(G.N.S) dt. 13
ગાંધીનગર,
ગાંધીનગર,
સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રી દ્વારા જાહેર જનતાને જણાવવામાં આવે છે કે, એઆરટીઓ ગાંધીનગર કચેરી દ્વારા ટુ વ્હિલરની નવી સિરિઝ GJ-18-FF અને જૂની સિરિઝ GJ-18-FA, GJ-18-FB, GJ-18-FC, GJ-18-FD,GJ-18-FE નું રિઓક્શન તેમજ ફોર વ્હિલરની જુની સિરિઝ GJ-18-EA, GJ-18-EB, GJ-18- EC તેમજ ગુડ વ્હીકલ GJ-18-BV નુ રિઓક્શન શરૂ કરવામાં આવનાર છે. આથી પસંદગીના નંબરો માટે રાજ્ય સરકાર દ્વારા પરિપત્ર ક્રમાંક એમવીપી/૧૪૬૨૦૧૨-૯૮/ભાગ-૧/૬૧૩૧,તા-૧૭-૦૮-૨૦૧૫ ના રોજ સૂચનાઓ આપવામાં આવેલી છે.
આ પરિપત્રની સૂચનાઓ જેવી કે, ગોલ્ડન નંબરો, સિલ્વર નંબરો, બેઝ એમાઉન્ટ રજિસ્ટ્રેશન ટેક્ષ, સી.એન.એ ફોર્મ વગેરેને મૂળભૂત રીતે યથાવત રાખી વાહન ૪.૦ માં ઉપલબ્ધ નાગરિક કેન્દ્રિત સગવડને લક્ષમાં રાખી સરકાશ્રીએ વાહનના નંબરોની હરાજી પારદર્શક, ઝડપી અને કાર્યક્ષમ બનાવવા માટે મે.વાહન વ્યવહાર કમિશનરશ્રીના પરિપત્ર નંઆઇટી/પસંદગી નંબર/ONLINE AUCTION/૭૪૨૧, તા: ૧૨/૧૦/૨૦૧૭ ની સૂચના ONLINE AUCTION થી કરવાનું નક્કી કર્યું છે.
ઓનલાઈન ઓક્શનએ DYNAMIC AUCTION PROCESSES રહેશે. એટલે કે, અરજદારને વેબસાઈટ પર હરાજી પ્રક્રિયા દરમિયાન વખતો-વખત હરાજીની રકમનો ઉમેરો કરવાનો રહેશે.આ ઉમેરો રૂ/- 1000 ના ગુણાંકમાં વધારવાનો રહેશે. હાલની ONE TIME BIDDING PROCESS જેમ એક જ વખત BIDD PROCESS કરી શકશે નહીં.
ઈ-હરાજી પ્રક્રિયા રજિસ્ટ્રેશન તા.19/11/2024,સમય 04:00:00 PMથી શરૂ થશે. રજિસ્ટ્રેશન પૂર્ણ થયા તા.21/11/2024, સમય 03:59:59 PM રહેશે. હરાજી તા.21/11/2024, સમય 04:00:00 PM શરૂ થશે. હરાજી તા. 23/11/2024, સમય 04:00:00 PM પૂર્ણ થશે.
ઓનલાઈન ઓક્શનમાં ભાગ લેનાર અરજદારે જવાબદારીઓના ભાગરૂપે મુખ્ય કામગીરી કરવાની રહેશે.આ માટે http:/parivahan.gov.in/ parivahan/ પર નોંધણી, યુઝર આઈ.ડી.પાસવર્ડ તૈયાર કરવો. તેમજ સદર વેબસાઈટ પર લોગ ઈન કરીને, વાહન ખરીદીના દિવસ- ૭ ની અંદર ઓનલાઈન સી.એન.એ ફોર્મ ભરવાનું રહેશે. હરાજીની પ્રક્રિયામાં ભાગ લેનારે ચૂકવણું કરવું અને વાહન નંબર મેળવવો. આ માટેની વિગતવાર સૂચનાઓ APPENDIX-A ઉપર આપેલ છે. ( જે કચેરીના નોટિસ બોર્ડ અને રજિસ્ટ્રેશન શાખામાં રૂબરૂ જોવા મળશે.) અરજદારે હરાજીની પ્રક્રિયા પૂર્ણ થયાના પાંચ દિવસમાં નાણાં જમા કરાવવાના રહેશે. જો આ નિયત સમય મર્યાદામાં નાણાં ચૂકવવામાં નિષ્ફળ જાય તો મૂળ રકમ (Base price) ને જપ્ત કરી, ફરીવાર હરાજી કરાવામાં આવશે. ઓનલાઈન ઓક્શનમાં દરમિયાન અરજદારે આર.બી.આઈ દ્વારા નક્કી કરેલા દરે ચાર્જ ચૂકવવાનો રહેશે. સિલ્વર નંબર તથા ગોલ્ડ નંબર માટે જરૂરી Base price ચૂકવવાની રહેશે
હરાજીની પ્રક્રિયામાં સફળ થયેલાં અરજદારને સફળ ગણી બાકીનાં નાણાં દિન-૫ (પાંચ)માં ભરપાઈ કરવા માટે એસ.એમ.એસ કે ઈ-મેલ થી જણાવવામાં આવશે. હાલની મેન્યુઅલ પદ્ધતિ પ્રમાણે નાણાં પરત કરવાના રહેશે. એટલે કે Net banking, Credit card થી ચુકવણું કર્યુ હશે તો તે જ Mode થી નાણાં અરજદારના ખાતામાં SBI-e pay દ્વારા પરત કરવામાં આવશે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.