Home રમત-ગમત Sports વર્લ્ડકપમાં તિલક વર્મા ઈન્ઝમામ જેવો કમાલ કરી બતાવશે.. શું ભારત ફરીથી બનશે...

વર્લ્ડકપમાં તિલક વર્મા ઈન્ઝમામ જેવો કમાલ કરી બતાવશે.. શું ભારત ફરીથી બનશે ચેમ્પિયન

26
0

(GNS),12

તિલક વર્મા માત્ર 20 વર્ષના છે. તેણે વેસ્ટ ઈન્ડિઝ સામેની T20 શ્રેણીમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. સિરીઝમાં અત્યાર સુધી બંને ટીમનો કોઈ બેટ્સમેન તેમનાથી વધુ રન બનાવી શક્યો નથી. આવી સ્થિતિમાં IPLમાં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમી ચૂકેલા તિલકને વર્લ્ડ કપ માટેની ટીમમાં સ્થાન આપવાની માંગ ઉઠવા લાગી છે. જેમાં ભૂતપૂર્વ મુખ્ય પસંદગીકાર એમએસકે પ્રસાદ, ભૂતપૂર્વ ક્રિકેટર પ્રજ્ઞાન ઓઝા, ભૂતપૂર્વ અનુભવી બેટ્સમેન વાસિફ જાફર અને આર અશ્વિનનો સમાવેશ થાય છે. ડાબોડી બેટ્સમેન હોવાના કારણે તિલકને ટીમમાં રાખવાની ચર્ચા છે, કારણ કે, ટીમ ઈન્ડિયાના ટોપ ઓર્ડરમાં કોઈ ડાબોડી બેટ્સમેન નથી. ઘણા ચાહકો જાણતા હશે કે, 1992માં પાકિસ્તાને 21 વર્ષના યુવા બેટ્સમેન ઈન્ઝમામ-ઉલ-હકને ટીમમાં સામેલ કર્યો હતો. તે સમયે તેની પાસે વધુ અનુભવ પણ નહોતો, પરંતુ ઈન્ઝમામે સેમીફાઈનલમાં યાદગાર ઈનિંગ્સ રમી હતી. એટલું જ નહીં ઈમરાન ખાનના નેતૃત્વમાં પાકિસ્તાને પ્રથમ વખત વર્લ્ડ કપ પણ જીત્યો હતો. આવી સ્થિતિમાં ટીમમાં સ્થાન મેળવ્યા બાદ તિલક વર્મા ઈન્ઝમામ-ઉલ-હકના પરાક્રમનું પુનરાવર્તન કરી શકશે કે, કેમ તે જોવાનું રહેશે. વર્લ્ડ કપની મેચો ભારતમાં જ 5 ઓક્ટોબરથી રમાશે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે હાલમાં જ 53 વર્ષીય ઈન્ઝમામ-ઉલ-હકને મુખ્ય પસંદગીકારની જવાબદારી સોંપી છે.

1992ના વર્લ્ડ કપની વાત કરીએ તો ICC ટૂર્નામેન્ટ 22 ફેબ્રુઆરીથી શરૂ થઈ હતી. વર્લ્ડ કપ પહેલા 21 વર્ષીય યુવા બેટ્સમેન ઈન્ઝમામ ઉલ હકને માત્ર 7 વનડે મેચનો અનુભવ હતો. આ દરમિયાન તેણે 2 સદી અને 2 અડધી સદીની મદદથી 406 રન બનાવ્યા હતા. સ્ટ્રાઈક રેટ 83 હતો. 117 રનનું શ્રેષ્ઠ પ્રદર્શન હતું. તેણે ઘરઆંગણે શ્રીલંકા સામે બંને સદી ફટકારી હતી.  સેમી ફાઈનલમાં રમાયેલી યાદગાર ઇનિંગ્સ.. જે જણાવીએ તો, પાકિસ્તાને ગ્રુપ રાઉન્ડમાં 8માંથી 4 મેચ જીતી હતી. ટીમ પોઈન્ટ ટેબલમાં ચોથા સ્થાને રહી અને સેમીફાઈનલમાં જગ્યા બનાવવામાં સફળ રહી. ન્યૂઝીલેન્ડે 8માંથી 7 મેચ જીતીને ટેબલમાં ટોચનું સ્થાન મેળવ્યું છે. હવે સેમિફાઇનલમાં બંને ટીમો આમને-સામને હતી. સેમીફાઈનલમાં પ્રથમ રમતા ન્યુઝીલેન્ડે 7 વિકેટે 262 રનનો સંઘર્ષપૂર્ણ સ્કોર બનાવ્યો હતો. જવાબમાં પાકિસ્તાને 34 ઓવરમાં 140 રનમાં 4 વિકેટ ગુમાવી દીધી હતી. હવે તેને 16 ઓવરમાં 123 રન બનાવવાના હતા. એટલે કે દરેક ઓવરમાં 7.50 થી વધુ રન રેટ જરૂરી હતો. ઈન્ઝમામ-ઉલ-હકે ઝડપી બેટિંગ કરતા 162ના સ્ટ્રાઈક રેટથી 37 બોલમાં 60 રન બનાવ્યા હતા. 7 ચોગ્ગા અને એક છગ્ગો માર્યો. પાકિસ્તાને ઈન્ઝમામ-ઉલ-હકને વર્લ્ડ કપની તમામ 10 મેચોમાં તક આપી હતી. પ્રથમ 8 મેચમાં તે એક પણ અડધી સદી ફટકારી શક્યો નહોતો. વેસ્ટ ઈન્ડિઝ સામેની પ્રથમ મેચમાં ઈન્ઝમામે 39 બોલમાં 27 રન બનાવ્યા હતા. સાઉથ આફ્રિકા વિરૂદ્ધ 44 બોલમાં 48 રન બનાવીને તેણે ટીમને જીતના ઉંબરે પહોંચાડી હતી, પરંતુ ટીમ 20 રનથી મેચ હારી ગઈ હતી. જો આપણે અન્ય 6 ઇનિંગ્સ પર નજર કરીએ તો તેમાંથી એક પણ ઇનિંગ્સમાં તે 20 રનના આંકડાને સ્પર્શી શક્યો નથી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleભારતે જાપાનને હરાવતા એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં જગ્યા મળી હતી
Next articleઅંબાતી રાયડુ કેરેબિયન લીગની ફ્રેન્ચાઇઝી સાથે જોડાયો.. બીસીસીઆઈએ આ અંગે હજી મંજૂરી આપવા નિર્ણય લીધો નથી