Home ગુજરાત વલસાડ એસઓજીની ટીમને એક કન્ટેનરમાંથી અંદાજે 1500 કિલો અફીણના પોષ ડોડા કબ્જે,...

વલસાડ એસઓજીની ટીમને એક કન્ટેનરમાંથી અંદાજે 1500 કિલો અફીણના પોષ ડોડા કબ્જે, 2ની કરી ધરપકડ

36
0

વલસાડમાં એસઓજીની ટીમને મળેલી બાતમીના આધારે મધ્યપ્રદેશ તરફથી આવતી એક કન્ટેનરમાં વિપુલ પ્રમાણમાં નશાયુક્ત અફિણના સૂકા પોષ ડોડા લઈને સેલવાસ તરફ જવાનો હોવાની ચોક્કસ બાતમી મળી હતી. મળેલી બાતમીના આધારે વલસાડ એસઓજીની ટીમે નાનાપોઢા સેલવાસ રોડ ઉપર બાતમીવાળા કન્ટેનરની વોચ ગોઠવી હતી.

બાતમીવાળું કન્ટેનર આવતા કન્ટેનરને અટકાવી ચેક કરતા કન્ટેનરમાંથી અંદાજે 1500 કિલો અફિણના સૂકા પોષ ડોડાનો જથ્થો મળી આવ્યો હતો. કન્ટેનરમાં અંદાજે 1500 કિલો જેટલો અફિણના સૂકા પોષ ડોડાનો જથ્થો કબ્જે કરી 2 આરોપીઓની ધરપકડ કરીને નાનાપોઢા પોલીસ મથકે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. ગુજરાતમાં નશીલા પદાર્થ ધુસાડનારા માફિયાઓનો ખૂબ મોટો જથ્થો ઝડપી એસઓજીની ટીમને વધુ એક મોટી સફળતા મળી છે.

જેમાં મધ્યપ્રદેશથી ગુજરાત થઈને મોટી સંખ્યામાં નશાયુક્ત અફિણના પોષ ડોડાનો જથ્થો વલસાડ જિલ્લાના કપરાડા થઈ સંઘ પ્રદેશ સેલવાસ તરફ એક કન્ટેનરમાં લઈ જવાતો હોવાની બાતમી મળી હતી. મળેલી બાતમીના આધારે વલસાડ એસઓજીની ટીમને કપરાડા ખાતે એસઓજીની ટીમે બાતમીવાળા કન્ટેનરની વોચ ગોઠવી હતી. સંઘ પ્રદેશમાં વિપુલ પ્રમાણમાં નશાયુક્ત અફિણના સૂકા ડોડા ઠાલવવાના ષડયંત્રનો પર્દાફાશ કર્યો છે.

એસઓજીની ટીમને મળેલી બાતમીના આધારે વલસાડ એસઓજીની ટીમને બતમીવાળા કન્ટેનરને અટકાવી ચેક કરતા કન્ટેનરમાં 100 મોટા થેલામાંથી અંદાજે 1500 કિલોથી વધુનો અફિણના સૂકા પોષ ડોડાનો જથ્થો મળી આવ્યો હતો. 50 લાખથી વધુની કિંમતનો પોષ ડોડાનો જથ્થા સાથે વલસાડ એસઓજીની ટીમને મળેલી બાતમીના આધારે ઝડપી પાડી નશાના કારોબારનો પર્દાફાશ કર્યો હતો.

વલસાડ જિલ્લા પોલીસને વધુ એક મહત્વની સફળતા મળી છે. છેલ્લા 2 અઠવાડિયામાં વલસાડ એસઓજીની ટીમ અને વલસાડ પોલીસે ગુજરાતમાંથી વિપુલ પ્રમાણમાં પસાર થતા નશીલા પદાર્થને લઈ જતા અટકાવવામાં મહત્વની સફળતા મળી છે. વલસાડ એસઓજીની ટીમે ધરમપુર ચોકડી પાસેથી 81 કિલો ગાંજાના જથ્થા સાથે 2 આરોપીઓને ઝડપી પાડ્યા હતા અને ઓડિશાથી ઓપરેટ થતું ગાંજાના જથ્થાના રેકેટનો પર્દાફાશ કર્યો હતો.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleનવસારીમાં વિસર્જન માટે નીકળેલા ટ્રેકટરના વ્હિલ નીચે યુવાન ફસાતા મોત
Next articleકપરાડાના સ્ટેટ હાઈવે પર કોંગી કાર્યકરોએ ટાયર સળગાવ્યા, અડધો કલાક બંધ રહ્યો હાઇવે