Home ગુજરાત ગાંધીનગર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે નેતાઓ સાથે મહત્વની બેઠક કરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે નેતાઓ સાથે મહત્વની બેઠક કરી

31
0

(જી.એન.એસ) તા. 2

ગાંધીનગર,

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે લોકસભા ચૂંટણી માટે પ્રચાર અર્થે પધાર્યા છે, બુધવારે મોદી સાંજે વડાપ્રધાન મોદી એ ગુજરાતના નેતાઓ સાથે મહત્વની બેઠક યોજી હતી. પ્રદેશ કાર્યાલય કમલમમાં નેતાઓ સાથે બેઠક પૂર્ણ કરી પી એમ મોદી રવાના થયા હતા. ખુબજ મહત્વનું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કમલમમાં બેઠક કર્યા બાદ પ્રદેશ નેતૃત્વ વચ્ચે પણ એક બેઠક યોજાઇ હતી. રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ અને ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવી વચ્ચે મહત્વની બેઠક યોજાઇ હતી.

કમલમ ખાતે લોકસભા ચૂંટણી 2024ને લઈ આગામી રણનીતિ અને ચૂંટણીલક્ષી કાર્યક્રમોને લઈને બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. ભાજપના નેતા આઈ.કે.જાડેજા, સંગઠન મહામંત્રી રત્નાકરજીની બેઠકમાં સૂચક હાજર રહ્યા હતા. વડાપ્રધાન મોદીની મુલાકાત અંગે પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે માહિતી આપતા જણાવ્યું  હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આવવાથી કાર્યકરોનો જુસ્સો વધ્યો હતો. 25 કમિટીઓનાં 195 સભ્યો સાથે પી એમ મોદીએ ચર્ચા કરી હોવાનું પ્રદેશ પ્રમુખ પાટીલે જણાવ્યું હતું , ખાસ કરીને ચુંટણીમાં પ્રચારની કામગીરી અંગે વડાપ્રધાન મોદીએ પોતાના સમયના અનુભવ અંગે ચર્ચા કરી હોવાનું સમે આવ્યું હતું.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઓનલાઈન ટેક્સી બુકિંગ કંપની ‘ઉબર’ એ પાકિસ્તાનમાં તેની તમામ સેવાઓ બંધ કરી
Next articleઘર આંગણેથી આઠ વર્ષની માસૂમ બાળકીને ઉઠાવી ગયો દીપડો, દૂર ખેતરમાંથી મળ્યો મૃતદેહ