Home દેશ - NATIONAL વડાપ્રધાન મોદીએ ગોવામાં ઈન્ડિયા એનર્જી વીકની શરૂઆત કરી

વડાપ્રધાન મોદીએ ગોવામાં ઈન્ડિયા એનર્જી વીકની શરૂઆત કરી

23
0

(જી.એન.એસ),તા.૦૬

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓડિશા અને આસામની મુલાકાત બાદ મંગળવારે ગોવા પહોચ્યાં છે. ત્યારે ગોવામાં આજે ઈન્ડિયા એનર્જી વીક 2024નું ઉદ્ઘાટન કર્યું હતુ. એનર્જી વીક, ભારતનું સૌથી મોટું અને એકમાત્ર ઉર્જા પ્રદર્શન અને સમ્મેલન છે, જેમાં વિવિધ દેશોના લગભગ 17 ઊર્જા મંત્રીઓ ભાગ લઈ રહ્યા છે. પીએમ મોદીએ આ દરમિયાન લોકોને સંબોધિત કર્યા હતા. તેમણે ઉર્જા ક્ષેત્રમાં ભારતની ઉપલબ્ધિઓ વિશે જણાવ્યું. પીએમ મોદીએ આ અંગે વાત કરતા કહ્યું કે આજે જ્યારે આપણે પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા વિશે વાત કરવા માટે એકસાથે આવ્યા છીએ, ત્યારે આપણે ટકાઉ ભવિષ્ય વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. આ માટે ગોવા એકદમ પરફેક્ટ ડેસ્ટિનેશન છે. તેમણે કહ્યું કે આ નાણાકીય વર્ષના પ્રથમ 6 મહિનામાં ભારતનો જીડીપી દર 7.5 ટકાથી વધુ વધ્યો છે. ભારત આજે વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર છે. તાજેતરમાં, IMF એ પણ આગાહી કરી છે કે અમે સમાન ગતિએ આગળ વધીશું. આજે સમગ્ર વિશ્વના નિષ્ણાતો માની રહ્યા છે કે ભારત ટૂંક સમયમાં વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે.

પીએમ મોદીએ આજે ગોવામાં પોતાના સંબોધનમાં કહ્યું કે આજે ભારત 21મી સદીના આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ કરી રહ્યું છે. આ નાણાકીય વર્ષમાં અમે ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર લગભગ 10 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરી રહ્યા છીએ. તમને જણાવી દઈએ કે ભારતના બજેટમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર 11 લાખ કરોડ રૂપિયાથી વધુ ખર્ચ કરવાનું વચન આપવામાં આવ્યું છે. આનો મોટો હિસ્સો એનર્જી સેક્ટરમાં જવાની ખાતરી છેની પીએમએ વાત કરી હતી. વડાપ્રધાને કહ્યું કે અમારી સરકાર દ્વારા કરવામાં આવેલા સુધારાઓને કારણે ભારતમાં ઘરેલું ગેસનું ઉત્પાદન ઝડપથી વધી રહ્યું છે. અમે પ્રાથમિક ઉર્જા મિશ્રણમાં કુદરતી ગેસનો હિસ્સો 6% થી વધારીને 15% કરવાના પ્રયાસો કરી રહ્યા છીએ. તેમજ અર્થવ્યવસ્થા ભારતની પ્રાચીન પરંપરાનો એક ભાગ રહી છે. પુનઃઉપયોગનો ખ્યાલ પણ આપણી જીવનશૈલી સાથે જોડાયેલો છે. આ બાબત ઉર્જા ક્ષેત્ર સાથે પણ એટલી જ સંબંધિત છે. આ ઉપરાંત, વડાપ્રધાન ગોવામાં એક કાર્યક્રમમાં રૂ. 1,330 કરોડથી વધુના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ પણ કરશે. તેઓ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી (NIT), ગોવાના કાયમી કેમ્પસનું ઉદ્ઘાટન કરશે અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ એક્વેટિક્સના નવા કેમ્પસનું ઉદ્ઘાટન કરશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleકર્ણાટક હાઈકોર્ટે કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાને દંડ ફટકાર્યો
Next articleદિલ્હીમાં 9 ફેબ્રુઆરીથી ‘ગુડ ગવર્નન્સ મહોત્સવ’ શરૂ, બીજેપી ચીફ ઉદ્ઘાટન કરશે