Home ગુજરાત વસંતભાઇ માલવિયાના શંકાસ્‍પદ મૃત્‍યુની ગુજરાત હાઇકોર્ટે તપાસના આદેશો આપતા ખળભળાટ

વસંતભાઇ માલવિયાના શંકાસ્‍પદ મૃત્‍યુની ગુજરાત હાઇકોર્ટે તપાસના આદેશો આપતા ખળભળાટ

321
0

( રાજકોટ
રાજકોટના જાણીતા શિક્ષણવિદ અને પીડીએમ કોલેજના સ્‍થાપક સ્‍વ.વસંતભાઇ માલવીયાના શંકાસ્‍પદ મૃત્‍યુ અને તેઓની કરોડો-અબજોની મિલ્‍કતો હડપ કરવાના મુદે સંજયભાઇ પંડયાએ ગુજરાત હાઇકોર્ટમાં કરેલ રીટ અરજી અન્‍વયે હાઇકોર્ટે ફરિયાદીની રીટ અરજીમાં થયેલ આક્ષેપો મુજબ રાજયના ચીફ સેક્રેટરીને વિશેષ તપાસ કરવાનો હુકમ કરતા ભારે ચકચાર જાગી છે.
અહીની માલવીયા કોલેજના કર્મચારી સંજયભાઇ પંડયા દ્વારા રાજકોટ ડીસીબી પોલીસ સ્‍ટેશનમાં સ્‍વ.વસંતભાઇ માલવીયાના શંકાસ્‍પદ મૃત્‍યુ બારામાં તેમજ માલવીયાની કરોડોની મિલ્‍કતો પચાવી પાડવાનો કારસો કરવા અંગે વિશાલ મનોજભાઇ શાહ, સુધાબેન મનોજભાઇ શાહ, મનોજભાઇ જયંતલાલ શાહ, કમલેશ મુળશંકર જાની અને પરેશ ઉમેદચંદ્ર મહેતા વિરૂધ્‍ધ તેઓએ બોગસ અને બનાવટી જુની તારીખમાં સ્‍વ.વસંતભાઇ માલવીયાનુ વીલ બનાવી તેમજ જુની તારીખના ઠરાવો અને મિનિટસ બુક એક જ દિવસે એક જ સીટીંગમાં એક જ શાહી પેનથી ૧૯૮૦ થી ર૦૧ર સુધીના ઉભા કરેલ. ᅠ
આ ફરીયાદ અન્‍વયે તપાસનીશ અધિકારી દ્વારા તપાસ કરી કોર્ટ સમક્ષ ચાર્જશીટ રજુ કરેલ અને તેની નકલ મુળ ફરીયાદી સંજય પંડયાએ મેળવી તપાસમાં ઉણપ જણાય આવતા પોલીસ કમિશ્‍નરશ્રી રાજકોટને વિશેષ તપાસ કરવા આધાર-પુરાવા સાથે રજુઆત કરી હતી.
ત્‍યારબાદ ફરીયાદી સંજયભાઇ પંડયાએ ગુજરાત હાઇકોર્ટમાં રીટ અરજી કરીને જણાવેલ કે, વિશાલ શાહ, મનોજ શાહે માલવીયા કોલેજના ટ્રસ્‍ટમાંથી પોતાના પર્સનલ ઉપયોગ માટે ખુબજ મોટી રકમો ઉપાડેલી અને પોતાની પર્સનલ લોન, કેશ ક્રેડીટ લોન ટ્રસ્‍ટના ખાતામાંથી ભરપાઇ કરેલ છે.
ટ્રસ્‍ટના ખાતામાંથી જવેલરીના બીલો, જાહેર નોટીસના બીલો, એડવર્ટાઇઝીંગ એજન્‍સીના બીલો ચુકવી ટ્રસ્‍ટની ખુબજ મોટી રકમો હડપ કરી ગયેલ છે અને તે અંગેના કોઇ જ એકાઉન્‍ટ, ખાતાવહીઓ પોલીસે તપાસના કામે મેળવેલ નથી કે, ટ્રસ્‍ટના કામે રજુ થયેલ ઓડીટ રિપોર્ટ મેળવેલ નથી.
વિશેષમાં જામીનપર છુટેલ કમલેશ મુળશંકર જાનીની સહીથી ઓપરેટ થતા માલવીયા કોમર્સ કોલેજના એસબીઆઇ બેંક એકાઉન્‍ટમાંથી વિદ્યાર્થીઓને મળતી સ્‍કોલરશીપની રકમ પણ બીજા ટ્રસ્‍ટના અન્‍ય ખાતામાં ટ્રાન્‍સફર કરીને ઓળવી ગયેલ છે. આમ નિર્દોષ વિદ્યાર્થીઓની શિષ્‍યાવૃતિ પણ ઓળવી ગયેલ છે.
વધુમાં વસંતભાઇ માલવીયાના અવસાન સમયે તેમની જંગમ મિલ્‍કતો જેમાં જર, ઝવેરાત, આભુષણો, રોકડ રકમ વિગેરે તેમની તિજોરીમાં પડેલ હતી. તે તિજોરી સહિતના કબાટો વિશાલ શાહ અને તેના માણસો ઉપાડી ગયેલ તેના ફોટોગ્રાફસ તપાસનીશ અધિકારી સમક્ષ રજુ કરેલા. જે જાણીતા મેગેઝીનમાં સેરા સહિત છપાયેલ હોવા છતાં તપાસનીશ અધિકારી દ્વારા આ અંગે લેશમાત્ર તપાસ કરેલ નથી કે નિવેદન નોંધેલ નથી કે ગુનાના કામે કબ્‍જે પણ કરેલ નથી. આમ આ રકમો કરોડોની હોવા છતાં તપાસ થયેલ ન હોય આ અંગેની તપાસ થવી જરૂરી છે.
આ ઉપરાંત અન્‍ય લાખો-કરોડો રૂપિયાની ગેરરીતિ, ઉચાપત વિશાલ શાહ, મનોજ શાહ દ્વારા કરવામાં આવેલ છે. તેમ છતાં હાલના ટ્રસ્‍ટીઓ પણ આ અંગે ફરીયાદો કે કાનૂની કાર્યવાહી કરતાં ન હોય હાલના ફરીયાદી સંજયભાઈ પંડયાએ ગુજરાત હાઈકોર્ટમાં રાજકોટ પોલીસ તંત્ર વિરૂદ્ધ રીટ કરવામાં આવી છે.
આ કામના મૂળ ફરીયાદી સંજયભાઈ પંડયાએ સ્‍વ. વસંતભાઈની વોકહાર્ટ હોસ્‍પીટલમાંથી લામા સર્ટીફીકેટની વિગતે બપોરે તા. ૨-૨-૧૬ના રોજ બપોરે ૩.૧૦ વાગ્‍યે રજા આપેલ અને વોકહાર્ટ હોસ્‍પીટલના ડેથ સર્ટીફીકેટમાં વસંતભાઈના મરણનો સમય સાંજે ૫.૫૫ દર્શાવેલ અને ફરી વખત ગુજરનાર વસંતભાઈ માલવીયાના લામા સર્ટીફીકેટ મુજબ તા. ૨-૨-૧૬ના સાંજના ૬.૧૯ કલાકે રજા આપેલ છે અને સ્‍વ. વસંતભાઈના કોર્પોરેશનના ડેથ સર્ટીફીકેટમા વસંતભાઈનું મરણ સ્‍થળ વોકહાર્ટ હોસ્‍પીટલ દર્શાવે છે અને જ્‍યારે એસીપી જે.એમ. સોલંકીના રીપોર્ટમાં ગુજરનાર વસંતભાઈ તેમના ઘરે અવસાન પામેલ છે તેવુ ખુલ્લે છે. આ લામા સર્ટીફીકેટમાં કમલેશ જાનીએ સહી કરેલ હોય તેની તપાસ કરવા પણ માંગણી થયેલ છે.
વિશેષમાં વોકહાર્ટ હોસ્‍પીટલના એક ડોકટરે તેમના સાથી ડોકટરના ટેલીફોનીક મેસેજના આધારે મેડીકલ કાઉન્‍સીલના નિયમો વિરૂદ્ધ વસંતભાઈનું મરણનું ડેથ સર્ટીફીકેટ ઈસ્‍યુ કરેલ છે. આ અંગે ડોકટરો પણ શંકાના દાયરામાં હોવાનું ફરીયાદીએ જણાવેલ છે. તેમજ સ્‍વ. વસંતભાઈના હોસ્‍પીટલનું ઈન્‍ડોર પેશન્‍ટ તરીકેનું બીલ તપાસના કામે મેળવેલ નથી કે, કોમ્‍પ્‍યુટરની હાર્ડડીસ્‍ક પણ મેળવેલ નથી. જે તપાસનીશ અધિકારી મેળવે તો હોસ્‍પીટલના જવાબદાર કર્મચારીઓની સંડોવણી બહાર આવી શકી હોત, પરંતુ આવી કોઈ તપાસ પોલીસે કરેલ ન હોય ફરીયાદી સંજય પંડયા દ્વારા ગુજરાત સરકાર ચીફ સેક્રેટરી, પોલીસ કમિશ્નર રાજકોટ, ડીસીબી, પી.આઈ.ને જોડીને પક્ષકાર જોડીને હાઈકોર્ટમાં રીટ કરતા સંજય પંડયાની રીટ અરજી મુજબની વિશેષ તાત્‍કાલીક તપાસ કરવા ગુજરાત રાજયના ચીફ સેક્રેટરીને હુકમ કરેલ છે.
આ કામમાં મુળ ફરીયાદી સંજયભાઈ પંડયા વતી રાજકોટના એડવોકેટ પ્રતિક રાજ્‍યગુરૂ, સી.એચ.પટેલ, પાર્થ પીઠડીયા, કરણસિંહ ડાભી તથા હાઈકોર્ટના એડવોકેટ એચ.ડી. વસાવડા રોકાયા હતા.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field