Home Uncategorized વાલીઓ અને શિક્ષકો માટે એક ટોલ ફ્રી હેલ્પલાઈન નંબર જાહેર; એક્સપર્ટ કાઉન્સેલર...

વાલીઓ અને શિક્ષકો માટે એક ટોલ ફ્રી હેલ્પલાઈન નંબર જાહેર; એક્સપર્ટ કાઉન્સેલર તેમજ સાયકોલોજિસ્ટ દ્વારા સંપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવશે

2
0

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા વધુ એક સરાહનીય કાર્ય

 (જી.એન.એસ) તા. 22

ગાંધીનગર,

વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો માટે સવાલો અને ચિંતાઓ નો અંત, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો માટે એક ટોલ ફ્રી હેલ્પલાઈન નંબર જાહેર કરવામાં આવ્યો છે. જેમાં આ હેલ્પલાઈન દ્વારા એક્સપર્ટ કાઉન્સેલર તેમજ સાયકોલોજિસ્ટ દ્વારા સંપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવશે. ખાસ કરીને વિદ્યાર્થીઓના હિત માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

રાજ્યના તમામ વિદ્યાર્થીઓ, વાલીઓ અને શાળાઓ આ હેલ્પલાઈનનો ઉપયોગ કરી શકે છે. જેમાં આ હેલ્પલાઈનનો સમય સવારે 11:00 થી સાંજે 6:00 સુધીનો રહેશે. આ સમય દરમિયાન કોઈ પણ વિદ્યાર્થી તેની સમસ્યાને લઈને ફોન કરી શકે છે. જેમાં એક્સપર્ટ કાઉન્સેલર અને સાયકોલોજિસ્ટ દ્વારા તેમને માર્ગદર્શન આપવામાં આવશે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જે ટોલ ફ્રી નંબર જાહેર કરવામાં આવ્યો છે તે નંબર 1800 233 5500 છે. જેના પર વિદ્યાર્થીઓ, વાલીઓ કે શિક્ષકો સવારે 11 થી લઈ સાંજે 6 વાગ્યા સુધી ગમે ત્યારે ફોન કરી શકે છે. જેમાં આગામી 27 જાન્યુઆરીથી લઈને 17 માર્ચ સુધી આ હેલ્પલાઈન કાર્યરત રહેશે. શિક્ષણ બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓ માટે કરવામાં આવેલી કામગીરી ખરેખરમાં એક ઉમદા કાર્ય કહી શકાય.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field