(જી.એન.એસ) તા.૫
વડોદરાઃ ડભોઇમાં એક્ટિવા પર દારૂની હેરાફેરી કરતા બૂટલેગરોને પકડવા એસઓજીની ટીમ પહોંચતા ભાગદોડ મચી હતી. એસઓજીએ એક બૂટલેગરને પકડી દારૂની 5 બોટલ અને 16 બીયર મળી કુલ રૂપિયા 28,600નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર બૂટલેગરે સાહેબ, અમે એલસીબીને સાચવીએ છીએ તેવું રટણ કરતાં ઉપસ્થિત પોલીસ કર્મીઓ ચોંકી ઉઠ્યા હતાં. અલબત્ત, પોલીસે બૂટલેગરને મચક નહિ આપી તેની ધરપકડ કરી સાગરિતની શોધખોળ શરૂ કરી છે.
ડભોઇના તિલકવાડા માર્ગ નર્મદા કોલોની સામે આવેલા શોપીંગ સેંટરની પાછળ બે શખ્સો નંબર વગરની એકટિવા પર વિદેશી દારુનો ધંધો કરી રહ્યા છે તેવી બાતમી જિલ્લા એસઓજીની ટીમને મળતાં સોમવારે સાંજે ટીમે દરોડો પાડ્યો હતો. પોલીસને જોઇ એક્ટિવા પર સવાર શખ્સો ભાગ્યા હતાં. જે પૈકી ડભોઇ નાંદોદી ભાગોળ પાસે રહેતા દિનેશ તડવીને પોલીસે ઝડપી પાડ્યો હતો. જ્યારે રાજુ બાબુ જયસ્વાલ ભાગી છૂટ્યો હતો. એસઓજીએ સમગ્ર મામલો ડભોઇ પોલીસને સોંપી દેતાં પોલીસે એકિટવા પર મુકેલી દારૂની 5 બોટલ અને 16 બીયર મળી કુલ રૂ. 28,600નો મુદ્દામાલ જપ્ત કરી બૂટલેગરની ધરપકડ કરી હતી.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.