Home દેશ - NATIONAL વડાપ્રધાન મોદીનો વિપક્ષની બેઠક પર આકરો પ્રહાર, “બેંગલુરુમાં કટ્ટર ભ્રષ્ટાચાર સંમેલન યોજાઈ...

વડાપ્રધાન મોદીનો વિપક્ષની બેઠક પર આકરો પ્રહાર, “બેંગલુરુમાં કટ્ટર ભ્રષ્ટાચાર સંમેલન યોજાઈ રહ્યું છે”

15
0

(GNS),18

બેંગલુરુમાં વિપક્ષો 2024ની લોકસભા ચૂંટણી માટે એકજૂથ થઈને મંથન કરી રહ્યા છે. આ દરમિયાન, મંગળવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ વિપક્ષી એકતા પર આકરા પ્રહારો કર્યા હતા અને આ બેઠકને ‘કટ્ટર ભ્રષ્ટાચાર સંમેલન’ ગણાવી હતી. વિપક્ષ પર સીધો પ્રહાર કરતા પીએમ મોદીએ કહ્યું કે જે લોકો જાતિવાદનું ઝેર ફેલાવે છે અને ભ્રષ્ટાચાર કરે છે તેઓ બેંગલુરુમાં દુકાનો ખોલીને બેઠા છે. ત્યારે પીએમના આ નિવેદન બાદ રાજકારણ ગરમાય રહ્યું છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે આજે દેશની જનતાએ 2024ની ચૂંટણીમાં અમારી સરકારને પરત લાવવાનું મન બનાવી લીધું છે, આવી સ્થિતિમાં ભારતની દુર્દશા માટે જવાબદાર કેટલાક વિપક્ષી લોકોએ પોતાની દુકાનો ખોલી લીધી છે. તેમને જોઈને મને એક કવિતા યાદ આવે છે, ગાઈત કુછ હૈ હાલ કુછ હૈ, લેબલ કુછ હૈ માલ કુછ હૈ.

પીએમ મોદીએ કહ્યું કે તે વિપક્ષી પાર્ટીઓ પર આ વાક્ય ફિટ બેસે છે વિપક્ષ પર પ્રહાર કરતા પીએમએ કહ્યું કે આ તેમની દુકાનનું સત્ય છે, તેમની દુકાન પર બે વસ્તુઓની ગેરંટી છે. વડાપ્રધાને કહ્યું કે આ લોકો જાતિવાદી ઝેર વેચે છે અને લોકો સાથે ભ્રષ્ટાચાર કરે છે. વિપક્ષી નેતાઓ પર નિશાન સાધતા પીએમ મોદીએ કહ્યું કે અહીં જો કોઈ કરોડોના કૌભાંડમાં જામીન પર હોય તો તેને સન્માન આપવામાં આવે છે, જો આખો પરિવાર જામીન પર હોય તો તેને વધુ સન્માન મળે છે. કોઈપણ પક્ષના વર્તમાન મંત્રી જેલમાં જાય, કોઈને કોર્ટ દ્વારા સજા થાય તો તેનું અહીં સ્વાગત કરવામાં આવે છે.

લાલુ યાદવનું નામ લીધા વિના તેમના પર નિશાન સાધતા પીએમ મોદીએ કહ્યું કે અહીં જે લોકોને કોર્ટ દ્વારા સજા થઈ છે તેમના પાસેથી માર્ગદર્શન લેવામાં આવે છે. પીએમ મોદીએ કહ્યું કે હું તેમના માટે એટલું જ કહેવા માંગુ છું કે નફરત છે, કૌભાંડો છે, તુષ્ટિકરણ કરનારા લોકો છે. દેશના બાળકોનો વિકાસ નથી, પરંતુ તેના પોતાના બાળકો અને ભત્રીજાઓનો વિકાસ તેના માટે મહત્વપૂર્ણ છે. આજકાલ દેશમાં સ્ટાર્ટઅપ્સ વધી રહ્યા છે, આપણા યુવાનો આગળ વધી રહ્યા છે પરંતુ વિપક્ષોએ ક્યારેય આ શક્તિ સાથે ન્યાય કર્યો નથી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleદૈનિક રાશિફળ (તા.૧૯-૦૭-૨૦૨૩)
Next articleવિપક્ષની બેઠકમાં મલ્લિકાર્જુન ખડગેનું મોટું નિવેદન : “કોંગ્રેસ વડાપ્રધાન પદની રેસમાં નથી”