Home ગુજરાત વડોદરા પોલીસ ઓનલાઈન પાર્ટ ટાઈમ જોબના બહાને ટેલિગ્રામમાં ટાસ્ક પૂર્ણ કરી પૈસા...

વડોદરા પોલીસ ઓનલાઈન પાર્ટ ટાઈમ જોબના બહાને ટેલિગ્રામમાં ટાસ્ક પૂર્ણ કરી પૈસા કમાવવાની લાલચ આપીને ઠગાઈ કરનારને પકડી પડ્યો

29
0

(જી.એન.એસ) તા. 2

વડોદરા/સુરત,

દિવસે ને દિવસે બેરોજગાર લોકો મહંત કરી કમાવવાના બદલે ખોટ રસ્તાઓ પર ચઢીને ગુનાઓ આચરે છે, વડોદરા પોલીસને એક ઓનલાઈન ફ્રોડ કરતાં આરોપીની ધરપકડ સુરત થઈ કરવામાં સફળતા મળી છે. વડોદરા શહેરના કરાલીબાગ વિસ્તારમાં રહેટી એક સ્ત્રીના મોબાઈલ ફોન પર અજાણ્યા નંબર પરથી મેસેજ આવ્યો હતો. તેમાં કહેવામાં આવ્યું છે કે અમે લોકોને પાર્ટ-ટાઇમ ઓનલાઈન કામ કરવા માટે શોધી રહ્યા છીએ. તેથી તેઓ લાલચમાં આવીને ઓનલાઈન કામ કરવા તૈયાર થઈ ગયા. જેમાં તેમને સોશિયલ મીડિયા પર આઈડી બનાવવાનું અને ગૂગલ પર રિવ્યુ આપવાનું કામ આપવામાં આવ્યું હતું. જેમાં શરૂઆતમાં તેમને કામ માટે વળતર આપવામાં આવ્યું હતું જેથી તેઓ તેમના પર વિશ્વાસ કરી શકે. ત્યારબાદ ભેજાબાજો ઠગ વ્યક્તિએ પ્રીમિયમ ટાસ્ક આપવાના  બહાને તેમની પાસેથી 6.93 લાખ અલગ અલગ ખાતામાં ટ્રાન્સફર કરાવડાવ્યા હતા અને ટાસ્ક પૂર્ણ થઇ ગયા બાદ તેમના રિવોર્ડ સાથેની રકમ ક્રિપ્ટો વોલેટમાં બતાવતી હતી. જેથી તેઓએ ક્રિપ્ટો વોલેટમાંથી રૂપિયા ઉપાડવા માટે પ્રયાસ કર્યો હતો પરંતુ રૂપિયા ઉપાડી શક્યા ન હતા. જેથી તેમના સાથે છેતરપિંડી થઇ હોવાની સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવતા સાઇબર ક્રાઇમ પોલીસે ટેકનિકલ તથા હ્યુમન સોર્સના આધારે તપાસ શરૂ હતી. જેમાં આરોપી સુરત ખાતે રહેતો હોવાની બાતમી મળતા સાઇબર ક્રાઇમના અધિકારીઓ એ સુરત ખાતે પહોંચી ઠગ ચેતન ભરત ભાદાણીને ઝડપી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઅમદાવાદમાં વકીલે પ્રેમિકાથી કંટાળીને શરીર પર પેટ્રોલ છાંટી આપઘાત કર્યો
Next articleમહેસાણામાં આખરે સિટીબસ સેવા બંધ કરવામાં આવી