Home ગુજરાત કપરાડાના સ્ટેટ હાઈવે પર કોંગી કાર્યકરોએ ટાયર સળગાવ્યા, અડધો કલાક બંધ રહ્યો...

કપરાડાના સ્ટેટ હાઈવે પર કોંગી કાર્યકરોએ ટાયર સળગાવ્યા, અડધો કલાક બંધ રહ્યો હાઇવે

35
0

રાજ્યમાં બેરોજગારી અને મોંઘવારીના વિરોધમાં કોંગ્રેસ દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું છે. જેને પગલે કોંગ્રી કાર્યકરોએ વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાનો સ્ટેટ હાઇવે જામ કર્યો હતો. કોંગ્રેસના ગુજરાત બંધના એલાનને કપરાડાના બાલચોંડી ગામ ખાતે ભારે પ્રતિસાદ મળ્યો છે. કોંગ્રેસ દ્વારા વાપી શામળાજી હાઇવે પર ટાયરો સળગાવી બંધ કરાયો હતો. રાજ્યમાં મોંઘવારી અને બેરોજગારીના મુદ્દે રાજ્યમાં કોંગ્રેસ દ્વારા ગુજરાત બંધનું એલાન કરવામાં આવ્યું હતું.

જિલ્લા કોંગ્રેસ દ્વારા જિલ્લાના વેપારીઓને સ્વૈચ્છીક બંધ પાળવા અપીલ કરવામાં આવી હતી. વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો. સાથે બંધના એલાનને સફળ બનાવવા કોંગ્રેસ રાજ્યભરમાં ઠેક-ઠેકાણે વિરોધ દર્શાવી રહી છે. ત્યારે વલસાડ જિલ્લામાં પણ કોંગ્રેસ દ્વારા વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. જેમાં કપરાડાના બાલચોંડી ગામે વાપી શામળાજી હાઇવે બંધ કરી ટાયરો સળગાવીને સુત્રોચ્ચાર કરી વિરોધ કર્યો હતો. કોંગ્રેસના આ વિરોધને લઈને અડધો કલાક સુધી બંને તરફ હાઇવે 3થી 4 કિ.મી જામ રહ્યો હતો.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleવલસાડ એસઓજીની ટીમને એક કન્ટેનરમાંથી અંદાજે 1500 કિલો અફીણના પોષ ડોડા કબ્જે, 2ની કરી ધરપકડ
Next articleઅંબાજીમાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઊમટ્યા, માતાજીનાં વર્ચ્યુઅલ થયા દર્શન