ગુજરાતના યુવા ઉદ્યમી અને ‘AIRX ટેકનોલોજી’ સ્ટાર્ટઅપના ફાઉન્ડર અને CEO શ્રી શની પંડ્યા દ્વારા સંશોધિત
પ્રોડક્ટ માર્કેટમાં લૉન્ચ તે પહેલાં યુએઇ અને સિંગાપોરથી થયું એડવાન્સ બુકિંગ – શ્રી શની પંડ્યા
(જી.એન.એસ),૧૩
ગાંધીનગર,
વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૪ અંતર્ગત ગાંધીનગર ખાતે “વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શો” યોજાયો હતો. આ ટ્રેડ શોમાં વિશ્વના ૨૦ દેશોના અંદાજે ૧ હજારથી વધુ પ્રદર્શકો સહભાગી થયા હતા. ગુજરાતના યુવા ઉદ્યમી અને ‘AirX ટેકનોલોજી’ સ્ટાર્ટઅપ ફાઉન્ડર શની પંડ્યા દ્વારા સંશોધિત સોલાર ટાઇલ્સ મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની હતી. આ પ્રોડક્ટ માર્કેટમાં લૉન્ચ કરે તે પહેલાં યુએઇ અને સિંગાપોરથી એડવાન્સ ઓર્ડર મળ્યા છે.
આ સોલાર ટાઇલ્સ વિશે માહિતી આપતાં શ્રી શની પંડ્યાએ જણાવ્યું હતું કે, આ સોલર ટાઇલ્સને વિકસાવવામાં તેમને લગભગ 2 વર્ષનો સમય લાગ્યો હતો. આ ટાઇલ્સ ખૂબ જ કાર્યક્ષમ છે અને તેમાંથી ઘણી માત્રામાં વીજળીનું ઉત્પાદન થઈ શકે છે. આ સોલાર ટાઇલ્સ ટેકનોલોજી ભારતના ટકાઉ ભવિષ્ય માટે એક મહત્વપૂર્ણ પગલું છે. આ ટેકનોલોજી નવીનતા, પર્યાવરણ પ્રત્યે જાગૃતિ અને સામાજિક જવાબદારીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.