Home ગુજરાત ઉત્તર ગુજરાત વડાપ્રધાન મોદીએ ગાંધીનગરમાં 4,400 કરોડ રૂપિયાની પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યા

વડાપ્રધાન મોદીએ ગાંધીનગરમાં 4,400 કરોડ રૂપિયાની પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યા

54
0

અમારી સરકાર જાતિ કે ધર્મ જોયા વગર કામ કરે છે: મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધીનગરમાં 4,400 કરોડ રૂપિયાની પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો. આ દરમિયાન પીએમ મોદી જનસભાને સંબોધિત કરી હતી. તેમણે કહ્યું કે, ભાજપ માટે દેશનો વિકાસ એક કન્વિક્શન છે, કમિટમેન્ટ છે. કેન્દ્રની મોદી સરકારે ગુજરાતની જનતાનો વિકાસ તેજ કરવા ફરી મોટી ભેટ આપી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધીનગરમાં 4,400 કરોડ રૂપિયાની પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો. આ દરમિયાન પીએમ મોદી જનસભાને સંબોધિત કરી હતી. તેમણે કહ્યું કે, ભાજપ માટે દેશનો વિકાસ એક કન્વિક્શન છે, કમિટમેન્ટ છે. હજુ ગણતરીના મહિનાઓ પહેલા જ ગુજરાતમાં ભાજપની સરકાર બની છે, પરંતુ રાજ્યમાં વિકાસે જે ગતિ પકડી છે તે જોઈને આનંદ થાય છે.

પીએમ મોદીએ જણાવ્યું કે, અમારી સરકાર દરેક અભાવને દૂર કરી પ્રત્યેક ગરીબ સુધી પહોંચવાનું કામ કરી રહી છે. લાભાર્થીઓ સુધી પહોંચવા માટે અમારી સરકાર જાતિ કે ધર્મ જોયા વગર કામ કરે છે. કારણ કે હું માનું છું કે સાચું સેક્યુલરિઝમ તે જ છે જ્યાં કોઇ ભેદભાવ ન હોય. જૂની અને નિષ્ફળ ગયેલી નીતિઓ પર ચાલીને ન તો દેશનું ભાગ્ય બદલી શકે છે અને ન તો દેશ સફળ બની શકે છે.

પીએમ મોદીએ વધુમાં જણાવ્યું કે, ઘર માત્ર રહેવા માટે એક છત નથી, તે આસ્થાનું સ્થળ છે. જ્યાં સપનાઓ આકાર પામે છે, એક પરીવારનું વર્તમાન અને ભવિષ્ય નક્કી થાય છે. તેથી જ 2014 બાદ અમે ગરીબોને પાકી છતો આપવાની સાથે ઘરને ગરીબી સામે લડવાનો આધાર બનાવ્યું. અગાઉની સરકાર અને આજની સરકારના દ્રષ્ટિકોણમાં ઘણો તફાવત છે. હમે ગરીબોના કલ્યાણ માટે પ્રતિબદ્ધ છીએ.

પ્રધાનમંત્રીએ વધુમાં ઉમેર્યુ કે, અમે દેશના 6 શહેરોમાં ફેલાયેલા લાઇટ હાઉસ પ્રોજેક્ટના ભાગરૂપે આધુનિક ઘરોની સ્થાપના કરી છે. આવી ટેક્નોલોજી આવનારા ભવિષ્યમાં ગરીબોને આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવી શકે છે. પહેલા રીયલ એસ્ટેટ સેક્ટરમાં મનમાની ચાલતી હતી, છેતરપિંડીની ફરીયાદો ઉઠતી હતી. તેથી મધ્યમ વર્ગીય પરીવારોને સુરક્ષા આપવા અમે રેરા કાયદો બનાવ્યો છે.

પીએમ મોદીએ ઉમેર્યું કે, પીએમ આવાસ યોજના સાથે મહિલા સશક્તિકરણને પણ મજબૂતી મળી છે. ગત 9 વર્ષમાં લગભગ 4 કરોડ પાક્કા ઘર ગરીબ પરીવારોને અપાયા છે. તેમાં લગભગ 70 ટકા ઘર મહિલાઓના નામે છે. દેશમાં વધી રહેલા શહેરીકરણના કારણ ભવિષ્યમાં આવનારા પડકારોનો સામનો કરવા માટે ભાજપ સરકાર સંપૂર્ણ રીતે તૈયાર છે. રાજકોટમાં અમે આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરીને 1000થી વધારે ઘર બનાવ્યા છે. આ પ્રતિષ્ઠાન ઝડપી-ગતિશીલ, ઓછી કિંમત અને સલામત અને સુરક્ષિત છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleગુજરાતનાં મુખ્યમંત્રી એટલે કોમનમેન, મોદીએ પણ કર્યા વખાણ
Next articleકર્ણાટકના નવા CM ની રેસમાં સિદ્ધારમૈયા અને પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ ડી કે શિવકુમાર સૌથી આગળ