Home ગુજરાત વડોદરામાં 10 કરોડની છેતરપિંડી કરી તાન્ઝાનિયા ભાગી ગયેલ કલરવ પટેલ 15 વર્ષે...

વડોદરામાં 10 કરોડની છેતરપિંડી કરી તાન્ઝાનિયા ભાગી ગયેલ કલરવ પટેલ 15 વર્ષે મુંબઇ એરપોર્ટથી ઝડપી લીધો

22
0

વડોદરામાં વર્ષ 2007માં ત્રણ માસમાં ડબલ રૂપિયાની લાલચ આપી 1500 જેટલા લોકોના 10 કરોડ રૂપિયાની ઉચાપત કરી તાન્ઝાનિયા ભાગી ગયેલા આરોપી કલરવ પટેલને પોલીસે મુંબઇ એરપોર્ટથી ઝડપી લીધો છે. ‘કાનૂન કે હાથ બહુત લંબે હોતે હૈ’ આ ડાયલોગ ઘણા બધાએ સાંભળ્યો હશે. પરંતુ તેને વડોદરાના ક્રાઇમ બ્રાન્ચે સાબિત કરી બતાવ્યો છે. વડોદરામાં વર્ષ 2005માં કલરવ વિનોદભાઇ પટેલ (રહે. અમરાવતી સોસાયટી, ગોત્રી રોડ, વડોદરા)એ અલકાપુરીના આર.સી. દત્ત રોડ પર આવેલ પ્રિમીયર ચેમ્બર્સમાં વાઇઝ એડવાઇઝ નામની ફાયનાન્સ કંપની શરૂ કરી હતી. જેમાં ત્રણ મહિનામા રૂપિયા ડબલ કરવાની સ્કીમ બનાવી લોકોને લાખો રૂપિયાની રકમનું મૂડીરોકાણ કરાવ્યું હતું અને તે રૂપિયા પરત પણ કર્યા હતા.

જ્યાર બાદ કલરવ પટેલે જુલાઇ 2006માં કંપનીનું નામ બદલી સ્માર્ટ કેશ ઇન્વેસ્ટમેન્ટ સોલ્યુશન કરી ઓક્ટોબર 2006માં દિવાળી સ્પેશ્યલ નામની નવી સ્કીમ મુકી ત્રણ મહિનામાં રૂપિયા ડબલ ઉપરાંત 25 ટકા બોનસ આપવામાં આવશે તેવી જાહેરાત કરી હતી. તેમજ રીકરીંગ સ્કીમ, પેન્શન પ્લાન, વિન્ટર પ્લાન સ્કીમમાં નાણા રોકાણ કરનારને ત્રણ ગણા નાણા આપવાની સ્કીમ બનાવી તે સ્કીમમાં 1500 જેટલા સભાસદો પાસેથી અંદાજે 10 કરોડ જેટલી રકમ એકત્ર કરી ફરાર થઇ ગયો હતો. આરોપી કલરવ પટેલે લોકોને રૂપિયા પરત ન કરવા પડે તે માટે 17 જાન્યુઆરી 2007ના રોજ રોકાણકારોને મેસેજ કર્યો હતો કે, પોતે પૈસા સાથે પકડાઇ ગયો છે.

તેને દિલ્હી લઇ જવામાં આવી રહ્યો છે. મેટર સિરિયસ છે. તમામ કાળજી રાખજો. આવો SMS મોકલી કલરવ પટેલ વડોદરા છોડી ફરાર થઇ ગયો હતો. જેથી આ મામલે કલરવ પટેલ સામે વર્ષ 2007માં ક્રાઇમ બ્રાન્ચમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાઇ હતી. વડોદરા ક્રાઇમ બ્રાન્ચમાં કલરવ પટેલ સામે ફરિયાદ નોંધાયા બાદ તેની સામે રેડ કોર્નર નોટિસ તેમજ લુક આઉટ નોટિસ જારી કરવામાં આવી હતી. તેમજ તેની શોધખોળ જારી રાખવામાં આવી હતી. દરમિયાન આરોપી કલરવ પટેલ તાન્ઝાનીયા દેશમાં રહેતો હોવાની બાતમી મળી હતી.

જેથી તેને ભારત પરત લાવવા માટે વડોદરા પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. દરમિયાન કલરવ પટેલ તાન્ઝાનીયાથી વિમાનમાં ભારત આવવા માટે રવાના થયો હોવાની માહિતી મળતા સવારે વડોદરા ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ મુંબઇ એરપોર્ટ જવાના રવાના થયા હતા. તેમજ મુંબઇ એરપોર્ટ ઓથોરિટીના ઇમીગ્રેશનના અધિકારીઓ સાથે સતત સંપર્કમાં રહ્યા હતા. કલરવ પટેલ મુંબઇ એરપોર્ટ પર ઉતરતા જ ઇમીગ્રેશનના અધિકારીઓની મદદ લઇ તેને ઝડપી લેવામાં આવ્યો હતો.

અને આમ છેલ્લા 15 વર્ષથી ત્રણ મહિનામાં રૂપિયા ડબલ કરવાની લાલચ આપી સેંકડો વડોદરાવાસીઓને છેતરી ફરાર થયેલ કલરવ પટેલને દબોચી લેવામાં આવ્યો હતો. વડોદરા ક્રાઇમ બ્રાન્ચ આરોપી કલરવ પટેલને વડોદરા લઇ આવી છે અને તેનો કોરોના રિપોર્ટ કરી આ ગુના અંગે વધુ પૂછપરછ માટે કાર્યવાહી શરૂ કરી છે. કલરવ તાન્ઝાનિયા કેવી રીતે પહોંચ્યો, કોણે તેની મદદ કરી, ત્યાં આટલો વર્ષો શું કર્યું સહિતની વિગતો આગામી દિવસોમાં બહાર આવશે.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleજામનગરમાં ડેન્ટલ કોલેજમાં બર્થડે ઉજવી રહેલા વિદ્યાર્થીઓને પોલીસે માર માર્યાનો આક્ષેપ
Next articleપાટણમાં જાહેરમાં અભિનય કરીને લોકોને ઓનલાઇન શોપીંગના કોઇપણ ઇસ્યુના ઉકેલ માટે લોકોને કરાયા જાગૃત