સરકાર અમારી ભજપની જ છે અમે વારંવાર બધાનું ધ્યાન દોર્યું પણ બધાને પૈસાની જરુર છે, મને ગૃહમંત્રી પર્સનલી પ્રેસર કરે છે, જીતુ વાઘાણીએ કરેલા ફોનનું રેકોડીંગ મારી પાસે છે
(જી.એન.એસ., હર્ષદ કામદાર) તા.8
બાયડના કોંગ્રેસના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા પોતાની કોલેજ અને પેટ્રોલપંપના કાળા કર્મોને છાવરવા સત્તાપક્ષ ભાજપમનું શરણું લઇને કેસરી પાણીનો છંટકાવ કરીને શુધ્ધિકરણ દ્વારા બચવાના હવાતિયા મારી રહ્યાં હોવાના અહેવાલના પગલે ઝાલાની સામે પડેલા ભાજપના જ નેતા જગદીશ પટેલે જીએનએસ સાથેની વાતચીતમાં જે કહ્યું તેમાં તેમણે સ્પષ્ટ કહ્યું કે કોંગ્રેસના આ ધારાસભ્ય માત્રને માત્ર પોતાના ભ્રષ્ટાચારને છુપાવવા અને તેમાંથી બચવા માટે ભાજપનું શરણું લેવા માંગે છે. આ ટેલિફોનિક વાતચીતમાં તેમણે એમ પણ કહ્યું કે ભાજપના નેતાઓમાં પ્રદેશ પ્રમુખ જીતુભાઇ વાઘાણી અને ખુદ ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા તેમના પર દબાણ લાવવા માંગે છે કે ઝાલાને અમે રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપ બે બેઠકો જીતે તે માટે લેવા માંગીએ છીએ. તેથી તમે ધવલસિંહને હેરાન ના કરો, તમારૂ જે હશે તે જોઇ લઇશું. મને ખુદ ગૃહમંત્રી અંગત રીતે દબાણ કરે છે છતાં હું કહું છું કે મારા નામથી આ ભ્રષ્ટાચારીને ઉઘાડા પાડો. આમ ભાજપના જગદીશ પટેલ પોતાના જાનના જોખમે પણ કોંગ્રેસના ભ્રષ્ટાચારી ધારાસભ્યને ભાજપમાં નહીં લાવવા માટે કટિબધ્ધ છે.
ભાજપ કોંગ્રેસના ઘારાસભ્યોને લાવીને રાજ્યસભાની ચૂંટણીમાં બે બેઠકો જીતવા માંગે છે. ભાજપ પોતાના લાતમારૂ ધારાસભ્યની સામે કોઇ પગલા ભરતું નથી અને કોંગ્રેસના ભ્રષ્ટાચારીઓને તેમની ગેરરીતિને ઢાંકીને પોતાની સભ્યસંખ્યામાં વધારો કરવાની સાથે કોંગ્રેસની સભ્ય સંખ્યા ઓછી કરવા માંગે છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભ્રષ્ટાચાર મુક્ત નયા ભારત બનાવવા માંગે છે ત્યારે તેમના ગુજરાતમાં તેમના નેતાઓ ભ્રષ્ટાચારી કોંગ્રેસી ધારાસભ્યનો રાજકીય લાભ લેવા માટે તેમની ગંભીર ગેરરીતિઓ પર પડદા નાંખીને પક્ષમાં લઇને શુધ્ધ-અણિશુધ્ધ કરવા માંગે છે.
કોંગ્રેસમાંથી આવેલા બાગી 4 ધારાસભ્યો પેટા ચૂંટણીમાં જીતીને ફરી ધારાસભ્ય બની ગયા છે. રાજ્યસભામાં અમિત શાહ અને સ્મૃતિ ઇરાનીના રાજીનામાને કારણે બે બેઠકો ખાલી પડી છે. ધારાસભ્યોની વર્તમાન સભ્ય સંખ્યા અને પ્રોરેટા પ્રમાણે એક બેઠક કોંગ્રેસને મળે તેમ છે. જો કોંગ્રેસને આ બેઠક ના મળે તેમ કરવું હોય તો ભાજપે કોંગ્રેસના 19 વોટ મેળવવા પડે. 19 વોટ એટલે ક્રોસ વોટીંગ પ્રથમ અગ્રતાના વોટ અથવા 19 ધારાસભ્યોને લાવવા પડે. આ મથામણમાં કોંગ્રેસના બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા કે જેઓ અલ્પેશ ઠાકોરની સાથે છે તે ભાજપમાં જવા થનગની રહ્યાં છે. આ ધારાસભ્યની ઇજનેરી કોલેજ અને પેટ્રોલ પંપમાં ચાલતી ગંભીર ગેરરીતિઓ સામે ભાજપના જ એક સ્થાનિક નેતા મેદાને પડેલા છે. તેમણે હાઇકોર્ટમાં પીઆઇએલ પણ કરેલી છે. ઝાલાની શરત છે કે ભાજપના આ નેતા તેમને હેરાન ના કરે અને ગેરરીતિઓ સામે જે કાંઇ કાર્યવાહી કરી હોય તે તમામ પાછી ખેંચી લે.
ભાજપના આ સ્થાનિક નેતા ને સમજાવવાના પ્રયાસો વાઘાણી અને જાડેજાએ કર્યા છે. પણ આ સ્થાનિક નેતા ટસના મસ થયા નથી. અને ભ્રષ્ટ્ચાર સામેની લડાઇ ચાલુ રાખીને ઝાલાને પાર્ટીમાં આવતા રોકવાનો પ્રયાસ કરી રહ્યાં છે. મજા એ છે કે ભાજપ એક તરફ ભ્રષ્ટાચાર દૂર કરવાની અને કોંગ્રેસને ભાંડવામાં કાંઇ બાકી રાખતું નથી ત્યારે જે કોંગ્રેસી ધારાસભ્યના ભ્રષ્ટાચાર સામે પોતાના જ પક્ષના નેતા પુણયનું કામ કરી રહ્યાં છે ત્યારે તેને શાબાશી આપવાને બદલે ઝાલા સામેના કેસો કે કાર્યવાહી પરત ખેંચી લેવા દબાણ કરી રહ્યાં હોવાનું જાણવા મળે છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.