Home ગુજરાત વરસાણાના વાડામાં 2 ટેન્કર માંથી સોયાબીન તેલની ચોરી કરતા પોલીસ ત્રાટકી

વરસાણાના વાડામાં 2 ટેન્કર માંથી સોયાબીન તેલની ચોરી કરતા પોલીસ ત્રાટકી

18
0

કંડલાની તેલ કંપનીઓ માંથી ટેન્કર ભરી દેશના અલગ અલગ ખૂણે તે જથ્થો પહોચાડવામાં આવી રહ્યો છે, પરંતુ ગાંધીધામની હદ પર થતા જ તે ટેન્કરો માંથી ડ્રાઈવરો સાથે મિલીભગત કરી તેલની ચોરી કરી લેવામાં આવે છે. જે ચોરી છેલ્લા લાંબા સમયથી થઇ રહી છે. તેવામાં અંજાર પોલીસ જેની અત્યાર સુધી લાજ કાઢતી હતી તે વાડા સંચાલકના ઠેકાણે દરોડો પાડવામાં આવ્યો હતો અને લાઇવ ચોરી થતા ઝડપી પડી હતી. કંડલાથી સોયાબીન તેલનો જથ્થો ભરી બે ટેન્કર અંજાર તાલુકાના ભીમાસર (ચ) ગામની સીમમાં આવેલી લુઇસ કંપનીમાં ખાલી કરવા માટે નીકળ્યા હતા.

જે દરમિયાન ગાંધીધામની હદ પર કરી અંજાર તાલુકાના વરસાણા ગામની સીમમાં આવેલ આહીર પ્લાયવુડ ની બાજુમાં આવેલ પ્લોટ નંબર 27 પર ભચાઉ તાલુકાના છાડવાડા ગામના ભરત કરશન જરુના વાડામાં તે બંને ટેન્કરો ઉભા રહી ગયા હતા અને વાડામાં કામ કરતા શંકર મારવાડી નામના ઇસમ મારફતે ટેન્કરના સીલ તોડી સોયાબીન તેલની ચોરી કરવામાં આવી રહી હતી. જેમાંથી આરોપીઓએ 100 લીટર તેલની ચોરી પણ કરી લીધી હતી. જે ચોરી દરમિયાન અચાનક અંજાર પોલીસ ત્રાટકી હતી.

પોલીસને આવતી જોઈ ચોરી કરી રહેલો શંકર, વાડા માલિક ભરત જરુ અને એક ટેન્કરનો ચાલક નાસી ગયો હતો. જયારે નંદગામમાં રહેતો ટેન્કર ચાલક હરજી રાજા રબારી ભાગતા સમયે ઝડપાઈ ગયો હતો. જેથી પોલીસે ચોરી કરેલો જથ્થો ઉપરાંત ટેન્કરમાં ભરેલો રૂ. 97,81,325નો સોયાબીન તેલ, રૂ. 40 લાખના 2 ટેન્કર, મોબાઈલ, 2 બિલ્ટી મળી કુલ રૂ. 1.32 કરોડનો મુદ્દામાલ કબજે કરી એક આરોપીને ઝડપી લીધો હતો અને બાકીના આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધ આગળની વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસે જયારે વાડા પર દરોડો પડ્યો ત્યારે ત્યાં 2 ટેન્કરો ઉભેલા જોવા મળ્યા હતા. જેમાંથી એક ટેન્કર માંથી 70 લીટર અને બીજા માંથી 30 લીટર સોયાબીન તેલનો જથ્થો ચોરાઈ ગયો હતો અને ચોરાઉ માલ 35-35 લીટરના કેરબામાં પડેલા જોવા મળ્યા હતા.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleલુણાવાડા જનરલ હોસ્પિટલ ખાતે ક્લબ ફૂટ ક્લિનિકનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું
Next articleધોળકાના બેગવા ચોકડી પાસે એસટી બસ અને એક્ટિવા વચ્ચે અકસ્માત