Home ગુજરાત વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૪ : ડેમોક્રેટીક રિપબ્લિક ઓફ તિમોર લેસ્તેના રાષ્ટ્રપતિ...

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૪ : ડેમોક્રેટીક રિપબ્લિક ઓફ તિમોર લેસ્તેના રાષ્ટ્રપતિ સાથે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની મુલાકાત બેઠક

15
0

————-

*ગુજરાત જેવા વિકાસના રોલ મોડેલ સ્ટેટની ક્ષમતાનો લાભ લેવા તિમોર લેસ્તે ઉત્સુક છે: રાષ્ટ્રપતિ શ્રી જોઝે રામોઝોર્તા 

————-

(જી.એન.એસ),તા.૦૯

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૨૪ના પાર્ટનર કન્ટ્રી તરીકે જોડાયેલા ડેમોક્રેટીક રિપબ્લિક તિમોર લેસ્તેના રાષ્ટ્રપતિશ્રી જોઝે રામોઝોર્તા સાથે મહાત્મા મંદીરમાં મુલાકત બેઠક યોજી હતી. ભારત અને તિમોર લેસ્તે વચ્ચે શરૂઆતથી જ સુદ્રઢ રાજદ્વારી સંબંધો રહ્યા છે અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ તિમોર લેસ્તેની રાજધાની દિલિમાં ભારતીય દૂતાવાસ સ્થાપવાની તાજેતરમાં જાહેરાત કરી છે તે સંદર્ભમાં આ બેઠક મહત્વપૂર્ણ બની રહી હતી.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૨૪માં ડેમોક્રેટીક રિપબ્લિક ઓફ તિમોર લેસ્તેની ભાગીદારીથી ભારત – ગુજરાત – તિમોર લેસ્તેના સંબંધોને નવી ઊંચાઇ મળેશે તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી. ડેમોક્રેટીક રિપબ્લિક તિમોર લેસ્તેના રાષ્ટ્રપતિશ્રી જોઝે રામોઝોર્તાએ પણ ગુજરાત જેવા વિકાસના રોલ મોડેલ રાજ્યની ક્ષમતાઓનો લાભ મેળવવા તેમનું રાષ્ટ્ર ઉત્સુક છે, તેમ જણાવ્યુ હતું.  મુખ્ય સચિવ શ્રી રાજકુમાર, મુખ્યમંત્રીશ્રીના અગ્ર મુખ્ય સચિવ શ્રી કે. કૈલાસનાથન સહિતના વરિષ્ઠ અધિકારીઓ આ મુલાકત બેઠકમાં જોડાયા હતાં.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleરિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ નિયમોનું પાલન ન કરતી સહકારી બેંકો સામે કાર્યવાહી હાથ ધરી
Next articleભારતીય કિસાન સંઘના સ્વ. જીવણદાદાની ત્રીજી પુણ્યતિથિ નિમિત્તે ગાંધીનગરમાં સ્મરણિકા – ‘કિસાન સમર્પિત એક જીવન’ નું લોકાર્પણ કરાયું