Home રમત-ગમત Sports વર્લ્ડકપમાં ભારતીય ટીમ અંગે રોહિત શર્માએ મહત્વનું નિવેદન કર્યું

વર્લ્ડકપમાં ભારતીય ટીમ અંગે રોહિત શર્માએ મહત્વનું નિવેદન કર્યું

18
0

(GNS),11

વર્લ્ડકપ જેમ જેમ નજીક આવી રહ્યો છે લોકો તેને લગતી મહત્વની વિગતો જાણવા આતુર છે, ક્રિકેટ રસિકો મેચની ટિકિટ, પ્લેયરોના ફોર્મ અને જૂના ઇતિહાસને યાદ કરી રહ્યા છે. આવામાં ભારતીય ટીમમાં કોનો નંબર લાગશે અને કોનું પત્તું કપાશે તેને લઈને પણ ઘણાં સવાલો લોકોને થઈ રહ્યા છે. વર્લ્ડકપ પહેલા આવી રહેલા એશિયા કપની પણ ભારે ચર્ચાઓ થઈ રહી છે, કારણે અહીં ખેલાડીઓ કેવું પ્રદર્શન કરે છે તે મહત્વનું સાબિત થશે. આ બધાની વચ્ચે કેપ્ટન વિરાટ કોહલીએ એક સ્ટેન્ટમેન્ટ કર્યું છે જેણે સૌ કોઈને વિચારમાં મૂકી દીધા છે. રોહિત શર્માએ ટીમની પસંદગી અંગે મહત્વની વાત કહી દીધી છે. હાલ ભારતીય ટીમ વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ પર છે અને T20 સિરીઝમાં ટીમે કમબેક કર્યું છે. ભારતીય ટીમમાં વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ દરમિયાન મહત્વના પ્રયોગો જોવા મળી રહ્યા છે. આ પ્રવાસને વર્લ્ડકપ પહેલાની પ્રયોગશાળા માનવામાં આવી રહો છે. મહત્વનું છે કે પ્રવાસ દરમિયાન કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલી વેસ્ટ ઈન્ડિઝ સામેની વનડે સીરિઝમાં ઉતર્યા નહોતા. તેમની જગ્યાએ અન્ય ખેલાડીઓને તક આપવામાં આવી હતી. જોકે, આમ છતાં કેટલાક સવાલો હજુ પણ ઉભા છે. વર્લ્ડકપ માટેની ટીમની પસંદગી મુદ્દે રોહિત શર્માએ મોટું નિવેદન કર્યું છે, રોહિતે કહ્યું કે કોઈ પણ ખેલાડીનું ટીમમાં સિલેક્શન ઓટોમેટિક નથી થતું. એશિયા કપમાં પણ ખેલાડીઓના પ્રદર્શન પર નજર કરવામાં આવશે.

એશિયા કપ પહેલા આરામ કરી રહેલા રોહિત શર્માએ એક ઈવેન્ટ દરમિયાન વર્લ્ડકપ અને એશિયા કપ માટે ભારતીય ટીમની તૈયારીઓ અને સિલેક્શન મુદ્દે જોડાયેલા સવાલોના જવાબ આપ્યા હતા. ખાસ કરીને નંબર 4 પર ચોક્કસ બેટ્સમેન ન મળવાના મુદ્દે કરાયેલા સવાલમાં રોહિતે કહ્યું, ‘જુઓ, એ વાત સાચી છે કે નંબર-4 અમારા માટે ઘણાં સમયથી પરેશાની બન્યો છે, યુવરાજસિંહ પછી આ નંબર પર કોઈ બેટ્સમેન સેટ થઈ શક્યો નથી. પરંતુ લાંબા સમયથી શ્રેયસ ઐયરે નંબર 4 પર સારી બેટિંગ કરી છે. પરંતુ તેમની અને અન્ય ખેલાડીઓની ઈન્જરીના કારણે પરેશાનીઓનો સામનો કરવો પડી રહ્યો છે.’ રોહિતે સ્પષ્ટ કરી દીધું કે કોઈ પણ ખેલાડીનું સિલેક્શન ઓટોમેટિક નથી થતું, જેમાં તેનો પોતાનો પણ સમાવેશ થાય છે. ભારતીય કેપ્ટને કહ્યું, ‘અમે ટીમમાં નક્કી કરી રાખ્યું છે કે કોઈની પણ જગ્યાની ગેરન્ટી નથી. કેટલાક ખેલાડીઓને ખબર છે કે તેઓ રમશે. વેસ્ટ ઈન્ડિઝમાં ત્રણ વનડે રમવાનું સારું રહ્યું. જેમાં અમે કેટલાક ખેલાડીઓને ઓળખી શક્યા છીએ. એશિયા કપમાં પણ અમારી ટક્કર સારી ટીમો સામે થશે. સૌ કોઈએ પોતાની જગ્યા માટે લડવાનું રહેશે. પછી ભલે તે ટોપ ઓર્ડર હોય કે લોઓર્ડર. દબાણમાં પ્રદર્શન કરવું પડશે નહીં તો ટીમમાં જગ્યા બનાવવાનું સરળ નહીં રહે.’ વર્લ્ડકપ પહેલા 30 સપ્ટેમ્બરથી એશિયા કપ 2023નું આયોજન થવાનું છે. ભારતીય કેપ્ટન રોહિત શર્મા એ જોવા માટે ઉત્સુક છે કે શ્રેયસ ઐયર અને રાહુલ ઈજા બાદ કમબેક કરે છે કે નહીં? રોહિત શર્માએ કહ્યું કે મુખ્ય વાત આ જ કોમ્પિનેશનની પસંદગીનો છે. રોહિત શર્માએ કહ્યું કે, “શ્રેયસ ઐયર અને કેએલ રાહુલ ચાર મહિનાથી કશું રમી રહ્યા નથી. થોડા દિવસોમાં સિલેક્શન મીટિંગ થવાની છે. અમે શું કરી શકીએ છીએ, તે મુદ્દે મીટિંગમાં બેટિંગ થશે. અમે જોઈશું કે વર્લ્ડકપમાં જવા માટે અમારા માટે યોગ્ય કોમ્બિનેશન શું છે. પરંતુ તે પહેલા એશિયા કપ છે.” એટલે કે રોહિતે સ્પષ્ટ કરી દીધું છે કે જો કેએલ રાહુલ-શ્રેયસ ઐયર ફીટ ન થાય તો પછી ટીમમાં પ્રયોગ થશે અને તે પછી પ્રેશરમાં જે ખરા ઉતરશે તેમની પસંદગી થઈ શકે છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleરોહિત શર્માએ વર્લ્ડકપ ૨૦૨૩માં ચોથા નંબર પર બેટિંગ કરનાર અંગેની સ્પષ્ટતા કરી
Next articleભારતીય ટીમની જર્સી પર આ શું લખાયું?… ટીમ ઇન્ડિયા આવી ટીશર્ટ પહેરીને મેચ રમશે!..