી ધરાવતા ડાંગ જિલ્લામાં ન્યૂનતમ કેસ નોંધાયા છે- 2020-21માં 3, 2021-22માં 0 અને 2022-23માં 5 કેસ નોંધાયા હતા. આ જ સમયગાળામાં તાપી જિલ્લામાં 2, 5 અને 2 કેસ નોંધાયા છે. આમ આદિવાસી વિસ્તારમાં આજે પણ મહિલાઓનું સન્માન થાય છે. મહિલાઓની સુરક્ષાને પ્રાથમિકતા આપવાના ગુજરાત સરકારના દાવાઓ છતાં આંકડા તદ્દન વાસ્તવિકતા દર્શાવે છે. 2022-23માં સુરતમાં છેડતીના કેસોમાં નોંધપાત્ર વધારો દર્શાવ્યો હતો, રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી આ શહેરમાંથી આવે છે.

સુરતમાં સંબંધિત નાણાકીય વર્ષમાં 77, 85 અને 121 કેસ નોંધાયા છે. “આ એવા અહેવાલ છે કે જે પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા છે. એવા ઘણા કિસ્સાઓ છે કે જે કલંક સાથે જોડાયેલા હોવાને કારણે નોંધાયા નથી. રાજ્યની વિધાનસભામાં, એવો ખુલાસો થયો હતો કે રાજ્યની રાજધાની અમદાવાદમાં 1,146 ગુનેગારો છેડતી માટે પકડાયા છે, પાંચ હજુ પણ ફરાર છે. સુરતમાં, 368 પકડાયા હતા. જ્યારે વડોદરામાં 217 ધરપકડ કરવામાં આવી હતી, જેમાં છ ભાગેડુ હતા. ગત વર્ષની વાત કરીએ તો અમદાવાદ શહેરમાં 1 ફેબ્રુઆરી, 2022 અને 31 જાન્યુઆરી, 2023 વચ્ચે બળાત્કારના 381 અને છેડતીના 222 કેસ નોંધાયા છે.

1 ફેબ્રુઆરી, 2021 થી 31 જાન્યુઆરી, 2022ના સમયગાળા દરમિયાન બળાત્કારના કેસોની સંખ્યા સમાન હતી, 1 ફેબ્રુઆરી, 2022 અને 31 જાન્યુઆરી, 2023 વચ્ચે શહેરમાં બળાત્કારના 381 કેસમાંથી, 85 કેસ ‘લગ્નનું વચન આપીને’ બળાત્કારના, 121 કેસ ‘લગ્નની લાલચનો ઉપયોગ કરીને’ બળાત્કારના હતા. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે 53 કેસમાં યુવતી પર પ્રેમમાં ફસાઈને બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. સરકાર એવો બચાવ કરી રહી છે કે દરેક પોલીસ સ્ટેશનમાં મહિલા હેલ્પ ડેસ્ક શરૂ કર્યા હોવાથી વધુ કેસ નોંધાઈ રહ્યા છે. રાજ્યમાં ફાસ્ટ ટ્રેક કોર્ટો છે પોલીસ એવા દાવાઓ કરી રહી છે કે મોટાભાગના કેસોમાં કાર્યવાહી થઈ છે ને ધરપકડ કરાઈ છે પણ કેસો વધી રહ્યાં છે એ વાસ્તવિકતા છે.

આપણે એમ માનીએ છીએ કે બાળકો સૌથી વધારે ગુજરાતમાં સેફ છે પણ બાળકો સામેના કુલ ગુનાઓની ટકાવારી જે 2016માં 37.09% હતી, જે 2021માં વધીને 53.39% થઈ હોવાનું કેન્દ્રીય આંકડાશાસ્ત્ર અને રાજ્યોના પ્રોજેક્ટ અમલીકરણ મંત્રાલયના આંકડામાં સ્પષ્ટ થયું હતું. બાળકો અને છોકરીઓ સામેના જાતીય ગુના અંગે રાષ્ટ્રીય સરેરાશની સરખામણીએ ગુજરાતમાં આ પ્રકારના ગુનામાં જબરદસ્ત વધારો થયો છે. સરકાર એમ કહીને બચાવ ના કરી શકે કે પોલીસની સારી કામગીરીને પગલે કેસો નોંધાઈ રહ્યાં છે. આંકડાઓની વાત કરીએ તો 2016ના વર્ષમાં બાળકો સામેના કુલ જાતીય ગુના પૈકી 32.33 ટકા ગુના છોકરીઓ વિરૂદ્ધ નોંધાયા હતા.

2021માં તે આંકડો વધીને 39.22 ટકા થયો હતો. જોકે, બાળકો- છોકરીઓ સામેના ગુના અંગે ઓલ ઈન્ડિયાની સંખ્યાની તુલનાએ ગુજરાતમાં આ પ્રકારના ગુનાની સંખ્યા 14.17% વધુના દરે નોંધાઈ હોવાનું MoSPI રિપોર્ટમાં ઉલ્લેખ છે. આમ, ઓલ ઈન્ડિયાની તુલનાએ ગુજરાતમાં બાળકો- છોકરીઓ સામેના ગુનામાં 14.17 ટકા દરે વધારો નોંધાયો છે એ વાસ્તવિકતા છે. ગુજરાત પોલીસ કામગીરી કરી રહી છે એમાં કોઈ શંકાને સ્થાન નથી પણ આ આંકડાઓ ગૃહ વિભાગની કામગીરી સામે સીધા સવાલો ઉભા કરે છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઅમરેલીમાં બે ખાનગી ટ્રાવેલ્સ બસ વચ્ચે અકસ્માત
Next articleસાળંગપુરમાં સુરતના હરિભક્તે હનુમાન દાદાને સૂવર્ણ જડીત 1 કિલોનો સોનાનો મુગટ અર્પણ કર્યો