(G.N.S) dt. 11
ગાંધીનગર,
ભારત અને ગુજરાતના આતિથ્યના ગુણો અનુકરણીય છે:
સ્લોવેનિયાના એમ્બેસેડર શ્રી મતેજા વોડેબ ઘોષ
ગુજરાત ખરા અર્થમાં ગેટવે ટુ ધ ફ્યૂચર છે તેમાં અમારી ભાગીદારીથી આનંદિત છું:
પોલેન્ડના ડૉ. જુડિતા લેટિમોવિચ
વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2024ના બીજા દિવસે કાઉન્સિલ ઓફ યુરોપિયન યુનિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ ઇન ઇન્ડિયા દ્વારા ‘અનલોકિંગ ગુજરાત એન્ડ યુરોપિયન યુનિયન’ વિષય પર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ સેમિનારમાં ભારતમાં સ્લોવેનિયાના એમ્બેસેડર શ્રી મતેજા વોડેબ ઘોષે ભારત અને સ્લોવેનિયાને એકબીજાના વર્ષો જૂના ભાગીદાર ગણાવી સ્લોવેનિયા માટે ભારત મહત્વનું રાષ્ટ્ર હોવાનું જણાવ્યું હતું. યુરોપિયન યુનિયન માટે ભારત ખૂબ મોટું બજાર છે. ભારત અને સ્લોવેનિયા વચ્ચે રોબોટિક્સ, ગ્રીન હાઈડ્રોજન અને રિન્યુએબલ એનર્જી, સ્માર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, લોજિસ્ટિક્સ સપ્લાયચેઈન, ઓટોમોબાઈલના ઘટકો, કેમિકલ અને ફાર્માસ્યુટિકલ્સ સહિતના ક્ષેત્રોમાં સહભાગીતા રહેલી છે. તેમણે ગુજરાતના આતિથ્યથી પ્રભાવિત હોવાનું જણાવી કહ્યું કે, ભારત અને ગુજરાતના આતિથ્યના ગુણો અનુકરણીય છે.
સેમિનારમાં ઉપસ્થિત ન્યુક્લિયન રિસર્ચ પ્રા.લિ. અને ધી કાઉન્સિલ ઓફ ઈયુ ચેમ્બર ઓફ કોમર્સ ઈન ઈન્ડિયાના ચેરમેન શ્રી રોબિન બેનર્જીએ ગુજરાતમાં વિવિધ ક્ષેત્રોમાં થયેલાં વિકાસની પ્રશંસા કરી હતી. તેમણે વિશ્વ વિકાસ નકશામાં યુરોપિયન યુનિયનનું સ્થાન અને ભારતના વિકાસમાં ગુજરાતના યોગદાનનું સ્થાન એક સમાન ગણાવ્યું હતું.
‘અનલોકિંગ ગુજરાત એન્ડ યુરોપિયન યુનિયન સેમિનાર… …ર …
લિસેગા ઈન્ડિયા પ્રા.લિ.ના મેનેજિંગ ડિરેક્ટર શ્રી અમિતાભ આનંદે ગુજરાતની સિંગલ વિન્ડો સિસ્ટમ અંગે કહ્યું હતુ કે, ગુજરાતમાં તેમની કંપની નવ મહિનામાં જ ઓપરેશનલ મોડમાં આવી ગઈ હતી. ગુજરાતમાં રોકાણ કરીને ખૂબ જ સંતુષ્ટ થયાનો ભાવ તેમણે અભિવ્યક્ત કર્યો હતો.
એએસઈ ટેક્નોલોજી ગ્રુપ અને કાનથર્મ પ્રા.લિ.ના પ્રતિનિધી ડૉ. જુડિતા લેટિમોવિચે જણાવ્યું હતુ કે, પોલેન્ડની અનેક કંપનીઓ દાયકાઓથી ગુજરાત સાથે સફળતાપૂર્વક કામ કરી રહી છે. જેમાં અમદાવાદ તથા જામનગરમાં ઉત્પાદન એકમ ધરાવતી પોલેન્ડની કંપનીઓ પણ સામેલ છે. ગુજરાત ખરા અર્થમાં ગેટવે ટુ ધ ફ્યૂચર છે. અમે તેમાં અમારી ભાગીદારીથી આનંદિત છીએ એમ તેમણે ઉમેર્યું હતુ.
ડિઓલિયો ઈન્ડિયા પ્રા.લિ. સ્પેનના શ્રી શિલાદિત્ય સારંગીએ ગુજરાતમાં ઔદ્યોગિક વિકાસ ક્ષેત્રે અપાર તકો રહેલી છે એમ જણાવી કહ્યું કે, ૧૫ વર્ષથી વધુ સમયથી અમારી વિવિધ બ્રાન્ડ્સ અહીં કાર્યરત છે. ગુજરાતે આપેલી વિશાળ તકોએ અમને વધુ ગુણવત્તાયુક્ત અને ઝડપી નિર્માણ પ્રક્રિયા માટે પ્રોત્સાહિત કર્યા છે.
ફિલિપ્સ ઈન્ડિયા પ્રા.લિ.ના વાઈસ પ્રેસિડેન્ટ અને ભારતમાં ઈયુ ચેમ્બર ઓફ કોમર્સ કાઉન્સિલના પ્રેસિડેન્ટ શ્રી પિયુષ કૌશિકે કહ્યું કે, ગુજરાતના વિકાસને જોતા તાજેતરમાં નેધરલેન્ડની 45થી વધુ કંપનીઓએ ગુજરાત સાથે એમઓયુ કર્યા છે. ગુજરાતની સિંગલ વિન્ડો ક્લિયરન્સ સિસ્ટમને કારણે જમીન મેળવવાથી લઈને ઉત્પાદન શરૂ કરવા સુધીના દરેક તબક્કે ખૂબ જ સરળતા અનુભવાઈ છે.
ઈન્ડસ ફાયનાન્સ લિ.ના પ્રેસિડેન્ટ શ્રી કે.વી.બાલાએ યુરોપિયન યુનિયન અને ગુજરાત વચ્ચેની સામ્યતા દર્શાવી હતી. તેમણે કહ્યું કે, બંને પ્રદેશો ખૂબ જ પ્રગતિશીલ છે, જ્યાં નાણાકીય મૂલ્યોમાં અને સાંસ્કૃતિક વૈવિધ્યતામાં સામ્યતા જોવા મળે છે.
ફિનલેન્ડના એલ્ટેટ ઈન્ડિયા ટ્રાન્સપોર્ટ પેકેજિંગ કંપની પ્રા.લિ.ના મેનેજિંગ ડિરેક્ટર શ્રી એસ. વેંકટેશે જણાવ્યું હતું કે, ઈકોફ્રેન્ડલી પેકેજિંગના ક્ષેત્રમાં ગુજરાત ખાતે વિશાળ તકો રહેલી છે. ગુજરાતના બિઝનેસ ફ્રેન્ડલી વાતાવરણથી ખુશ હોવાની લાગણી તેમણે વ્યક્ત કરી હતી.
સેમિનારના અંતે પ્રશ્નોત્તરીના માધ્યમથી યુવાનોમાં કૌશલ્યવર્ધન, ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ માટે વધુ સાનુકૂળ વાતાવરણ સર્જવા માટેના પગલા, સંશોધન અને વિકાસમાં સંભવિત પરિવર્તનો સહિતના મુદ્દાઓ ઉપર ફળદાયી ચર્ચા કરવામાં આવી હતી.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.