Home ગુજરાત વડોદરામાં 60 વર્ષીય વૃદ્ધાનું ઠંડીના કારણે મોત

વડોદરામાં 60 વર્ષીય વૃદ્ધાનું ઠંડીના કારણે મોત

372
0

(S.yuLk.yuMk)વડોદરા,íkk.08
વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલા લાલબાગ બ્રિજ નીચે ત્રણ દિવસ અગાઉ વડોદરા મહાનગરપાલિકા દ્વારા લગભગ 200 જેટલા કાચા પાકા મકાનો તેમજ દુકાનો તોડી પાડવામાં આવી હતી. જે બનાવ બાદ સ્થળ પર વસતા સ્થાનિકોને આવાસ ફાળવણી કરી સ્થળાંતરિત કરવામાં આવ્યા હતા. જેમાં દબાણ તૂટયા બાદ તે જ સ્થળે રહેતા એક 60 વર્ષીય વૃદ્ધાનું ઠંડીના કારણે મોત નીપજયુ હતું. પ્રાપ્ત વિગતો અનુસાર વડોદરા મહાનગરપાલિકા દ્વારા ચૂંટણી પૂરી થતાં જ દબાણ તોડવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. જેમાં સૌપ્રથમ લાલબાગ બ્રિજ નીચેના દબાણો તોડવામાં આવ્યા હતા. લગભગ 200 જેટલા કાચા પાકા મકાનો તોડી પાડવામાં આવ્યા હતા. જે બાદ તમામ લાભાર્થીઓને આવાસ યોજનામાં સમાવેશ કરાયા હતા. સ્થાનિકોની માંગ હતી કે તેઓને કલાલી વિસ્તારમાં બની રહેલા આવાસમાં મકાન આપવામાં આવે જ્યારે પાલિકા દ્વારા 15 કિમી દૂર બનેલા સયાજીપુરા વિસ્તારમાં આવાસ ફાળવ્યા હતા જ્યારે પાલિકાની સામે ન્યાયની માંગણી સાથે કેટલાંક રહીશો દબાણ તૂટ્યા તે જ સ્થળે રહ્યા હતા. જેમાં 60 વર્ષીય લક્ષ્મીબેન સોલંકી પણ દબાણ તૂટ્યાં સ્થળે જ રહેતા હતા. જેમાં રવિવારે રાત્રે ઠંડીના કારણે તેઓનું મોત નીપજયુ હતું.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઅનુરાગ કશ્યપે મનમર્ઝિયાં રીલીઝ કરવા અંગે કરી જાહેરાત
Next articleબજેટને લઈને હાલ થઇ રહી છે ચર્ચા, મધ્યમવર્ગને મળશે રાહત