Home મધ્ય ગુજરાત અમદાવાદ વાહન વ્યવહાર વિભાગ દ્વારા રાજ્યમાં સ્કૂલવર્ધીનાં વાહનોનું ચેકિંગ કરવા આદેશ કરવામાં આવ્યો

વાહન વ્યવહાર વિભાગ દ્વારા રાજ્યમાં સ્કૂલવર્ધીનાં વાહનોનું ચેકિંગ કરવા આદેશ કરવામાં આવ્યો

18
0

(જી.એન.એસ) તા. 1

ગાંધીનગર,

કોઈપણ અગમ્ય કારણોસર આગની દુર્ઘટનાં ન સર્જાય અને નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવવો ન પડે તે માટે સાવચેતીનાં ભાગરૂપે ગુજરાતમાં સ્કૂલવર્ધીનાં વાહનોનું ચેકિંગ કરવા આદેશ કરવામાં આવ્યો છે. ત્યારે વાહન વ્યવહાર વિભાગ દ્વારા આ બાબતે પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે.

વાહન વ્યવહાર કમિશ્નર દ્વારા આ બાબતે તમામ આરટીઓ ઓફીસરને પરિપત્ર કરી આદેશ કરવામાં આવ્યો છે. તેમજ એક અઠવાડિયામાં રિપોર્ટ આપવા સૂચના કરવામાં આવી છે. આરટીઓ વિભાગ દ્વારા સ્કૂલ બસ, વાન, રીક્ષામાં સલામતીનું ચેકીંગ કરશે. તેમજ જે સ્કૂલ બસ કે વાનમાં જોગવાઈઓનું ઉલ્લંઘન કરવામાં આવશે. તે વાહનને ડિટેઈન કરવામાં આવશે.

સ્કૂલવર્ધીનાં વાહન માટે સાવધાનીની જોગવાઈઓઃ-

સ્કૂલ બસમાં 2 અગ્નિશામક હોવા જરૂરી છે

સ્કૂલ બસમાં ઈમરજન્સી એક્ઝિટ ગેટ હોવો જોઈએ

બસ પર સ્કૂલનો કે માલિકનો ફોન નંબર લખેલો હોવા જોઈએ

સ્કૂલબસમાં સ્પીડગવર્નર ફરજીયાત જેની ગતિ માર્યાદા 40 કિમી પ્રતી કલાકની

જીપીએસ સીસ્ટમ-સીસીટીવી દરેક બસમાં ફરજિયાત

બસમાં પ્રાથમિક સારવાર પેટી અને પીવાનુ પાણી હોવુ જોઈએ

ડ્રાઈવરની શારીરિક તપાસ, આંખોની તપાસ થવી જોઈએ

બેઝ હોય તેવા ડ્રાઈવવરે જ વાહન ચલાવવુ જોઈએ

રિક્ષામાં 6 બાળકો બેસાડી શકાશે

વેનમાં 6 થી વધુ બાળકો બેસાડી શકાશે

વાહનની સ્પીડ 20 કીમીથી વધુ ન હોવી જોઈએ

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઆજ નું પંચાંગ (2-06-2024)
Next articleદૈનિક રાશિફળ (2-06-2024)